ભાવનગરમાં ભુકંપ

તા.૨૦/૧૦/૨૦૧૧
સમય: ૧૧:૩૦ PM

મિત્રો,

આજે રાત્રે થોડા સમય પહેલાં ભાવનગરમાં ભુકંપનો હળવો આંચકો ૨ સેકન્ડ જેટલા સમય માટે અનુભવાયો હતો.

ગુજરાતમાં અન્ય સ્થળે કોઈને આવો આંચકો અનુભવાયો હોય તો જણાવશો.

આ ભુકંપનું એ.પી.સેન્ટર તથા કેટલી તીવ્રતાનો હતો તેની જાણકારી મળે તો જણાવશો.

ભુકંપ અનુભવતી વખત આપને કેવા પ્રકારની અનુભુતી થઈ હતી તે જણાવશો.

અચાનક સાપ આવી ચડે તો તેવે વખતે લાગતી બીક અને અચાનક ભુકંપ થાય તેવે વખતે લાગતી બીક વચ્ચેનો તફાવત જ્યારે આપ સ્વસ્થ થાવ ત્યારે જણાવશો.

શુભ રાત્રી

Categories: અવનવું | Tags: | 14 Comments

Post navigation

14 thoughts on “ભાવનગરમાં ભુકંપ

 1. સૌ જણ, સૌ કઈં હેમખેમ હોય એવું ઇચ્છું છું.

  • હજુ સુધી તો કોઈ જાન માલની હાની નથી થઈ – હા લોકો થડકી જરૂર ગયાં છે.

 2. સુરતમાં પણ આવી ગયો છે.. 🙂

 3. ગઈ કાલે રાત્રે જ્યારે ભુકંપના સમાચાર આવ્યા ત્યારે tv9 પર વલસાડનું નામ પણ આવતું હતું. પણ અમારા વિસ્તારમાં એવું કંઈ થયું નહોતું.

  • તમે નસીબદાર છો – અમારે છેક સાસણગીરથી શરુ થયેલા આંચકાઓ સહન કરવા પડે છે, જુનાગઢવાળા તો વળી મજબૂત છે એટલે વાંધો ન આવે નહીં તો તેમને તો ૨૫ સેકન્ડ સુધી ઝાટકો લાગેલો.

   ૨૦૦૧ માં અમે ભુકંપ પ્રુફ થઈ ગયેલા – કેટલાયે ઝાટકા ખાધા અને છેવટે વારો ભૂજ અને અમદાવાદનો પડી ગયેલો. આ વખતે કુદરતને પ્રાર્થના કરીએ કે કોપાયમાન ન થાય.

   ભુકંપ પછી કેશુબાપાની સરકારે જે ભયંકર ભ્રષ્ટાચાર કરેલો તેને લીધે તેમને હટાવવા પડેલા અને ત્યારથી મોદી સાહેબની મહેરબાનીથી ગુજરાતમાં કાઈક સુશાસન છે.

 4. આદરણીય શ્રી અતુલભાઈ,
  સર્વ હેમ ખેમ કુશળ હશો એવી પ્રાર્થના.

  • શ્રી ગોવિંદભાઈ,

   અહીં સર્વ ક્ષેમ કુશળ છે.

   ભાવનગરીઓના લોહીમાં ભુકંપની ધૃજારી વણાઈ ગયેલી છે. જુલાઈ ૨૦૦૦ થી જાન્યુઆરી ૨૦૦૧ સુધી એટલા બધા આંચકા ખાધા છે કે ન પુછો વાત. ભુકંપ આવે એટલે ભાવનગરી સહુથી પહેલો ઘરની બહાર નીકળી જાય – જો કે તે કદી અગાશી પરથી પડતું ન મુકે. ભુજ વાળા અનુભવના અભાવને લીધે ભુકંપ વખતે શું કરવું તે સમજી નહોતા શક્યા એટલે ઘરમાં દટાયા હતા. અમદાવાદીઓ તો બીલ્ડરોના નબળા બાંધકામના પાપે મરાયા હતાં.

   ભુકંપ આવે ત્યારે રીતસર ચિત્ત તંત્રને શોક લાગે. એકાએક ધબકારા વધી જાય, અવાજ બદલાઈ જાય, ક્યાંય સુધી ગભરાટ ન શમે આવું બધું નવા સવા ભુકંપના આંચકા ખાનારાને થાય. જેમ જેમ ટેવાતો જાય તેમ તેમ તેનો ગભરાટ ઓછો થઈ જાય અને સાવધાની વધતી જાય.

   મનુષ્ય ભલેને ગમે તેટલી શોધો કરે અને અભીમાન કરે પરંતુ કુદરતના ખોળે ઉછરીને જે મોટો થયો છે, જેનું પાલન આજીવન પ્રકૃતિ કરે છે અને મૃત્યું પછી યે પોતાની ગોદમાં સમાવી લે છે તે કુદરતને તે હંમેશા આધિન રહેવા સર્જાયો છે.

   કુદરતની સામે થઈને નહીં પરંતુ કુદરતને સમજીને મનુષ્ય કુદરતને માણી શકે અને છેવટે તેની સહાયથી જગદીશ્વર સુધી પહોંચી શકે.

   આપના તહેવારો ઉત્સાહપૂર્ણ રહે તેવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ –

 5. બધી કમેન્ટ્સ પરથી જાણ્યું કે આપ સર્વે હેમખેમ છો.

 6. હેમખેમ છીએ. 🙂

 7. અહીં અમદાવાદમાં તો ખબર નથી પડી. ન્યુઝમાં જોયું ત્યારે સમાચાર મળ્યા. 🙂 વધારે કોઇ જાન-હાની નથી એટલે સારું છે.

  • તહેવારોના સપરમાં દહાડાઓમાં આવી નોટીસો ગુજરાતની ઉત્સવપ્રિય જનતાને થોડા ચિંતિત કરી દે. ભુકંપની સહુથી વધારે અસર જુનાગઢ જીલ્લા પર થઈ છે. લાડુડી ગામમાં ૧૦૦ બાળકોને તાવ આવી ગયો. અમુક ગામમાં કાચા ઘરોની દિવાલ પડી ગઈ છે. મોદી સાહેબ પહોંચી ગયાં છે અને તંત્રને તાત્કાલિક રાહત આપવા માટે સુચના આપી દીધી છે.

   થોડો વખત આફ્ટર શોક આવશે પછી બધું ઠરી ઠામ થઈ જશે.

   આપણે તો એ જ દૂઆ માંગીએ કે સબ સલામત રહે 🙂

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: