જીવન ઘડતરની કળા – (૨/૫)

પુસ્તક: જીવન ઘડતરની કળા

લેખક: સ્વામી જગદાત્માનંદ (મુળ પુસ્તક કન્નડ ભાષામાં – ’બદુક્લુ કલિયરિ’)

અંગ્રેજીમા અનુવાદ: Gospel of the Life Sublime’, રામકૃષ્ણ મિશન, સિંગાપુર

અંગ્રેજીમાં ફરીથી: ’Learn to Live – Vol.1′ , રામકૃષ્ણ મઠ, ચેન્નઈ

હિન્દિ ભાષામાં: ’जीना सीखो’, અદ્વૈત આશ્રમ, કોલકાતા

હિન્દિ પુસ્તકનો ગુજરાતી અનુવાદ ૨૦૦૩ થી ૨૦૦૬ સુધીના ગુજરાતી માસિક ’શ્રી રામકૃષ્ણ જ્યોત’ માં ધારાવાહિક રૂપે પ્રકાશિત થયેલ.

પ્રકાશક: સ્વામી ધ્રુવેશાનંદ, અધ્યક્ષ, શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ – ૩૬૦ ૦૦૧.

કોપી રાઈટ: સર્વ હક્ક પ્રકાશકને સ્વાધીન



Categories: શ્રી રામકૃષ્ણ મીશન | Tags: , , , , | 2 Comments

Post navigation

2 thoughts on “જીવન ઘડતરની કળા – (૨/૫)

  1. આ પોસ્ટમાં એક પ્રકરણ છે.

    અંતરનાં ઊંડાણમાં
    ———————
    * મન, બુદ્ધિ, અહં તથા આત્મા આ ચારેય મળીને વ્યક્તિનું આંતરિક પર્યાવરણ રચે છે. વસ્તુત: આ જ તત્વો માનવના સમસ્ત ક્રિયાકલાપોનું મૂળ છે. મનુષ્યના આંતરિક પર્યાવરણની કેવી અવસ્થા છે? શું એના આંતરિક પરિવેશમાં પ્રદૂષણ ઘટી રહ્યું છે ખરું? બીજા શબ્દોમાં કહીએ તો શું આપણે આ આંતરિક પરિવેશ પર નિયંત્રણ કરી શકીએ છીએ ખરા? આ નિયંત્રણ પ્રાપ્ત કરવા શું કોઈ સિદ્ધાંત છે ખરા? અને જો હોય તો એ ક્યા સિદ્ધાંતો છે?

    * અતિજ્ઞાન, અતિનિપુણતા અને અતિશક્તિ જો પવિત્રતા રહિત હોય તો તે માનવને દાનવ બનાવી દે છે.

    * પ્રાચીન ૨૧ સંસ્કૃતિઓમાંથી ૧૯નો વિનાશ બાહ્ય આક્રમણોથી નહિ પરંતુ માનવનાં નૈતિક મૂલ્યોના પતનથી થયો છે. – આર્નોલ્ડ ટોયમ્બી

    * ઉધ્યોગ તથા ટેકનીકલ ક્ષેત્રમાં ઊંચે ને ઊંચે ઊડનારા દેશો અત્યંત તીવ્રતાથી આધ્યાત્મિક સર્વનાશ તરફ આગળ વધી રહ્યા છે. એલેક્સિસ કૈરલ ભારપૂર્વક કહે છે: ’સભ્યતા કે સંસ્કૃતિનું લક્ષ્ય વિજ્ઞાન અને યંત્રોની નહિ પરંતુ માનવીની પ્રગતિ છે.’

    * ’વીસમી સદીના મનોરોગ લક્ષ્યહીનતા, અર્થહીનતા, મૂલ્યહીનતા, ખાલીપણું અને શૂન્યતાનું ફળ છે. – ટી એમ થોમસ

    * સ્વરૂપનું કે લક્ષ્યનું જેને જ્ઞાન નથી થયું એવા મનુષ્યની મૂંઝવણ :-
    પરાયાપણાના ભયે હ્રદયને ચીરી નાખ્યું છે,
    જીવન મૃત્યુની જાળમાં ફસાઈ રહ્યું છે.
    બુદ્ધિ બાહ્યજગતમાં અહીંતહીં ભટકી રહી છે,
    હે મા, તમારા આ દાસની રક્ષા કરો, રક્ષા કરો.

    * માખીઓની મૂછો અને કીટકોના પદચિહ્નોનું એને પૂરું જ્ઞાન છે.
    પરંતુ પોતાના આત્માને જાણવાનો લાંબો સંઘર્ષ શું એનું લક્ષ્ય નથી ?
    શોધ અને અનુસંધાનમાં વિરામનો સમય જ ક્યાં છે?
    ભણો, ભણો, વધુ ભણો પણ જ્ઞાન છે કોરું કટ !

    ઘણા મોટા આશ્ચર્યની વાત છે કે આજે વિજ્ઞાન પોતે જ મનના સ્વરૂપને સમજવામાં આપણને મદદ કરી રહ્યું છે. અનેક વૈજ્ઞાનિકો પોતાના વ્યક્તિગત અનુભવ, પ્રયોગ તથા નિરીક્ષણોના આધારે માનવમનમાં છુપાયેલી અસીમ શક્તિ વિશે વધુ ને વધુ જાણકારી પ્રાપ્ત કરી રહ્યાં છે.

  2. Hiren

    nice very good

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: