વાંચીએ અને વાંચનને આધારે આપણાં જીવનને કશોક સકારાત્મક વળાંક આપીએ ત્યારે વાંચન સાર્થક થયું ગણાય.
આપનું શું કહેવું છે? મીત્રો? 🙂
વાંચીએ અને વાંચનને આધારે આપણાં જીવનને કશોક સકારાત્મક વળાંક આપીએ ત્યારે વાંચન સાર્થક થયું ગણાય.
આપનું શું કહેવું છે? મીત્રો? 🙂
હું સમ્મત છું. આ બાબતમાં તમારા વિચારો વધારે વિસ્તારથી લખ્યા હોત તો મઝા આવત.
લેખન ઘણાં પ્રકારનું હોય છે – તેમાંથી જે આપણને વિચારતા કરી દે અથવા તો આપણને કશુંક કાર્ય કરવા માટે પ્રેરણાદાયક બની રહે તે લેખન સર્જનાત્મક ગણાય. જેમ કે આપે પ્રતિભાવ આપ્યો તે સર્જનાત્મક લખાણ ગણાય કે જેણે મને આપને પ્રતિભાવ આપવા પ્રેરણા આપી.
વાંચન માત્ર શબ્દોનું જ હોય તેવું નથી. દૃશ્ય, સામી વ્યક્તિનો ચહેરો, સામે બની રહેલી ઘટનાઓ, સામેની વ્યક્તિની બોલવાની બેસવાની હાવભાવની અદા વગેરે પણ વાંચવા લાયક હોય છે. ઘણી વખત મૌન સુદ્ધાં વાંચવાલાયક છે. આપણું મૌન જો સામેની વ્યક્તિને આપણી સાથે વાત કરવા પ્રેરણા આપે અથવા તો આપણને બોલતાં કરી દેવા માટે પ્રયત્નશીલ બનાવે તો આપણું મૌન પણ એક ઉત્તમ લખાણ છે અને જેને આ મૌન સમજાઈ જાય તે એક ઉત્તમ વાચક છે.
તમે વાચનને વધારે વિશાળ સંદર્ભમાં મૂક્યું છેઃ “વાંચન માત્ર શબ્દોનું જ હોય તેવું નથી. દૃશ્ય, સામી વ્યક્તિનો ચહેરો, સામે બની રહેલી ઘટનાઓ, સામેની વ્યક્તિની બોલવાની બેસવાની હાવભાવની અદા વગેરે પણ વાંચવા લાયક હોય છે. ઘણી વખત મૌન સુદ્ધાં વાંચવાલાયક છે.”
સિત્તેરના દાયકામાં સાહિત્યની નવી વિધાનો વિકાસ થયો એમાં અર્ધાથી વધારે વાત તો વાચક પર છોડવામાં આવતી. આમ લેખક મૌન રહીને વાચકને પોતાની અનુભૂતિમાં સ્વતંત્ર રીતે ભાગીદાર બનાવે છે. લેખક વાચકને દોરીને ક્યાંય લઈ જતો નથી. ટેકનિકલ વિષયો્માં દોરીને લઈ જવાની પ્રક્રિયા હોય તે સમજાય છે, પરંતુ, તે સિવાય લેખકને પણ અભિપ્રેત ન હોય એવી અનુભૂતિ જગાડે તે સાચું લખાણ છે, એમ હું માનું છું.
ઘટનાઓને પણ તમે વાચનના ક્ષેત્રમાં મૂકો છો એટલે એક અનુભવ કહું. એક વાર બસમાં જતો હતો ત્યારે એક માતા પોતાના બાળકને તેડીને મારી પાસે ઊભી હતી. બાળકને દોસ્તી કરવામાં મઝા આવતી હશે. એ મારી સામે જોતું હતું. મેં પણ દોસ્તીનો ભાવ દેખાડ્યો. હું એને વાંચતો હતો! પરંતુ જે ઘટના બની તે જાણવા જેવી છે. એણે મારા ગાલ પર હાથ ફેરવીને મને રમાડ્યો! એ વખતે એના ચહેરાના ભાવ જોઈને હું તદ્દન ખાલી થઈ ગયો. બાળકે મારી સમક્ષ ઘણા સવાલ ઊભા કરી દીધા. જે અણધાર્યું હોય તે અનુભવ છે. ક્રિયા-પ્રતિક્રિયા નિશ્ચિત રસ્તો લે અને એનું પુનરાવર્તન થતું રહે એ અનુભવ નથી. મેં બાળકને રમાડ્યું હોત તો નવો ખાલીપાનો અનુભવ ન મળ્યો હોત.
બાળકોને રમાડવામાં જાત જાતના અનુભવો થતાં હોય છે. આપનો અનુભવ મજાનો છે 🙂
સ્નેહીશ્રી; આ પૃથ્વી પરનું સૌથી બુદ્ધિશાળી પ્રાણીમાં મનુષ્યની ગણના થાય છે..એ જો ધારે તો સ્વપરિવર્તનથી વિશ્વપરિવર્તન લાવી શકે તેટલી ક્ષમતા ઈશ્વરે બક્ષી છે..છતાં આજે વિશ્વ ભૌતિક સુવિધાની ચરમસીમાએ પહોંચ્યો હોવા છતાં પાપાચાર અને ભ્રષ્ટાચાર પણ માઝા મૂકતા જાય છે? એમ કેમ? કારણ ફક્ત એટલું જ કે સ્વપરિવર્તનમાં ખામી છે..એને દૂર કરવા મુશ્કેલ જરૂર છે..પણૅ અશક્ય નથી..સ્વનું પરિવર્તન વ્યક્તિના પોતાના વિચારોના પાયામાં જ રહેલું છે. વાંચન અવશ્ય પ્રેરકબળ બની શકે છે..અને નિત્ય વાંચનની ટેવથી તેનામાં અચૂક પરિવર્તન આવશે..જરૂર છે સ્વપ્રયત્ન અને આત્મનિરીક્ષણની..માટે જ કહેવાય છે કે “અંતર્મુખી સદા સુખી”…અસ્તુ.
શ્રી ઉષાબહેન
આપણે જગતને ન સુધારી શકીએ. સ્વની તથા સ્વજનો અને અને સ્નેહીઓ પુરતી દરકાર રાખી શકીએ તો યે ઘણું હાંસલ કર્યું કહેવાશે.
સહુ કોઈ પોતાની જાતને અને પોતાના સ્વજનો અને સ્નેહીઓ માટે કાર્યરત રહેશે અને સહાયરુપ બનશે તો સમાજમાં ઘણું પરિવર્તન આવશે.
મને તો આ વાત ગમે કે – હું એક સુધરી જાઉ તો જગતમાંથી એક દુષ્ટ તો ઓછો થાય ને.
ખુબ જ સરસ કહ્યુ આપે
ઘરે ઘરે પુસ્તક અને ઘરે ઘરે પુસ્તકાલય
અને હવે તો Internet ના યુગ મા તો બહુ સહેલુ થઈ ગયુ છે વાંચન
E-books થી.
તમારો બ્લોગ ખુબ જ સુંદર છે
મને ખુબ ગમ્યો
હવે તો અવાર નવાર મુલાકાત લઈશ
જય શ્રી કૃષ્ણ
સ્વાગત છે આપનું.