જીવન ઘડતરની કળા – (૧/૪૫-૪૭)

પુસ્તક: જીવન ઘડતરની કળા

લેખક: સ્વામી જગદાત્માનંદ (મુળ પુસ્તક કન્નડ ભાષામાં – ’બદુક્લુ કલિયરિ’)

અંગ્રેજીમા અનુવાદ: Gospel of the Life Sublime’, રામકૃષ્ણ મિશન, સિંગાપુર

અંગ્રેજીમાં ફરીથી: ’Learn to Live – Vol.1′ , રામકૃષ્ણ મઠ, ચેન્નઈ

હિન્દિ ભાષામાં: ’जीना सीखो’, અદ્વૈત આશ્રમ, કોલકાતા

હિન્દિ પુસ્તકનો ગુજરાતી અનુવાદ ૨૦૦૩ થી ૨૦૦૬ સુધીના ગુજરાતી માસિક ’શ્રી રામકૃષ્ણ જ્યોત’ માં ધારાવાહિક રૂપે પ્રકાશિત થયેલ.

પ્રકાશક: સ્વામી ધ્રુવેશાનંદ, અધ્યક્ષ, શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ – ૩૬૦ ૦૦૧.

કોપી રાઈટ: સર્વ હક્ક પ્રકાશકને સ્વાધીનCategories: શ્રી રામકૃષ્ણ મીશન | Tags: , , , , | 1 Comment

Post navigation

One thought on “જીવન ઘડતરની કળા – (૧/૪૫-૪૭)

 1. આ પોસ્ટમાં ૩ પ્રકરણ છે. આ ત્રણ પ્રકરણને અંતે પ્રથમ અધ્યાય “છુપાયેલું સત્ય” પૂર્ણ થાય છે.

  ૧. પદદલિતોના સાહસિક નાયક
  ——————————-
  • ’હું આટલું શીખ્યો છું કે, જીવનમાં સફળતા પ્રાપ્તિ પદવીથી નહીં પરંતુ જેને પાર કરીને એક વ્યક્તિ સફળ થઈ હોય એવી મુશ્કેલીઓથી માપી શકાય છે. બીજાના માટે અધિક પ્રયાસ કરનારા લોકો જ સૌથી વધુ સુખી છે. જે લોકો બીજાને જરાય મદદ નથી કરતા તેઓ સર્વાધિક દુ:ખી છે.’ – બુકર ટી વોશિંગ્ટન
  • આ દલિત નેતાએ પોતાની શાળાના ઉદાહરણ દ્વારા એ બતાવી આપ્યું છે કે શિક્ષણનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને નોકરીની શોધ માટે કચેરીઓના પગથિયાં ઘસનારા ભિખારી બનાવવાનો નથી. એમણે એ વિદ્યાર્થિઓને ઉદ્યમ, સ્વાધીનતા, ઉત્સાહ તેમજ પરિશ્રમની આધારશીલા પર પોતાનું જીવન ઘડતર કરવાની પ્રેરણા આપી.
  • ’અનેક સ્થળે લોકોને મળીને મેં જોયું તો બીજાના હિતાર્થે સૌથી વધુ કર્મ કરવાવાળા જ સૌથી વધુ સુખી હોય છે અને સૌથી ઓછું કર્મ કરવાવાળા સૌથી દુ:ખી હોય છે. હું એ શીખ્યો છું કે નિર્બળને કરેલી સહાય મદદ કરનારને સબળ બનાવે છે અને એ દીન લોકોને સતાવનારા દુર્બળ બને છે. જો પ્રત્યેક વ્યક્તિ પોતાના જીવનના એકેએક દિવસ અત્યંત ઉપયોગી રૂપે પસાર કરવાનો નિર્ણય કરે તો એટલે કે એવાં કાર્ય કરવાનો પ્રયાસ કરે કે જેનાથી તેની પવિત્રતા, નિ:સ્વાર્થતા અને ઉપયોગીતામાં વધુને વધુ વૃદ્ધિ થતી રહે તો એનું જીવન સદૈવ ઉત્સાહ અને પ્રેરણાથી પરિપૂર્ણ રહેશે. એ કાળો હોય કે ગોરો મને એ વ્યક્તિ ઉપર દયા આવે છે કે જેણે બીજા લોકોના જીવનને ઉપયોગી તથા સુખી બનાવવાથી નિષ્પન્ન થતા સંતોષ અને આનંદનો અનુભવ નથી કર્યો.’ – બુકર ટી વોશિંગ્ટન

  ૨. પાવલોવનો અંતિમ સંદેશ
  —————————-
  • ’તીવ્ર ઈચ્છા અને ધીર ગતિ’ – પાવલોવનો અંતિમ સંદેશ
  • આપણી ભીતર અનંત ક્ષમતા છે છતાં પણ તૈયારી વિના આપણે દોડની સ્પર્ધામાં ભાગ લઈ શકતા નથી. આપણે આપણી પોતાની વર્તમાન અવસ્થામાંથી બહાર આવવું જ પડશે. આપણે પોતાના બળ અને ક્ષમતાને માપવાં પડશે અને એ જાણવું પડશે કે આપણે એમને કેટલી હદ સુધી અને કેવી રીતે વધારી શકીએ છીએ. પોતાના બળને માપ્યા વિના જો આપણે બીજાની નકલ કરીને નીકળી પડીએ તો આપણે લંગડાઈને પડી જવું પડશે. આવી રીતે પડનારા ક્યારેક મેદાનને દોષ દે છે. આવા લોકો પોતાના દોષને ઉજળા બતાવીને પોતાનાથી આગળ નીકળી જનારા પ્રત્યે દ્વેષભાવ રાખશે તો તેમણે હજુ વધુ દુ:ખકષ્ટ સહેવાં પડશે. આવું બધું ધૈર્યના અભાવે થાય છે. આગળ વધવા ઈચ્છતા માનવમાં ધૈર્યના ગુણ જરૂરી છે.
  • ’જ્યાં સુધી છોડમાં ફળ નથી આવતા ત્યાં સુધી ધૈર્યપૂર્વક રાહ જુઓ. અત્યારે ભોજનનો સંગ્રહ કરો, એને પછીથી તમારે ભોજનમાં લેવાનું છે. મુશ્કેલીઓમાં હારો નહિ. ધૈર્ય રાખો અને દુર્જનનાં વાક્યો સહન કરો. શીતળ જળના છંટકાવથી ઉફાણે ચડેલું દૂધ શાંત થઈ જાય છે એવી રીતે તમે શાંત થઈ જાઓ.’ – સંત સ્વામી વાદીરાજ
  • જીવનમાં આપણે બધાએ કોઈને કોઈ સમસ્યા ઉકેલવી પડે છે. સંકટના સમયે કેટલાક લોકો પૂરેપૂરા નિરાશ-હતાશ થઈ જાય છે. તેઓ બીજા પર દોષારોપણ કરીને દિલાસો મેળવે છે. કેટલાક લોકો તો સમસ્યાનું સમાધાન ન થતાં આપઘાત પણ કરી લે છે. માનવજીવનમાં સુખ કે દુ:ખ તો આવવાનાં જ છે. જીવનમાં સમસ્યાઓ આવે ત્યારે આપણે નિરાશ થયા વિના એમના પડકારને ઝીલીને એ સમસ્યાનું કારણ જાણીને ધૈર્યપૂર્વક એના પર વિજય મેળવવો પડશે.
  • પરમ સત્યવાદી, મહાન તથા પરોપકારી લોકો પણ આલોચના અને બદનામીથી બચી શકતા નથી, તો પછી સામાન્ય લોકોની તો વાત જ શું કરવી? બધા ખોટા આરોપો કે આલોચનાઓને સહન કરવાની જરૂર નથી. જ્યાં પ્રતિરોધ કરવો ઉચિત હોય, પ્રતિભાવ કે પ્રતિક્રિયા સ્વાભાવિક હોય ત્યાં એમને વ્યક્ત કરવાં એ કર્તવ્ય છે. પરંતુ આપણે દરેક નાની વાતો પર ક્રોધે ભરાઈને કે તેનું નિરાકરણ કરવાનો પ્રયાસ કરવો એ નરી મૂર્ખતા છે. આ અપમાનના આધારને સત્ય જ સમાપ્ત કરી શકે.

  ૩. જાગો ! ઊઠો !
  —————–
  • પ્રકૃતિ ક્યારેક ક્યારેક વીરોના માર્ગમાં પણ મોટાં મોટાં વિઘ્નો ઊભાં કરી દે છે, પરંતુ જ્યારે આપણે ધૈર્ય, આત્મવિશ્વાસ, અથાક પ્રયાસ તેમજ દૃઢ મનોબળ સાથે એ બધાંનો સામનો કરીએ છીએ ત્યારે આપણે વિજયના શિખર સર કરીએ છીએ. લિયોનાર્ડો દ વિન્ચિના આ શબ્દો પૂર્ણરૂપે સાચા છે : ’હે ઈશ્વર ! તમે અમારા પ્રયત્નોના બદલામાં જ અમને કંઈક આપો છો.’

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: