મીત્રો,
આપણાં લોકલાડીલા અને પ્રત્યેક ગુજરાતીઓના હૈયે વસેલા (કેટલાક ગણ્યા ગાંઠ્યા વિરોધીઓ સીવાયના) મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં સદભાવનાનો પ્રચાર પ્રસાર અને એકત્વની સુગંધ ફેલાવવા માટે સદભાવના મીશનમાં જોડાવા હાકલ કરી છે. આ નીમીત્તે તેઓ ત્રણ દિવસના ઉપવાસ કરશે. સામાજીક સંવાદીતા અને ભાઈચારાને દૃઢ કરતી આ શુભ ભાવનાને આપણે સહુ પુરા હ્રદયથી ટેકો આપીએ.
નોંધ: આ પોસ્ટનો હેતુ માત્ર ને માત્ર સદભાવનાને વિકસાવવાનો છે. આ બ્લોગ કે બ્લોગરને રાજકારણ સાથે કશું લાગતું વળગતું નથી.
શ્રી અતુલભાઇ,
છતાંય કેટલાય લોકો હજીય એમને ‘બદનામ’ કરવાનું નથી છોડતા.! વાદ પણ લેવા છે અને વાહ-વાહ પણ લેવી છે. વાહ-વાહ તો કામ કરવાથી મળે, ખોટી અફવા ફેલાવવાથી નહીં…
કેમ, બરાબર ને?
સાવ સાચી વાત છે 🙂
૩૫ દિવસ ક્યાં ખોવાઈ ગયાં હતા?
🙂 એની તો મને પણ નથી ખબર 😉
પણ સમજો ને કે અહીં જ હતો તો પણ ન’હતો બરાબર…
રોજ રાત્રે ઉંઘતો પણ આંખ ખુલ્લી રાખીને…
રોજ સપના જોતો પણ ઉંઘમાં નહીં, જાગતા…
એકલો એકલો હસતો, પણ કશુંક યાદ કરીને…
જોબ ઉપર જતો પણ ‘કોમ્પ્યુટર’ ને બદલે વધારે ધ્યાન ‘મોબાઇલ’ ઉપર આપતો…
સમજો ને કે રહેતો હતો ‘ધરતી’ સાથે પણ ઉડતો હતો આકાશમાં…
સમજ્યા? ના સમજ્યા હોવ તો કાંઇ વાંધો નહીં ભૂદેવ, વધારે Detail માં સમજવા મારી એક નવી પોસ્ટની રાહ જોવી પડશે. 😉 🙂
ક્યારેક રાહ જોવામાં પણ એક અનેરો આનંદ આવતો હોય છે…
શાહબુદ્દીન રાઠોડ કહે છે કે :-
એક વખત મારો ભત્રીજો પ્રેમમાં પડ્યો. પડ્યો તો એવો પડ્યો કે ઉંધે કાંધ પડ્યો. જે કાઈ પુછો તેનો જવાબ શેર શાયરીમાં જ આપે. રાહ જોશું ભાઈ જરૂર રાહ જોશું 🙂
શ્રી અતુલભાઇ,
વધારે પડતી રાહ જોઇ લીધી… લો હાલો હવે અહીં આવી જાઓ… 🙂
http://natkhatsoham.wordpress.com/2011/12/10/mojja_hi_mojja/
હા, હું સદભાવના સાથે છું….
આપનો આભાર