જ્યારે તમને ખબર હોય કે તમે શું કરવા માંગો છો – તમારું કાર્ય કોઈને નુકશાનકારક ન હોય અને તમને પ્રસન્નતા આપનારું હોય ત્યારે લોકો તમારી નીંદા કરે કે વખાણ તેની ચિંતા કર્યા વગર પોતાના કાર્ય પરત્વે ધ્યાન આપવું જોઈએ. ઉત્સાહપૂર્વક પોતાની પ્રકૃતિને અનુસાર કરેલ કાર્યો જીવનમાં તાજગી ભરી દે છે અને સ્વયંને તથા અન્યને આનંદીત કરે છે.