મિત્રો,
આપણાં જીવનમાં અવનવા બનાવો બનતા રહે છે. મારા જીવનમાં બનેલો એક પ્રસંગ કહુ – એક મારા મિત્ર મને રોજ મળવા આવે અનુકુળતાએ હું યે તેને મળવા જાઉ. અમે બંને અલક મલકની વાતો કરીએ, ગામ-ગપાટા હાંકીએ, ક્યારેક ગમગીન બની જઈએ પણ મોટા ભાગે તો હસતા જ હોઈએ. દિવસમાં એક વખત અમે મળીએ નહીં તો અમને ચેન ન પડે. એક દિવસ એવું બન્યું કે ક્યાંયે સુધી તેની રાહ જોઈ પણ તેના કોઈ સમાચાર નહીં, તેને ફોન કર્યો તો કહે કે બહાર છે. તેની બેઠકે તપાસ કરી તો ત્યાંયે નહીં. જ્યાં જ્યાં તપાસ કરી ત્યાં કહે કે હમણાં અહીં હતા – થોડી વાર પહેલા જ અહીંથી ગયાં. છેવટે રઘવાયા થઈને મેં તેના અંગત ફોન પર કોલ કર્યો અને પુછ્યું કે તું ક્યાં છો? ધડાક લઈને તેણે ફોન કાપી નાખ્યો. થોડી વારે મારતી કારમાં મારી પાસે આવીને કહે કે આજે મારી કાર બગડી ગઈ છે તેથી તને મળવા નથી અવાયું – એમ કહીને સડસડાટ કાર હંકારી મુકી. હું તો અવાચક બનીને જોતો જ રહી ગયો.
જીવન તો વાર્તા કરતાં પણ વધુ વાંકદાર હોય છે!
aisa bhi hota hai!!!!! 🙂
🙂
હોય હોય ! આવા મૂડી મિત્રો હોય તો જ જીવનની મજા છે.