પુસ્તક: જીવન ઘડતરની કળા
લેખક: સ્વામી જગદાત્માનંદ (મુળ પુસ્તક કન્નડ ભાષામાં – ’બદુક્લુ કલિયરિ’)
અંગ્રેજીમા અનુવાદ: Gospel of the Life Sublime’, રામકૃષ્ણ મિશન, સિંગાપુર
અંગ્રેજીમાં ફરીથી: ’Learn to Live – Vol.1′ , રામકૃષ્ણ મઠ, ચેન્નઈ
હિન્દિ ભાષામાં: ’जीना सीखो’, અદ્વૈત આશ્રમ, કોલકાતા
હિન્દિ પુસ્તકનો ગુજરાતી અનુવાદ ૨૦૦૩ થી ૨૦૦૬ સુધીના ગુજરાતી માસિક ’શ્રી રામકૃષ્ણ જ્યોત’ માં ધારાવાહિક રૂપે પ્રકાશિત થયેલ.
પ્રકાશક: સ્વામી ધ્રુવેશાનંદ, અધ્યક્ષ, શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ – ૩૬૦ ૦૦૧.
કોપી રાઈટ: સર્વ હક્ક પ્રકાશકને સ્વાધીન
આ પોસ્ટમાં પાંચ પ્રકરણ છે.
૧. સૂર્યને આલોક આપનાર જ્યોતિ
૨. અદભુત છતાં સત્ય
૩. શું આ ચેતનાની અમર જ્યોતિ નથી ?
૪. શું આ ચેતનાની શાશ્વત જ્યોતિ નથી?
૫. સ્વામી વિવેકાનંદની ગર્જના
આ પોસ્ટમાં મને સહુથી વધારે ગમેલો વિચાર આ છે :-
આપણે આ મહામહિમાવાન આત્મા પર વિશ્વાસ રાખવો પડશે, એ વિશ્વાસથી જ શક્તિ સાંપડશે. તમે જે કંઈ ધારશો તે બની જશો. જો તમે તમારી જાતને દુર્બળ માનશો તો તમે દુર્બળ બની જશો; બળવાન માનશો તો બળવાન બની જશો; અને શૂદ્ધ માનશો તો શુદ્ધ બની જશો. – સ્વામી વિવેકાનંદ
આપને સહુથી વધુ ગમેલો એક અને માત્ર એક વિચાર જણાવશો.
મને સહુથી વધારે ગમેલો વિચાર આ છે
— શુદ્ધ ચૈતન્ય, સ્વર્ણિમ સ્વપ્રકાશ તત્વ આત્માનો પ્રકાશ છે….. આત્મા સ્વયં સ્વપ્રકાશ છે.