મનમાં સંશયો – છે હતા અને રહેવાના;
તેથી કાઈ પરમની શોધ છોડી ન દેવાય.
અધૂરા તારણો – છે હતા અને રહેવાના;
તેથી કાઈ પ્રયોગો કરવાનું છોડી ન દેવાય.
જીવનમાં દુ:ખો – છે હતા અને રહેવાના;
તેથી આનંદપ્રાપ્તિના પ્રયાસો છોડી ન દેવાય.
કુદરતી ઝંઝાવાતો – છે હતા અને રહેવાના;
તેથી કાઈ ધાબળો ઓઢીને બેસી ન રહેવાય.
નીંદા અને કુથલી – છે હતા અને રહેવાના;
તેથી કાઈ મારે અને તારે મુંઝાઈ ન જવાય.
ગામ અને શહેર – છે હતા અને રહેવાના;
તેથી થાય તેવા થવાય અને ગામ વચ્ચે રહેવાય.