તા.૨૦/૧૦/૨૦૧૧
સમય: ૧૧:૩૦ PM
મિત્રો,
આજે રાત્રે થોડા સમય પહેલાં ભાવનગરમાં ભુકંપનો હળવો આંચકો ૨ સેકન્ડ જેટલા સમય માટે અનુભવાયો હતો.
ગુજરાતમાં અન્ય સ્થળે કોઈને આવો આંચકો અનુભવાયો હોય તો જણાવશો.
આ ભુકંપનું એ.પી.સેન્ટર તથા કેટલી તીવ્રતાનો હતો તેની જાણકારી મળે તો જણાવશો.
ભુકંપ અનુભવતી વખત આપને કેવા પ્રકારની અનુભુતી થઈ હતી તે જણાવશો.
અચાનક સાપ આવી ચડે તો તેવે વખતે લાગતી બીક અને અચાનક ભુકંપ થાય તેવે વખતે લાગતી બીક વચ્ચેનો તફાવત જ્યારે આપ સ્વસ્થ થાવ ત્યારે જણાવશો.
શુભ રાત્રી