જીવન ઘડતરની કળા – (૧/૨૯-૩૨)

પુસ્તક: જીવન ઘડતરની કળા

લેખક: સ્વામી જગદાત્માનંદ (મુળ પુસ્તક કન્નડ ભાષામાં – ’બદુક્લુ કલિયરિ’)

અંગ્રેજીમા અનુવાદ: Gospel of the Life Sublime’, રામકૃષ્ણ મિશન, સિંગાપુર

અંગ્રેજીમાં ફરીથી: ’Learn to Live – Vol.1′ , રામકૃષ્ણ મઠ, ચેન્નઈ

હિન્દિ ભાષામાં: ’जीना सीखो’, અદ્વૈત આશ્રમ, કોલકાતા

હિન્દિ પુસ્તકનો ગુજરાતી અનુવાદ ૨૦૦૩ થી ૨૦૦૬ સુધીના ગુજરાતી માસિક ’શ્રી રામકૃષ્ણ જ્યોત’ માં ધારાવાહિક રૂપે પ્રકાશિત થયેલ.

પ્રકાશક: સ્વામી ધ્રુવેશાનંદ, અધ્યક્ષ, શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ – ૩૬૦ ૦૦૧.

કોપી રાઈટ: સર્વ હક્ક પ્રકાશકને સ્વાધીનAdvertisements
Categories: શ્રી રામકૃષ્ણ મીશન | ટૅગ્સ: , , , , | 1 ટીકા

પોસ્ટ સંશોધક

One thought on “જીવન ઘડતરની કળા – (૧/૨૯-૩૨)

 1. આ પોસ્ટમાં ચાર પ્રકરણ છે.

  ૧. વિચાર, અભ્યાસ વિચારોની શક્તિ
  ————————————
  • આ વાત સ્પષ્ટ છે કે વિચાર તથા ભાવ મનુષ્યના જીવનને પ્રભાવિત કરનારાં સર્વાધિક મહત્વપૂર્ણ તત્વ છે.
  • જે જેવો છે, તે એવાને જ આકર્ષે છે, એવું જ એને મળે છે, એ એવો જ બની જાય છે.
  • આજે આપણે જે કંઈ છીએ તે આપણા વિચારોના ફળ સ્વરૂપે છીએ. આપણી વર્તમાન અવસ્થાનો આધાર આપણા વિચાર છે. જેમનાં વચન તથા કર્મ સદવિચારોથી પ્રેરિત હોય છે, સુખ એમની પાછળ પડછાયાની જેમ ચાલે છે. જો કોઈ માણસ કુવિચારોને આશ્રય આપીને એ પ્રમાણે કર્મો કરે તો રથના પૈડાં જેમ ઘોડાની પાછળ પાછળ ચાલે તેમ દુ:ખ એની પાછળ ચાલે છે. – ગૌતમ બુદ્ધ
  • ભાવ તથા વિચાર, તરંગો કે બીજા કોઈ અન્ય રૂપે કોઈ એમને ધારણ કરી શકે એવા મનની ખોજમાં વિચરતા રહે છે. – શ્રી અરવિંદ
  • ઉત્સાહરુચિપૂર્વક બીજાના દોષ જોવાથી તમારું મન પણ દુર્વિચારોથી ભરાઈ જશે. તે બીજાના કચરા ભર્યા રહે તેવી કચરાપેટી બની જશે.
  • સુવા માટે સારી આશાઓ, પ્રેમ તથા ક્ષમાનો તકીયો બનાવો તો તમે ઘણા આનંદ અને ઘણી પ્રસન્નતા સાથે ઊઠી શકશો.

  ૨. અભ્યાસનો ચમત્કાર
  ———————-
  • કેવળ ઈચ્છવાથી જ નવી આદત મળી જતી નથી. એને પોષિત કરવા તથા એને સુદૃઢ બનાવવા માટે અથક અને નિયમિત અભ્યાસ આવશ્યક છે.

  ૩. ટેવ અને પરિવેશ – તમારી ટેવો જ તમારું વ્યક્તિત્વ છે
  ——————————————————–
  • ઘણા લોકો ટેવોની આ મોટી સંયમશક્તિ વિશે બહુ જાણતા નથી. જ્યારે આપણે કોઈ જટિલ કે સંકટપૂર્ણ પરિસ્થિતિમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે આપણી કુટેવો જ આપણા સામે અવરોધ ઉત્પન્ન કરે છે.

  ૪. ટેવ અને ચારિત્ર્ય ઘડતર
  —————————
  • આપણું પ્રત્યેક કાર્ય સરોવરમાંના તરંગ જેવું છે. આ તરંગો થોડા સમય સુધી રહીને લુપ્ત થઈ જાય છે. પરંતુ આપણાં વિચાર, ભાવના તથા કર્મ થોડા સમય પછી લુપ્ત થતાં લાગતાં હોવા છતાં પણ મનના અતલ ઊંડાણમાં પોતાની સ્થાયી છાપ છોડી જાય છે. એને સંસ્કૃતમાં ’સંસ્કાર’ કહે છે. આવા સેંકડો સંસ્કારોથી આપણાં આચરણ તથા ચારિત્ર્યનું નિર્માણ થાય છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: