ભ્રષ્ટાચાર સામેની લડતને ટેકો આપશો?

મિત્રો,

૧. ૭૪ વર્ષના અણ્ણાજી આપણાં બાળકોના ભવિષ્ય માટે લડી રહ્યાં છે. સરકાર જો તેમની ધરપકડ કરશે તો તમે શું ચૂપ બેસી રહેશો કે રસ્તા પર આવીને તમારો વિરોધ પ્રગટ કરશો?

૨. અણ્ણાજીના જન લોકપાલ બીલના સમર્થનમાં અને સરકારી લોકપાલ બીલના વિરોધમાં તા. ૧૫ ઓગષ્ટ ૨૦૧૧ ના રોજ રાત્રે ૮ થી ૯ તમારા ઘરની વીજળી બંધ રાખવા માટે હાકલ કરવામાં આવી છે.

શું તમે ભ્રષ્ટાચાર સામેની લડતને ટેકો આપશો?

Advertisements
Categories: પ્રશ્નાર્થ, ભ્રષ્ટાચાર સામે લડત | ટૅગ્સ: , , | 5 ટિપ્પણીઓ

પોસ્ટ સંશોધક

5 thoughts on “ભ્રષ્ટાચાર સામેની લડતને ટેકો આપશો?

 1. જી, હા. ૧૫મી ઓગષ્ટ ૨૦૧૧ ના રોજ રાત્રે ૮–૦૦ થી ૯–૦૦ દરમ્યાન અમારા ફ્લેટના તમામ વીજળીથી ચાલતા ઉપકરણો બંધ રાખીને માન. અણ્ણાજીના જન લોકપાલ બીલના સમર્થનમાં અને સરકારી લોકપાલ બીલના વીરોધને ટેકો આપ્યો હતો..

 2. ના, જરાયે નહિ, હુ ખોટી રીત ને ટેકો નથી આપતો, નિયમો ઘડવાનુ કામ તો સંસદ નુ છે, કોઈ માણસ ની જીદ નુ નહિ. ”ફક્ત અન્ના” ભલે સાચા હોય પણ એમના નામે ઘણા પાપીઓ તરી જવા માંગે છે એ લોકો પ્રત્યે અન્ના આંખ આડા કાન કેમ કરે છે??? એટ્લે અન્નની લડત હજુ અંધારામાં ઠેબા ખાવા જેવી જ થશે, અને ધારો કે અન્નાની વાત માની લઈને લોકપાલ બીલ પાસ પણ થઈ જાય તો સુપ્રીમ કોર્ટ ને તાળા મારી દેવા કે ???

  …… અને હા આ લડત દેશ માટે નિસ્પક્ષ નથી ફક્ત કોંગ્રેસ વિરોધી જ લાગે છે અને કોંગ્રેસ્ને મોળી પાડવાનુ કામ કરે છે, અને એવુ ન હોત તો અન્ય રાજ્ય સરકારો સમક્ષ કેમ વિરોધ નથી થતો એટલે ભારતના દરેકે દરેક રાજ્યના મુખ્ય મંત્રીઓ વિરુધ્ધ પણ આવો સુર પહેલા ઉઠવો જોઈતો હતો તો કેન્દ્ર આપોઆપ ખરી પડત. જો કે કોંગ્રેસ પણ દુધની ધોયેલી નથી લાગતી. બાકી તો ઉપરવાળો જાણે હુ તો એમને જ પ્રાર્થના કરુ છુ કે “હે પરમપિતા આ દેશને હવે અંધકારમાંથી છોડાવ.”

  • શ્રી રાજેશભાઈ,
   લોકપાલ બીલ વર્ષો પહેલા પસાર કરવાની વાત હતી. વર્ષો સુધી એક પણ સરકારે આ કાર્ય કર્યું નથી. જો અન્નાજીએ આ લડત શરુ ન કરી હોત તો સરકારી લોકપાલ બીલ પણ અમલમાં લાવવાની વિચારણા થાત કે કેમ તે શંકા છે. અત્યારે જે લોકપાલ બીલ પસાર કરવાની વાત છે તે જનહિત માં ક્યાં છે? તેથી ખરેખર આ બીલ નો જે અર્થ સરવો જોઈતો હતો તે તો સરતો નથી. હું તો અન્નાજીને ટેકો એટલે આપુ છું કે દેશમાં એક મર્દ તો પાક્યો કે જે અન્યાય સામે અવાજ ઉઠાવે અને માત્ર પ્રાર્થના અને ઈશ્વરને સહારે બેસી રહેવાનું પસંદ ન કરે.

   ભક્ત બહુ કરગરે તો ઈશ્વર આવીને કહે કે લે ભાઈ આ માચીસ અને દીવાસળી ઘસ એટલે અંધકાર દૂર થશે.

   પ્રભુની કૃપા પુરુષાર્થીઓ પર થાય છે – પ્રાર્થના અને પુરુષાર્થ સાથે થવા જોઈએ.

 3. શ્રી અતુલભાઈ, ધન્યવાદ અને અભિનંદન,

  હુ પણ અણ્ણા માટે ખુબ આદર ધરાવુ જ છુ, એમનો પ્રયાસ અતિ પ્રશંસનીય છે, પણ કહેવાય છે ને કે “દુખે છે પેટ અને કુટે માથુ” એવો ઘાટ ઘડાયો છે, હમણાજ અણ્ણાજીએ કહ્યુ છે “કે બહેનોએ એમના પતિ જો ૧૫ હજાર પગાર હોય ને બદલે ૨૫ હજાર લઈ આવે તો એમનો ઉધડો લઈ નંખવો જોઈએ.” મારો ઈશારો આવા ભ્રષ્ટ વિચાર અને આચાર તરફ જ છે, જ્યાં સુધી લોકો નો આત્મા સ્વામિ વિવેકાનંદજી અથવા સ્વામિ અગ્નિવેશ જેવો ત્યાગ મય અને શુધ્ધાચરણ જેવો નહિ બને ત્યાં સુધી ૧૦૦ અણ્ણા ઓ આવે તો પણ હાશ કારો નહિ વળે….. બાકી,,, અણ્ણા હઝારેજીને અને દેશવાસીઓને ખુબ ખુબ અભિનંદન પુરુષાર્થ માટે…. આગળ જોઈશુ, શુ કરે છે જાનકીનાથ……….!!!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: