Daily Archives: 19/09/2011

ઉચ્ચ વિચાર – પ્રેરણા અને પ્રોત્સાહન (૧૮)

મિત્રો,

આપણે સહુ આ પંક્તિથી સુમાહિતગાર છીએ:

નીશાન ચૂક માફ, નહિં માફ નીચું નીશાન.

કેટલાંક લોકો બહુ સંતુષ્ટ હોય છે. થોડામાં ઘણું, જે છે તેમાં ચલાવી લઈશું. જેમ ચાલે છે તેમ ચાલવા દઈએ. આવું આવું ઢીલું ઢીલું બોલ્યા કરે. તેમના મનમાં ક્યારેય કશું નવું કરવાનું, ક્યારેય કશું વિશેષ વિચારવાનું, ક્યારેય જીવનમાં નવા નવા રસો ઉમેરવાની ઈચ્છા થતી નથી. વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હશે તો અભ્યાસક્રમ સીવાયનું કશું નહીં વાંચે. નવું કશું વિચારશે નહી. ડોક્ટર હશે તો એકધારુ કાર્ય કરશે પણ દર્દીને વધુ રાહત કેમ થાય તેવા વિચારો નહીં કરે. એંજીનીયરો ખાલી પ્રોડક્શન પુરતું ધ્યાન આપશે પણ નવી નવી પ્રોડક્ટો ડેવલપ કરવાનું નહીં વિચારે. ગઝલકાર હશે તો એકધારી ગઝલો લખશે પણ ક્યારેય રચનાત્મક લેખ નહીં લખે કે કોઈ સારુ કાવ્ય લખવાનું તેને મન નહીં થાય. ટુંકમાં જે કાઈ કરતા હોય તે કરતા રહેવાનું. કશું યે નવું નહીં વિચારવાનું.

ખરેખર જો જીવનને હર્યું ભર્યું જીવવું હોય, પુરે પુરુ માણવું હોય તો આપણે વધુ વિચારવું જોઈએ, ઉંચું વિચારવું જોઈએ, વિશેષ વિચારવું જોઈએ. જો ધીરુભાઈ કાયમ સીંગાપુર રહ્યાં હોત તો આવડી મોટી ઈન્ડસ્ટ્રીઝ સ્થાપી શક્યા હોત? જો કરસનભાઈ કાયમ સાયકલ ચલાવતા હોત તો શું આજે હેમા/રેખા/જયા અને સુષ્મા તેમની પ્રોડક્ટને પસંદ કરતા હોત?

જેમણે જેમણે ઉંચું વિચાર્યું, ઉંડુ વિચાર્યું, ક્ષુલ્લક બાબતોને છોડીને નવું અને હકારાત્મક વિચાર્યું તે બધા આજે લોકહ્રદયમાં હીરો બની ગયાં છે. જેમણે માત્ર એકધારાપણું દાખવીને માત્ર પોતાની ઘરેડમય વિચાર સરણી પ્રમાણે જીવવાનું ચાલુ રાખ્યું તે બધા તો આજે છ અબજ લોકોના એક ટોળા સીવાય બીજું કશું નથી.

સ્વામી વિવેકાનંદ કહે છે: સારા કાર્યો હંમેશા સારા વિચારોથી થાય છે – તેથી આપણાં મસ્તીષ્કને સર્વોચ્ચ વિચારો અને આદર્શોથી ભરી દેવા જોઈએ અને ત્યાર બાદ તેમાંથી જ મહાન કાર્યોનો જન્મ થશે.

ઝીણી ઝીણી અને ક્ષુલ્લક બાબતોની બહુ પરવા ન કરવી જોઈએ, આપણે ખુશ ખુશાલ, અને આનંદી બનવું જોઈએ. કોઈ જરાક આમ બોલે અને આપણે રીસાઈ જઈએ, કોઈક જરાક વાંકુ ચાલે અને આપણે ઉદાસ થઈ જઈએ એવા નબળા મનના આપણે ન થવું જોઈએ. આપણે તો હસતા હસતા કહેવું જોઈએ કે પૃથ્વી હલે કે આભ પડે પણ હું તો હર હાલમેં ખુશ રહીશ.

જે લોકો સફળ થયા છે તેઓ જરૂર પ્રસન્ન વ્યક્તિત્વના માલીક હશે કારણ કે ઉચ્ચ વિચારો અને ઉચ્ચ હ્રદય ધરાવનાર હંમેશા પ્રસન્ન રહી શકે છે.

આપણી સમક્ષ અનેક તકો છે, અનેક શક્યતાઓ છે, અનેક માર્ગ છે. એક માર્ગે નીષ્ફળ જઈએ તો બીજા માર્ગે જઈએ. એક તક ચૂકીએ તો બીજી તક ઝડપી લઈએ. એક શક્યતા પાંગળી પુરવાર થાય તો બીજી શક્યતા તરફ નજર દોડાવીએ.

આપણે નીશ્ચય કરીએ કે આ જીવનના અંતે હું ભલે ખાલી હાથે જઈશ – પણ તે દરમ્યાન આ દુનિયાને તો હું મારા અસ્તિત્વથી ભરી ભરી અને ખુશ ખુશાલ કરતો જઈશ.

તો દોસ્તો આજથી જ ઉચ્ચ વિચારો,ઉચ્ચ આચારો અને સરળ જીવનશૈલીથી આપણાં અને અન્યના જીવનમાં અનહદ ઉજાસ લાવવાનો પ્રયત્ન શરું કરશું ને?

Categories: પ્રેરણા / પ્રોત્સાહન | Tags: , , , | 4 Comments

ગુરુ મહિમા – સ્વામી ભજનપ્રકાશાનંદગિરિજી

Categories: અધ્યાત્મ / યોગ, ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Tags: , , | Leave a comment

હંસ: માનસરોવરની યાત્રાએ…. (૩૨-૩૩)

Categories: પત્રો/પત્ર વ્યવહાર, વાર્તાલાપ તથા પ્રશ્નોત્તરી | Tags: , , , | Leave a comment

Create a free website or blog at WordPress.com.