શક્યતાઓ – પ્રેરણા અને પ્રોત્સાહન (૨૩)


મીત્રો,

શું આપણે આપણાં વીશે કદી વધારે વિચાર કર્યો છે? હંમેશા જગતના પ્રાણીઓ અને પદાર્થો વીશે વિચાર કરનારા આપણે કદી આપણા વિચારોનું કેન્દ્ર બિંદુ પોતાની જાતને બનાવી છે?

આપણે જો આપણાં વીશે વિચાર કરશું તો આપણને ખ્યાલ આવશે કે આપણી પાસે શરીર છે, સતત વિચાર કરતું મન છે, સતત ચાલતાં શ્વાસ અને ઉચ્છવાસ છે, બધાએ અનુભવોનો સંગ્રહ કરતું ચિત્ત છે, જુદી જુદી પરિસ્થિતિ વખતે પાછલા અનુભવો અને મેળવેલ માહિતિ અને જ્ઞાનના આધારે નીર્ણય લેતી બુદ્ધિ છે અને આ સર્વના કેન્દ્રમાં રહેલ કે જે આપણને સહુને અતી પ્રિય છે તેવો ’હું’ એટલે કે અહંકાર છે.

આ ઉપરાંત આપણી પાસે બાહ્ય વિષયોનું જ્ઞાન કરાવતી જ્ઞાનેન્દ્રિયો (Input Device) અને બાહ્ય જગતમાં આપણું પ્રદાન આપવા માટે કર્મેન્દ્રીયો (Output Device) છે. આપણી પાસે પાંચ જ્ઞાનેન્દ્રીય અને પાંચ કર્મેન્દ્રીય છે.

દૃશ્યને જોવા માટે આપણે ચક્ષુનો ઉપયોગ કરીએ છીએ. સ્પર્શને અનુભવવા માટે આપણે ત્વચાનો ઉપયોગ કરીએ છીએ. શબ્દોને સાંભળવા માટે આપણે કર્ણનો ઉપયોગ કરીએ છીએ. પદાર્થોનો રસ લેવા માટે આપણે જિહ્વાનો ઉપયોગ કરીએ છીએ. ગંધને અનુભવવા માટે આપણે નાકનો ઉપયોગ કરીએ છીએ.

તેવી જ રીતે હાથ દ્વારા ગ્રહણ કરવાનું અને આપવાનું કાર્ય થાય છે. પગ દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતર કરવાનું કાર્ય થાય છે. વાણી દ્વારા આપણે શબ્દો અભીવ્યક્ત કરીએ છીએ. ઉપસ્થ દ્વારા મૂત્ર વિસર્જન તથા પ્રજનનનું કાર્ય થાય છે. ગુદા અથવા તો પાયુ દ્વારા મળ વિસર્જનનું કાર્ય થાય છે.

આ ઉપરાંત શરીરની અંદર રક્તને સતત પરીભ્રમણ કરતું રાખવા માટે અનેક નસ નાડીઓ કાર્યરત હોય છે. હ્રદય સતત ધબક્યા કરતું હોય છે. આંતરડાઓ, જઠર, ફેફસા અને અન્ય અવયવો સતત કાર્યરત હોય છે.

Input Device દ્વારા આપણે ગ્રહણ કરીએ છીએ અને Output Device દ્વારા આપણે પ્રદાન કરીએ છીએ. આપણે હંમેશા સારુ સારું ગ્રહણ કરવાનું ઈચ્છીએ છીએ તો આ સારું આપણને પ્રકૃતિ તો સતત આપતી રહે છે પરંતુ અન્ય પ્રાણીઓ અને મનુષ્યો દ્વારા થતા વ્યવહાર આપણને હંમેશા સારા નથી લાગતાં. બીજી વ્યક્તિ આપણને સારો લાગે તેવો વ્યવહાર કરે તો તે વ્યવહાર સામેની વ્યક્તિ માટે Output છે જ્યારે આપણે માટે Input. તેવી જ રીતે આપણો વ્યવહાર આપણે માટે Output છે અને સામેની વ્યક્તિ માટે Input. જો આપણને હંમેશા સારું ગમતું હોય તો સ્વાભાવિક છે કે સામેની વ્યક્તિને પણ હંમેશા સારુ ગમતું હોય. આપણે બીજા પાસેથી સહકાર, પ્રેમ, લાગણી, આત્મિયતા, ભાઈચારો, હુંફ, મિત્રતા વગેરે ઈચ્છતા હોઈએ તો સ્વાભાવિક છે કે સામેની વ્યક્તિઓ પણ તેવું જ ઈચ્છતી હોય. પરંતુ આપણે તે વિચાર કર્યો છે કે સામેની વ્યક્તિની અપેક્ષા પુરી કરવા માટે આપણે કશો પ્રયાસ કરીએ છીએ? જે લોકો સમાજીક વ્યવહારમાં સફળ થયા હોય તે જરૂર સામેની વ્યક્તિનો વિચાર કરનારા હશે. સામેની વ્યક્તિ પાસેથી તેમની અપેક્ષા ઓછી અને આપવાની ભાવના વધું હશે.

આપણી જાતને અભીવ્યક્ત કરવા માટે મુખ્યત્વે ૩ Output Device નો આપણે ઉપયોગ કરી શકીએ. ૧. હાથ – સેવા માટે, કશુંક આપવા માટે. ૨. પગ – બીજી વ્યક્તિ પાસે પહોંચીને તેને મદદરુપ થવા માટે. ૩. વાણી અથવા શબ્દો – શબ્દો એ જાતને અભીવ્યક્ત કરવા માટેનું એક સશક્ત માધ્યમ છે. પ્રેમાળ શબ્દો દ્વારા, સહાનુભુતીની વાતો દ્વારા, આશ્વાસનના વાક્યો દ્વારા આપણે કશુયે ચૂકવ્યા વગર સામેની વ્યક્તીની મોટી સેવા કરી શકીએ છીએ.

જો આ ત્રણ બાબતોને રજૂ કરવા માટેની કોઈ પણ કલા આપણે હસ્તગત કરી લઈએ તો આ જગતમાં આપણે આસાનીથી સફળ બની શકીએ. નાટક, ગીત, સંગીત, કશોક હુન્નર, કશીક કળા, કશીક આવડત આ બધું જો આપણે વિકસાવી શકીએ અને તેને વ્યવહારીક બનાવી શકીએ તો આપણે બીજાને પ્રસન્ન કરી શકીએ અને બીજાની પ્રસન્નતાના પરીણામે સ્વાભાવિક રુપે જ તેઓ કશોક પ્રસાદ ધરવાના છે તે પ્રસાદને પામીને આપણે પણ પ્રસન્ન રહી શકીએ.

કેટલાક મીત્રો કહે છે કે ભ્રષ્ટાચાર વ્યાપક છે અને ભગવાનને પણ પ્રસાદ ચડાવવો પડે છે. હું કહું છું કે ભ્રષ્ટાચાર હોય કે શિષ્ટાચાર પ્રસાદ વગર કોઈને ચાલતું નથી. નોકરીયાત નોકરીએ જાય છે તો પગાર લે છે તે તેનો પ્રસાદ છે. વેપારી માલ વેચે છે તો નફો તેનો પ્રસાદ છે. સંગીતમંડળી સંગીત પીરસે છે તો શ્રોતાઓની તાળીઓનો ગડગડાટ તે તેનો પ્રસાદ છે. બ્લોગર પોસ્ટ લખે છે તો વાંચકોના Like ની ક્લીક અને પ્રતિભાવો તે તેમનો પ્રસાદ છે. પતિ-પત્નિ જ્યારે માતા-પિતા બને છે ત્યારે દિકરી-દિકરો તેમને મળેલો પ્રસાદ છે.

જો આપણે લોકોને મિષ્ટ અને કલ્યાણકારી પ્રસાદ આપતા રહીએ તો સ્વાભાવિક રીતે આપણાં ભક્તો વધવાના તેવી જ રીતે જો આપણે મેથીપાક, દંડાપ્રસાદ વગેરે પ્રકારના વિશિષ્ટ પ્રસાદ પીરસવામાં પાવરધા હોઈએ તો સ્વાભાવિક રીતે જ ભક્તોને બદલે વિરોધીઓ વધવાના.

કહેવાનું તાત્પર્ય તે છે કે આ વિરાટ સૃષ્ટિના પદાર્થોનું આપણે સુપેરે સંયોજન કરીને જો તેમાંથી સુંદર પ્રસાદ બનાવતાં શીખી જઈએ અને તે પીરસવાનું ચાલું કરી દઈએ તો આજે જ આપણાં મંદિરે ભક્તોની લાઈન લાગવા મંડશે. આપણી પાસે આટ આટલા પદાર્થો અને તેમાંથી અનેક પ્રકારના પ્રસાદો બનાવવા માટે અઢળક શક્યતાઓ છે.

મીત્રો, તો આજથી જ જાત જાતના અને ભાત ભાતના પકવાનો બનાવીને લોકોને ખુશ ખુશાલ કરી દે તેવા પ્રસાદ પીરસવા કટીબદ્ધ થઈશું ને?

Categories: પ્રેરણા / પ્રોત્સાહન | Tags: , , , | Leave a comment

Post navigation

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: