સફર – પ્રેરણા અને પ્રોત્સાહન (૧૭)


મીત્રો,

જીવન શું છે? જીવન એક સફર છે. ગઝલકારોની ભાષામાં કહીએ તો જીંદગી સફર છે માત્ર ઘરથી કબર સુધીની. આપણે જો કે ગઝલની ભાષામાં બહુ વાત નહીં કરીએ. આમેય પદ્ય કરતા ગદ્યમાં જે કહેવું હોય તે વધુ સ્પષ્ટ કહી શકાય છે. જ્યારે પદ્યમાં એક પદના અનેક અર્થ થાય છે અને સહુ કોઈ તેનો મનફાવતો અર્થ કરતા હોય છે.

જન્મથી મૃત્યુ સુધીની સફર તેને જીંદગી / જીવન જે કહેવું હોય તે કહીએ. જીંદગી અને જીવન બંને સમાનાર્થી શબ્દો છે તેથી તેના અર્થમાં ગરબડ નહીં કરીએ. પ્રત્યેક જીવન અનોખું હોય છે, પ્રત્યેક સફર અલગ હોય છે. સફરના સહુના અનુભવો નોખા, સફર માણવાની પદ્ધતી નોખી અને પરીણામે ઉત્પન્ન થતી અનેક વિધ લાગણીઓ અને વિવિધ પ્રકારના ભાવો અનોખા.

જાણીતા બ્લોગમાં વાંચેલું કે :-

બ્લોગજગતની ગાડી આવી રે હો રસીયા રાજા

અને સહુ કોઈ પોતપોતાનો સામાન લઈને ચડી બેઠા ગાડીમાં. કેટલાકને ખબર છે કે ક્યાં જવું છે પણ મારી જેવા મોટા ભાગનાને ખબર નથી કે ક્યાં જવું છે. ખબર નથી ને પાછું કહેવું નથી કે મને ખરેખર ખબર નથી કે આ ગાડી ક્યાં જાય છે અને મારે ક્યાં જવું છે. અને પાછી ફીલોસોફી હાંકવી છે કે:

હું તો બસ અહીં ફરવા આવ્યો છું
હું ક્યાં એકે કામ તમારું કે મારું કરવા આવ્યો છું.

પણ અલ્યા ભાઈ ટીટી આવશે, ટીકીટ માંગશે, ત્યારે શું જવાબ આપવાનો?

ગેંગે ફેંફેં કરતાં કહેશું? હેં હેં હેં હેં? શું શું શું?

મીત્રો,
જીંદગીની આ સફર પણ એવી જ છે ને? આપણને ક્યાં આપણાં જીવનનું લક્ષ્ય ખબર છે?

જન્મ પહેલાં શું? – ખબર નથી

મૃત્યું પછી શું? – ખબર નથી

અત્યારે ક્યાં જાવ છો? – ખબર નથી

અહીં શું કામ આવ્યાં? – ખબર નથી

તો અલ્યાં ભાઈ તને ખબર શું છે? – બસ મારે તો મોજ કરવી છે, મસ્તી કરવી છે, આનંદ કરવો છે.

સારુ સારુ, તો શું મોજ મસ્તી મળ્યા? આનંદ થયો?

ના રે ના સજા જેવું લાગે છે.

કેમ શું ભૂલ થઈ?

સફરના નીયમ જાણ્યા વગર સફરમાં નીકળી પડ્યો. જાણકારોએ સમજાવ્યું, વડીલોએ વાર્યો, હિતેચ્છુઓએ હાથ ઝાલીને મનાવ્યો પણ એક નો બે થાઉ તો હું શેનો?

સારુ હવે શું કરશો?

હવે તો ડહાપણની ડાઢ ફુટી છે. આ સફરમાં જેઓ સફળ થયા તેમના જીવનનો નીચોડ મેળવવો છે, જેઓ યથાર્થ જીવન જીવ્યા તેવા મહાપુરુષોના જીવનનો અભ્યાસ કરવો છે અને તે પ્રમાણે સફર આગળ વધારવી છે.

સારુ સારુ – અમારી તમને ખુબ ખુબ શુભેચ્છાઓ.


સફર વિષય પર આપના મનમાં આવતાં કોઈ પણ વિચાર, લખાણ, કાવ્ય, ગઝલ વગેરે પ્રતિભાવમાં લખશો અથવા તો તેની લિન્ક આપશો.


સમય મળ્યે સફર ફીલ્મના ગીતો સાંભળવાનું ન ભુલશો.
સફર


Advertisements
Categories: પ્રેરણા / પ્રોત્સાહન | ટૅગ્સ: , , | Leave a comment

પોસ્ટ સંશોધક

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: