જીવન ઘડતરની કળા – (૨/૧-૪)

પુસ્તક: જીવન ઘડતરની કળા

લેખક: સ્વામી જગદાત્માનંદ (મુળ પુસ્તક કન્નડ ભાષામાં – ’બદુક્લુ કલિયરિ’)

અંગ્રેજીમા અનુવાદ: Gospel of the Life Sublime’, રામકૃષ્ણ મિશન, સિંગાપુર

અંગ્રેજીમાં ફરીથી: ’Learn to Live – Vol.1′ , રામકૃષ્ણ મઠ, ચેન્નઈ

હિન્દિ ભાષામાં: ’जीना सीखो’, અદ્વૈત આશ્રમ, કોલકાતા

હિન્દિ પુસ્તકનો ગુજરાતી અનુવાદ ૨૦૦૩ થી ૨૦૦૬ સુધીના ગુજરાતી માસિક ’શ્રી રામકૃષ્ણ જ્યોત’ માં ધારાવાહિક રૂપે પ્રકાશિત થયેલ.

પ્રકાશક: સ્વામી ધ્રુવેશાનંદ, અધ્યક્ષ, શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ – ૩૬૦ ૦૦૧.

કોપી રાઈટ: સર્વ હક્ક પ્રકાશકને સ્વાધીન



Advertisements
Categories: શ્રી રામકૃષ્ણ મીશન | ટૅગ્સ: , , , , | 1 ટીકા

પોસ્ટ સંશોધક

One thought on “જીવન ઘડતરની કળા – (૨/૧-૪)

  1. આ પોસ્ટમાં ચાર પ્રકરણ છે. આજથી આ પુસ્તકનો બીજો અને છેલ્લો અધ્યાય “તમારી ભીતર અનંત શક્તિ રહેલી છે” શરુ થાય છે.

    ૧. પ્રત્યેક અણુમાં અનંત શક્તિ છે.
    ————————————–
    * ખરેખર વૈજ્ઞાનિકોએ આપણા ઈન્દ્રિય ગ્રાહ્ય ભૌતિક જગતનાં અસંખ્ય રહસ્યોને ખુલ્લાં કરી દીધાં છે. જે વિલક્ષણ યંત્રે આ શોધો કરી તેને ’માનવમન’ કહે છે. શું વૈજ્ઞાનિકો એ આમ આ ’મનનું’ રહસ્ય પણ જાણી લીધું છે ખરું? શું વૈજ્ઞાનિકો એના ગહન ઊંડાણ સુધી જઈ શક્યા છે ખરા? અસંખ્ય વસ્તુઓ વિશે મનુષ્યના અસીમિત જ્ઞાનનો સ્ત્રોત ક્યો છે? આ બધું જ્ઞાન તેને અનુમાન, વિચાર, નિરીક્ષણ, પ્રયોગ પરીક્ષણ તેમજ વિશ્લેષણ અને ચર્ચા દ્વારા પ્રાપ્ત થયું છે. બીજા શબ્દોમાં કહીએ તો આ જ્ઞાન ’મન’ રૂપી યંત્રમાંથી સાંપડ્યું છે. શું આ માનવીય મનની વિશાળ અને અનંત શક્તિને સાબિત નથી કરતું?

    ૨. બિંદુમાં જ સિંધુ સમાયેલો છે
    ———————————-
    * ’માનવમન ગણિતના અમૂર્ત ચિંતનના આધારે કરેલી કલ્પના દ્વારા અતિ સૂક્ષ્મ ઈલેક્ટ્રોન્સ તથા સુદૂર અંતહિનમાં આવેલ તારાને એકી સાથે સમજી શકે છે.’ – ડોક્ટર એલેક્સિસ કૈરલ

    * ’આકાશમાં વિશ્વ મને ઘેરીને એક બિંદુ બનાવી દે છે. પરંતુ ચિંતનથી હું આ વિશ્વને સમજી જાણી લઉ છું.’ – પાસ્કલ

    * એક વાત નિશ્ચિત છે કે જીવન તથા અસ્તિત્વના અર્થ નિર્ધારિત કરવા અને માનવજીવનના લક્ષ તથા મહત્વને સમજવા માટે ગ્રહો તેમજ તારા મંડળમાંના રહસ્યને જાણવું એ પુરતું નથી, એને માટે માનવમનનાં ઊંડાણોમાં નિહિત તત્વના સ્વરૂપ તથા તેના સ્વભાવનું સૂક્ષ્મજ્ઞાન પ્રાપ્ત કરવું પડશે અને એની ક્રીયાઓનાં વિધાનોને સમજવા પડશે.

    ૩. રહસ્યની ચાવી
    ——————–
    * માનવમન અસીમ ઊર્જાનો કોષ છે. મનુષ્ય જે કંઈ પણ ચાહે તે મેળવી શકે છે. એના માટે કંઈ પણ અસાધ્ય નથી. અરેરે ! માનવને પોતાને જ વિશ્વાસ નથી આવતો કે એની ભીતર આટલી મોટી શક્તિ રહેલી છે. એણે પોતાના વિશે એક એવી હીનભાવના ઊભી કરી લીધી છે કે તે હીનભાવનાથી ક્યારેય મુક્ત ન થઈ શકે. જાણે કે તે પોતાની હથેળીઓથી આંખોને ઢાંકીને અંધકાર હોવાની ફરિયાદ કરતો રહે છે.

    ૪. બાહ્યજગત
    —————
    * અનેક વૈજ્ઞાનિકો ભલે પછી એ મોડું મોડું હોય પણ તેઓ એવો અનુભવ કરે છે કે મનની નિરંતર બહિર્મુખી ગતિને કારણે તેના ભીતરી સ્વરૂપનાં અનેક પાસાનું જ્ઞાન મેળવી શકાતું નથી અને એ જ્ઞાન કેવળ ધ્યાનના અભ્યાસ દ્વારા જ જાણી શકાય.

    * આપણે માનવું જ પડશે કે અન્વેષણાત્મક શક્તિ તથા બૌદ્ધિક ક્ષમતા ગતકાળના કોઈ પણ સમયગાળા કરતાં અપેક્ષાથી વધારે ગહનતા અને ઊંચાઈ સુધી પહોંચી છે. પરંતુ સચ્ચાઈ, ન્યાય, ભાઈચારો, પરસ્પરનો સદભાવ, સહયોગ, શાંતિ તેમજ સહનશીલતાથી પરિપૂર્ણ એવા સુંદર જગતની રચના કરવી એ શું એના હાથોમાં નથી?

    * માનવનાં વર્તમાન દુ:ખકષ્ટને એક કવિએ આ શબ્દોમાં વ્યક્ત કર્યાં છે:
    માનવ માનવથી ડરે છે,
    સર્વત્ર ફેલાયું છે આશંકાનું સામ્રાજ્ય,
    શાંતિના પડદા પાછળ ચાલે છે ક્રાંતિનું કાવતરુ !
    દેશભક્તિના સ્વાંગમાં છુપાયેલી છે,
    આપણે ક્યારેય ન સાંભળેલી નીચતા અને દાનવલીલા !
    જીવનને કચડતાં ભારે ભારેખમ રાષ્ટ્ર
    અને પશ્ચિમની ક્ષિતિજે ઊંચે ઊંચે ઊઠતી રક્તમયી જ્વાલાઓનું તો કહેવું શું !
    ઉઘાડે છોગ ચાલે છે ગોળીઓનો વરસાદ,
    સર્વત્ર છાયો છે યુદ્ધોન્માદનો ઉદ્વેગ !

    * વૈજ્ઞાનિકોનાં અનેક સંશોધનો કે શોધોએ બાહ્ય પ્રકૃતિ પર નિયંત્રણ મેળવવામાં આપણને સહાયતા કરી છે. આપણે બાહ્ય વિકાસ તથા પ્રગતિના પથે ખૂબ આગળ વધી રહ્યા છીએ એ વાત નિ:સંદેહ છે, પરંતુ મનના ક્ષેત્રમાં પણ એને અનુરૂપ વિકાસ કે ઉન્નતિ થયાં છે ખરાં ?

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: