આજનો પ્રશ્ન

આપણી અંદર રહેલ દુષ્ટતાનો વિનાશ કરવા અને આપણી ભીતર રહેલ સાધુતાને રક્ષવા આપણા જીવનમાં કૃષ્ણત્વનું પ્રાગટ્ય કરી શકશું?

Categories: પ્રશ્નાર્થ | Tags: , | 4 Comments

Post navigation

4 thoughts on “આજનો પ્રશ્ન

 1. it’s too difficult to do. we can just try for that

  • આપણા સહિત દુર્યોધનની આ સમસ્યા છે

   જાનામી ધર્મમ ન ચ મે પ્રવૃત્તિ
   જાનામી અધર્મમ ન ચ મે નિવૃત્તિ

   કોઈ પણ કાર્ય કરતી વખતે સહેજ પણ પશુત્વથી ઉપર ઉઠેલા મનુષ્યનો અંતરાત્મા તેને શ્રી કૃષ્ણની માફક દોરશે – તે વખતે આપણા મનનું ધાર્યુ કરવાને બદલે અંતરાત્મા સાથે ઘડીક વાર ચર્ચા કરશું તો જરૂર શું કરવું ને શું ન કરવું તેની દોરવણી મળશે. ત્યાર બાદ પણ મન શ્રેય નહિં સ્વીકારે – પ્રેય તરફ જ દોડશે. તેવે વખતે ફરી પાછા ભગવાન વહારે આવે છે મનને કાબુમા લેવા માટે.

   અભ્યાસેન તુ કૌન્તેય – વૈરાગ્યેણ ચ ગૃહ્યતે

   મન ચંચળ છે, ધાર્યું કરનાર છે, જક્કી છે, બળવાન છે પણ તેને અભ્યાસ અને વૈરાગ્યથી વશમાં કરી શકાય છે.

   આપે કહ્યું તેમ we can just try for that
   બનત બનત બન જાઈ

   અભ્યાસ કરતા કરતા એક દિવસ આપણામાં જરૂર સંપૂર્ણપણે કૃષ્ણત્વ પ્રગટશે. જરૂર છે માત્ર પોતાની જાતમાં શ્રદ્ધા અને વિશ્વાસની અને સાથે ઉત્સાહપૂર્ણ પુરુષાર્થની.

 2. સવારે ઊઠીને નક્કી કરીએ કે આજે હું જે કઈં કરીશ તેની મનમાં નોંધ રાખીશ કે “હું આમ કરૂં છું”.
  કહે છે ને – धूपं दीपम् समर्पयामि – માત્ર ધૂપ અને દીપ સમર્પિત નથી કરવાનાં, મનને સૂચના આપીને એ કાર્ય કરતી વખતે જાગૃત પણ રાખવાનું છે.

  • સાચી વાત છે – ઘણાં બધા કાર્યો આપણે યાંત્રિક રીતે કરતા હોઈએ છીએ. પ્રત્યેક કાર્ય કરતી વખતે સજાગતા આવે તો કાર્ય કરવું કે ન કરવું અને કરવા જેવું હોય તો કેવી રીતે ઉત્કૃષ્ટ કાર્ય થઈ શકે તેની વિચારણા અને નિર્ણય થઈ શકે છે.

   મન બે ધારી તલવાર જેવું છે – તેને જેનો રંગ લગાડીએ તેના રંગમા તે રંગાઈ જાય છે. એક જ મન શ્રેય માં પણ લાગી શકે અને પ્રેયમાં પણ લાગી શકે. આપણો પ્રયાસ જો તેને શ્રેયમાં લગાડવાનો હોય તો કૃષ્ણત્વનું પ્રાગટ્ય થઈ રહ્યું છે તેમ માની શકાય.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: