જીવન ઘડતરની કળા – (૧/૩૩-૩૬)

પુસ્તક: જીવન ઘડતરની કળા

લેખક: સ્વામી જગદાત્માનંદ (મુળ પુસ્તક કન્નડ ભાષામાં – ’બદુક્લુ કલિયરિ’)

અંગ્રેજીમા અનુવાદ: Gospel of the Life Sublime’, રામકૃષ્ણ મિશન, સિંગાપુર

અંગ્રેજીમાં ફરીથી: ’Learn to Live – Vol.1′ , રામકૃષ્ણ મઠ, ચેન્નઈ

હિન્દિ ભાષામાં: ’जीना सीखो’, અદ્વૈત આશ્રમ, કોલકાતા

હિન્દિ પુસ્તકનો ગુજરાતી અનુવાદ ૨૦૦૩ થી ૨૦૦૬ સુધીના ગુજરાતી માસિક ’શ્રી રામકૃષ્ણ જ્યોત’ માં ધારાવાહિક રૂપે પ્રકાશિત થયેલ.

પ્રકાશક: સ્વામી ધ્રુવેશાનંદ, અધ્યક્ષ, શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ – ૩૬૦ ૦૦૧.

કોપી રાઈટ: સર્વ હક્ક પ્રકાશકને સ્વાધીનAdvertisements
Categories: શ્રી રામકૃષ્ણ મીશન | ટૅગ્સ: , , , , | 2 ટિપ્પણીઓ

પોસ્ટ સંશોધક

2 thoughts on “જીવન ઘડતરની કળા – (૧/૩૩-૩૬)

 1. આ પોસ્ટમાં ચાર પ્રકરણ છે.

  ૧. પરિવેશનો પ્રભાવ
  ——————–
  • ઉચિત માર્ગદર્શનનો અભાવ અને સાથે સુધારણાની તીવ્ર ઈચ્છાથી ઉત્પન્ન પ્રયત્ન ન થતાં જીવન નિરર્થક બની જાય છે.
  • ૬૦ વર્ષ સુધી કરેલા પ્રયોગ અને શોધના આધારે ડંકને ઘોષણા કરી કે સારી ટેવો દ્વારા જૂની ખરાબ આદતો પર વિજય મેળવી શકાય છે.

  ૨. નાયકપૂજા, જ્ઞાનપ્રાપ્તિ અને ઉન્નતિ
  ————————————-
  • જો સાચા હ્રદયથી કોઈ વ્યક્તિ પ્રત્યે તમને પ્રેમ અને આદરભાવ હોય તો તમે નિશ્ચિત રૂપે તેના ગુણો તથા આદર્શોની પ્રાપ્તિ કરી શકો.
  • ઉંમર વધવાની સાથે એ બાબત મારા મનમાં સ્પષ્ટ થતી જાય છે કે સભ્ય લોકોના સંગમાં રહેવાથી આપણને જે જ્ઞાન અને કેળવણી મળે છે એવાં જ્ઞાન કે કેળવણી કોઈ પણ પુસ્તક કે યંત્ર દ્વારા પ્રાપ્ત કરી શકાતી નથી.’ – બુકર ટી. વોશિંગ્ટન
  • ’સત્સંગ મધ સમાન છે અને કુસંગ નાળામાં વહેતા ગંદા પાણી જેવો છે.’ – કવિ સર્વજ્ઞ

  ૩. ત્રણ વર્ષની ઉંમરે જ્ઞાન
  ————————-
  • મનોવૈજ્ઞાનિકો કહે છે કે સંસારમાં જન્મ લેતાણ જ શિશુ શીખવા લાગે છે. આપણાં ઘરનાં વડીલો કહે છે કે શિશુ તો માના ગર્ભમાંથી જ શીખવા લાગે છે. અર્થાત એમાં પણ માનાં સુખદુ:ખ, રુચિ તથા ભાવોની પ્રતિક્રિયા થાય છે અને એને અનુરૂપ તેનું ચારિત્ર્ય તથા વ્યક્તિત્વ બને છે. માનાં પ્રેમ તથા પ્રયત્નથી વંચિત બાળકના પુખ્ત વ્યક્તિત્વ વિકાસમાં કેટલાક મુખ્ય ગુણ બાકી રહી જાય છે.
  • બાળક માત્ર શબ્દોની જ નકલ કરે છે એવું નથી પરંતુ, માતાપિતાના બધાં વ્યવહારો અને કાર્યોની પણ નકલ કરે છે. એમનાં રુચિઓ, ધારણાઓ, શુભ-અશુભભાવ, ધર્મવિષયક કટ્ટરતા કે સંકીર્ણ દૃષ્ટિકોણને બાળક અપનાવી લે છે. બાળકના ભવિષ્યનું ઘડતર કરવામાં ઘરના વડીલોના આચરણનું મહત્વ કેટલું છે એનાથી ઘણા લોકો પરિચિત નથી.

  ૪. બાળકોની ઉન્નતિ
  ——————–
  • મોટા દુ:ખની વાત એ છે કે આપણાં બાળકોના જીવનના સર્વોત્ત્મ વિકાસના સમયે જેના દ્વારા સારા ચારિત્ર્યનું ઘડતર થાય તેવાં તત્વ તેઓ પામતા નથી. આ બાબત કેળવણીકારો તથા માતપિતાની અસહાય અવસ્થા કે દૂરદર્શિતાનો અભાવ દર્શાવે છે. જેમણે ઉત્તમ ચારિત્ર્ય, ઉત્તમ વિચાર તેમ જ ઉત્તમ સંસ્કૃતિના વિકાસમાં સારી આદતોની ભૂમિકાનું મહત્વ જાણ્યું હોય કેવળ એવા લોકો જ આ વાતને સમજી શકશે.
  • આટલું સ્પષ્ટ છે કે માતપિતા તથા બાળકોના ભણતર-ગણતર સિવાય સાંસ્કૃતિક તેમજ આધ્યાત્મિક મૂલ્યોના વિકાસ પર આપણે ધ્યાન આપવું પડશે.
  • ખાનગી કે સાર્વજનિક સ્વચ્છતા, અજ્ઞાપાલન, સમયનું પાલન, નિયમિતતા, કાર્યક્રમોની સહયોગની ભાવનાથી સામેલ થવું, મોટેરાનો આદર કરવો, સહાનુભુતિ, સંયમભરેલું આચરણ, અતિથિસત્કાર, ભલાઈ કે સારાની મુક્તપણે પ્રશંસા વગેરે ગુણોનો જીવનમાં વિકાસ અનુભવી અને આંતદૃષ્ટિવાળા લોકોના માર્ગદર્શનથી જ શક્ય બને છે. જે શિક્ષણ વ્યક્તિ તેમજ સમાજના કલ્યાણ માટે ઉપયોગી થાય તેવા ગુણો આપી શકતું નથી તે શિક્ષણ અધૂરું તો છે જ પણ સાથે ને સાથે ભયંકર પણ છે.

 2. i will try to change my habit and life.
  Thank you.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: