ઉચ્ચ વિચાર – પ્રેરણા અને પ્રોત્સાહન (૧૮)

મિત્રો,

આપણે સહુ આ પંક્તિથી સુમાહિતગાર છીએ:

નીશાન ચૂક માફ, નહિં માફ નીચું નીશાન.

કેટલાંક લોકો બહુ સંતુષ્ટ હોય છે. થોડામાં ઘણું, જે છે તેમાં ચલાવી લઈશું. જેમ ચાલે છે તેમ ચાલવા દઈએ. આવું આવું ઢીલું ઢીલું બોલ્યા કરે. તેમના મનમાં ક્યારેય કશું નવું કરવાનું, ક્યારેય કશું વિશેષ વિચારવાનું, ક્યારેય જીવનમાં નવા નવા રસો ઉમેરવાની ઈચ્છા થતી નથી. વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હશે તો અભ્યાસક્રમ સીવાયનું કશું નહીં વાંચે. નવું કશું વિચારશે નહી. ડોક્ટર હશે તો એકધારુ કાર્ય કરશે પણ દર્દીને વધુ રાહત કેમ થાય તેવા વિચારો નહીં કરે. એંજીનીયરો ખાલી પ્રોડક્શન પુરતું ધ્યાન આપશે પણ નવી નવી પ્રોડક્ટો ડેવલપ કરવાનું નહીં વિચારે. ગઝલકાર હશે તો એકધારી ગઝલો લખશે પણ ક્યારેય રચનાત્મક લેખ નહીં લખે કે કોઈ સારુ કાવ્ય લખવાનું તેને મન નહીં થાય. ટુંકમાં જે કાઈ કરતા હોય તે કરતા રહેવાનું. કશું યે નવું નહીં વિચારવાનું.

ખરેખર જો જીવનને હર્યું ભર્યું જીવવું હોય, પુરે પુરુ માણવું હોય તો આપણે વધુ વિચારવું જોઈએ, ઉંચું વિચારવું જોઈએ, વિશેષ વિચારવું જોઈએ. જો ધીરુભાઈ કાયમ સીંગાપુર રહ્યાં હોત તો આવડી મોટી ઈન્ડસ્ટ્રીઝ સ્થાપી શક્યા હોત? જો કરસનભાઈ કાયમ સાયકલ ચલાવતા હોત તો શું આજે હેમા/રેખા/જયા અને સુષ્મા તેમની પ્રોડક્ટને પસંદ કરતા હોત?

જેમણે જેમણે ઉંચું વિચાર્યું, ઉંડુ વિચાર્યું, ક્ષુલ્લક બાબતોને છોડીને નવું અને હકારાત્મક વિચાર્યું તે બધા આજે લોકહ્રદયમાં હીરો બની ગયાં છે. જેમણે માત્ર એકધારાપણું દાખવીને માત્ર પોતાની ઘરેડમય વિચાર સરણી પ્રમાણે જીવવાનું ચાલુ રાખ્યું તે બધા તો આજે છ અબજ લોકોના એક ટોળા સીવાય બીજું કશું નથી.

સ્વામી વિવેકાનંદ કહે છે: સારા કાર્યો હંમેશા સારા વિચારોથી થાય છે – તેથી આપણાં મસ્તીષ્કને સર્વોચ્ચ વિચારો અને આદર્શોથી ભરી દેવા જોઈએ અને ત્યાર બાદ તેમાંથી જ મહાન કાર્યોનો જન્મ થશે.

ઝીણી ઝીણી અને ક્ષુલ્લક બાબતોની બહુ પરવા ન કરવી જોઈએ, આપણે ખુશ ખુશાલ, અને આનંદી બનવું જોઈએ. કોઈ જરાક આમ બોલે અને આપણે રીસાઈ જઈએ, કોઈક જરાક વાંકુ ચાલે અને આપણે ઉદાસ થઈ જઈએ એવા નબળા મનના આપણે ન થવું જોઈએ. આપણે તો હસતા હસતા કહેવું જોઈએ કે પૃથ્વી હલે કે આભ પડે પણ હું તો હર હાલમેં ખુશ રહીશ.

જે લોકો સફળ થયા છે તેઓ જરૂર પ્રસન્ન વ્યક્તિત્વના માલીક હશે કારણ કે ઉચ્ચ વિચારો અને ઉચ્ચ હ્રદય ધરાવનાર હંમેશા પ્રસન્ન રહી શકે છે.

આપણી સમક્ષ અનેક તકો છે, અનેક શક્યતાઓ છે, અનેક માર્ગ છે. એક માર્ગે નીષ્ફળ જઈએ તો બીજા માર્ગે જઈએ. એક તક ચૂકીએ તો બીજી તક ઝડપી લઈએ. એક શક્યતા પાંગળી પુરવાર થાય તો બીજી શક્યતા તરફ નજર દોડાવીએ.

આપણે નીશ્ચય કરીએ કે આ જીવનના અંતે હું ભલે ખાલી હાથે જઈશ – પણ તે દરમ્યાન આ દુનિયાને તો હું મારા અસ્તિત્વથી ભરી ભરી અને ખુશ ખુશાલ કરતો જઈશ.

તો દોસ્તો આજથી જ ઉચ્ચ વિચારો,ઉચ્ચ આચારો અને સરળ જીવનશૈલીથી આપણાં અને અન્યના જીવનમાં અનહદ ઉજાસ લાવવાનો પ્રયત્ન શરું કરશું ને?

Advertisements
Categories: પ્રેરણા / પ્રોત્સાહન | ટૅગ્સ: , , , | 4 ટિપ્પણીઓ

પોસ્ટ સંશોધક

4 thoughts on “ઉચ્ચ વિચાર – પ્રેરણા અને પ્રોત્સાહન (૧૮)

 1. આપણે ઘરેડમાં જ વિચાર્યા કરીએ છીએ. એટલે જ વિજ્ઞાનનો વિકાસ નથી થયો.

  • શ્રી દિપકભાઈ,

   રેશનાલિસ્ટો સાથે હું બહુધા સહમત છું માત્ર તેઓ નકારાત્મક રીતે વાત કરે છે જ્યારે તેની તે વાત હું હકારાત્મક રીતે કહેવાનું પસંદ કરું છું.

   આપણે ઘરેડમાં વિચાર્યા કરીએ છે
   તેમ કહેવાને બદલે

   આપણે નવી દિશાઓ અને વિકાસાત્મક વિચારો કરવાનું આવશ્યક છે અને તેમ કરતાં આપણને કોણ રોકે છે?
   તેવો પ્રશ્ન પુછીએ તો સામેની વ્યક્તિ આપો આપ જવાબ આપશે કે
   આપણી જુની ઘરેડ

   ફરી પાછા પુછીએ
   તો આ ઘરેડને ફગાવી દેતા આપણને કોણ રોકે છે?
   તો જવાબ મળશે આપણું નબળું મન

   ફરી પુછીએ આપણાં નબળા મનને સબળું બનાવવા શું કરશું?
   જવાબ મળશે ઉચ્ચ વિચારો – ઉમદા સંકલ્પો.

   આ તો આપણે જોઈએ છે ને?

 2. સાચું કહો છો, પણ મને નથી લગતું કે રેશનાલિસ્ટ ઉમદા વિચારો અને ઉમદા સંકલ્પોનો વિરોધ કરતા હોય. – અથવા ઉમદા વિચારો ઈશ્વરમાં આસ્થા હોય તો જ આવી શકે એમ તેઓ ન માનતા હોય.વિચારો સામાજિક વ્યવહારથી અલગ ન વિકસી શકે. અને સમાજનું અસ્તિત્વ તો આસ્તિક, નાસ્તિક સૌએ માનવું પડે.

  • આપની વાત સાચી છે. રેશનાલિસ્ટો નાસ્તિક હોય તેનો મને કાઈ વાંધો નથી. દંભી આસ્તિક થવા કરતાં તો નાસ્તિક થવું વધારે સારુ છે. જ્યારે તેઓ તેમ કહે છે કે ઈશ્વરમાં માનવું અને આસ્તિકતા તે અધ:પતનનું કારણ છે ત્યારે તેમની વાત હાસ્યાસ્પદ લાગે છે.

   આપણું અસ્તિત્વ એટલે સમાજનું અસ્તિત્વ – જે પોતાના અસ્તિત્વમાં ન માનતો હોય તે જ સમાજના અસ્તિત્વનો અસ્વીકાર કરી શકે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: