આજનું ચિંતન – આગંતુક

તમે પુનર્જનમમાં માનો છો કે નહીં તે કાઈ ખાસ મહત્વનું નથી. તમે આ જન્મમાં સમાજને ઉપયોગી કાર્યો કર્યા? તમે આ જન્મમાં સમાજને નડતા બંધ થયા? તમે આ જન્મમાં પ્રમાદ અને આળસ છોડીને તમારા કર્તવ્ય કર્મો કર્યા? પુનર્જન્મ હશે તો તમને આ કાર્યો ઉપયોગી થશે – નહીં હોય તો યે આ જન્મમાં આનંદથી જીવવા માટે ઉપયોગી થશે. તેથી પુનર્જન્મ છે કે નહીં તેની વ્યર્થ ચર્ચાઓ કરવામાં સમય બગાડવા કરતાં આજનો લ્હાવો લેવો શું વધારે બુદ્ધિમાનીનું કામ નથી?

Advertisements
Categories: ચિંતન | ટૅગ્સ: , | 4 ટિપ્પણીઓ

પોસ્ટ સંશોધક

4 thoughts on “આજનું ચિંતન – આગંતુક

 1. આ જન્મમાં જાણી જોઈને બીજાનું નુકસાન કર્યા વિના જ વિદાય થઈ શકીએ તો પણ ઘણું. ઔનર્જન્માં માનો કેન માનો. સમાજને ઉપયોગી થતાં કોણ રોકે છે? પરંતુ, હું પુનર્જન્મમાં નથી માનતો. ખરો વાંધો એ છે કે અમુક સિદ્ધાંત કયા સામાજિક ઉદ્દેશો પાર પાદવામાં વપરાયો છે. પુનર્જન્મના સિદ્ધાંતમાં હણી ખામીઓ તો છે જ, તે ઉપરાંત એનો ઉપયોગ એક વર્ગની સત્તા ટકાવી રાખવા થયો છે, એ ઐતિહાસિક હકીકત છે. તમે શ્રી રામકૃષ્ણ પરમહંસના અનુયાયી છો એટલે બરાબર સમજી શકશો કે સ્વામી વિવેકાનંદે ધર્મને સમાજની સેવામાં લગાડ્યો, બીજ ગુરુઓ સમાજને ધર્મની સેવામાં લગાડતા હોય છે.

  • મારું કહેવાનું એટલું છે કે પુનર્જન્મમાં માનવા કે ન માનવાથી કોઈ સિદ્ધાંત નથી બની જતો – સત્યના શોધક હોય તેણે તે બાબતે સંશોધન કરવું જોઈએ – સંશોધન કરવાની ઈચ્છા, સમય કે સામર્થ્ય ન હોય તો પોતાની માન્યતા જે હોય તે ચાલુ રાખવી જોઈએ પણ તે માન્યતાને સિદ્ધાંત તરીકે પુરવાર ન કરી શકાય.

   કોઈ વ્યક્તિ એમ કહે કે હું ગુરુત્વાકર્ષણના સિદ્ધાંતમાં નથી માનતો તેમ કહીને દસમા માળથી પડતું મુકે તો શું ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત કામ નહીં કરે?

   સહુને પોત પોતાની માન્યતાઓ ધરાવવાનો અધીકાર છે પણ જો તેને સિદ્ધાંત તરીકે પ્રસ્થાપિત કરવી હોય તો માત્ર લેખ લખે ન ચાલે. નક્કર પુરાવા જોઈએ. એક પણ કીસ્સો જો તે પુરાવાની વિરુદ્ધ જાય તો તે બાબત સિદ્ધાંત ન બની શકે.

   સિદ્ધાંત તે સિદ્ધાંત છે તેનો ઉપયોગ યોગ્ય રીતે ન થતો હોય કે થયો હોય તો વિરોધ દુરુપયોગ કરવાની પદ્ધતી અને દુરુપયોગ કરનારા સામે હોવો જોઈએ નહિં કે સિદ્ધાંત સામે. રીવોલ્વરનો ઉપયોગ રક્ષણ માટે અને ઘાત કરવા માટે તેમ બંને રીતે થઈ શકે. વાંધો રીવોલ્વર સામે નહિં પણ તેના દુરુપયોગ સામે હોવો જોઈએ.

 2. સામાજિક ક્ષેત્રમાં સત્તા મહત્વની હોય છે., એટલે ઘણા સિદ્ધાંતો જ સત્તા અને શોષણને ટકાવી રાખવા બને છે. પિસ્તોલની તમે વાત કરી છે. પણ પિસ્તોલનો એકમાત્ર ઉપયોગ મારવા માટે છે. એનો કોઈ પર છૂટૉ ઘા કરો એ તો એનો દુરુપયોગ થયો! કદાચ તમે એમ કહેવા માગતા હો કે વાળ્ધો રિવૉલ્વર સામે હોવો જોઇએ, વિજ્ઞાન સામે નહીં, તો બરાબર છે.

  • અહીં સિદ્ધાંત અને નીયમ સેળ ભેળ થઈ ગયા છે. એવા કેટલાયે નિયમો છે કે જેનું સંચાલન મનુષ્યોના હાથમાં નથી – મનુષ્ય માત્ર આ નીયમોને સમજી શકે – જે જેટલા પ્રમાણમાં વધુ સમજે તેટલા પ્રમાણમાં તેનો યથાર્થ ઉપયોગ કરી શકે.

   આગ્નિ દઝાડે છે તે સાબીત કરવાની જરૂર નર્હી પડતી કારણ કે તે પ્રત્યક્ષ અનુભવની વાત છે. મૃત્યું પછી શું થાય છે અને મૃત્યું પહેલા શું હતુ તે આજ સુધી સંશોધનનો વિષય રહ્યો છે અને તેથી તેને માટે આપણે કોઈ એક નિયમ જ્યાં સુધી સમજણમાં ન આવે ત્યાં સુધી સ્વીકારી લઈએ અને તેની ઉપર ચર્ચા કર્યા કરીએ અને તે નિયમને સમજવાનો પ્રયાસ ન કરીએ તો તે સમય બગાડવા જેવું થયું ગણાય તેથી તે ચર્ચા કરવા કરતા સત્કાર્ય કરવા કે દુષ્કૃત્યો કરતા અટકવું તે વધારે સલાહભર્યું ગણાય.

   પિસ્તોલનો એક માત્ર ઉપયોગ મારવા માટે છે તે વાત સાથે હું સહમત નથી – પીસ્તોલનો ઉપયોગ સ્વબચાવ માટે પણ છે. આજે વિશ્વના દેશોની શસ્ત્ર દોડ હુમલો કરવા માટે નહીં પણ હુમલો ખાળવા માટેય છે. જ્યારે પ્રજા વીફરે ત્યારે પોલીસ પ્રથમ હવામાં ગોળીબાર કરે છે કે જેનાથી ચેતવણી આપે છે કે જો હવે આ તોફાનો બંધ નહીં થાય તો ખરેખર ગોળી મારવામાં આવશે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: