જીવન ઘડતરની કળા – (૧/૨૫-૨૮)

પુસ્તક: જીવન ઘડતરની કળા

લેખક: સ્વામી જગદાત્માનંદ (મુળ પુસ્તક કન્નડ ભાષામાં – ’બદુક્લુ કલિયરિ’)

અંગ્રેજીમા અનુવાદ: Gospel of the Life Sublime’, રામકૃષ્ણ મિશન, સિંગાપુર

અંગ્રેજીમાં ફરીથી: ’Learn to Live – Vol.1′ , રામકૃષ્ણ મઠ, ચેન્નઈ

હિન્દિ ભાષામાં: ’जीना सीखो’, અદ્વૈત આશ્રમ, કોલકાતા

હિન્દિ પુસ્તકનો ગુજરાતી અનુવાદ ૨૦૦૩ થી ૨૦૦૬ સુધીના ગુજરાતી માસિક ’શ્રી રામકૃષ્ણ જ્યોત’ માં ધારાવાહિક રૂપે પ્રકાશિત થયેલ.

પ્રકાશક: સ્વામી ધ્રુવેશાનંદ, અધ્યક્ષ, શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ – ૩૬૦ ૦૦૧.

કોપી રાઈટ: સર્વ હક્ક પ્રકાશકને સ્વાધીનCategories: શ્રી રામકૃષ્ણ મીશન | Tags: , , , , | 1 Comment

Post navigation

One thought on “જીવન ઘડતરની કળા – (૧/૨૫-૨૮)

 1. આ પોસ્ટમાં ચાર પ્રકરણ છે.

  ૧. શક્તિ જ જીવન છે
  ———————
  ’આ એક મહાન સત્ય છે, શક્તિ એ જ જીવન છે અને દુર્બળતા મૃત્યુ છે. શક્તિ પરમસુખ, જીવન અજર અમર છે. દુર્બળતા ક્યારેય ન દૂર થનારો બોજ અને યંત્રણા છે; દુર્બળતા જ મૃત્યુ છે.’ – સ્વામી વિવેકાનંદ

  કહેવત છે કે, “દૈવોઅપિ દુર્બલસ્ય ઘાતક:” – ભાગ્ય પણ દુર્બળોને સાથ નથી આપતું.’ઘોડા, હાથી કે વાઘને નહિ પરંતુ બીચારા બકરાને જ પકડીને બલિદાન અપાય છે.’

  ૨. શક્તિ એ જ જીવન અને સંશોધક મન
  —————————————
  • પ્રત્યેક અભાવાત્મક ભાવ કે વિચાર આપણી અંદરની પ્રચંડ શક્તિને ક્ષીણ બનાવે છે અને આપણને નિર્બળ કરી નાખે છે. પ્રત્યેક ભાવાત્મક તથા રચનાત્મક ભાવ આપણને પ્રગતિ અને વિકાસ તરફ આગળ વધારે છે.
  • ’બધી જવાબદારી તમારા શિરે લઈ લો, યાદ રાખો કે તમે પોતે જ તમારા ભાગ્યના ઘડવૈયા છો. તમે જે કંઈ બળ, શક્તિ કે સહાયતા ઈચ્છો છો, એ બધું તમારી ભીતર જ રહેલું છે. એટલે જ્ઞાન રૂપી શક્તિના સહારે તમે બળ પ્રાપ્ત કરો અને પોતાના હાથે પોતાનું ભવિષ્ય રચો.’
  • ’જે રીતે તમારા અસત વિચાર અને અસત કાર્ય વાઘની જેમ તમારા પર કૂદી પડવાની રાહ જોતા હોય છે તે જ રીતે તમારાં સદવિચાર અને સત્કાર્ય પણ હજારો દેવતાઓની શક્તિ પ્રાપ્ત કરીને સર્વદા તમારી રક્ષા કરવા માટે તૈયાર રહે છે.’
  • દૃઢ સંકલ્પ દ્વારા જ સમયનું પાલન કે નિયમિતતાનો સિદ્ધાંત અનુસરી શકાય છે. દૃઢ સંકલ્પ વિના કોઈ પ્રગતિ થઈ શકતી નથી. આપણા જ્ઞાનને સાચી શક્તિમાં રૂપાંતરિત કરવા માટે આપાણને દૃઢ સંક્લ્પ તથા સમયપાલનની નિતાંત આવશ્યકતા છે. અવ્યવસ્થિત તથા અસંયમિત જીવનથી કોઈ પણ કાર્યમાં કોઈ સુફળ મળતું નથી. પોતાની શક્તિમાં વૃદ્ધિ માટે તમારે પોતે અનુશાસનના સિદ્ધાંતનું પાલન કરવું જોઈએ. હા, એ વાત સાચી કે તમે પોતે જ પોતાને સહારે છો, પોતે જ પોતાના મિત્ર છો અને શત્રુ પણ ખરા.

  ૩. સંશોધક મન
  —————
  ’લોકોના વિચારો મારી સામે ચિત્ર રૂપે આવે છે. કોઈ ક્રિયાનું હું ચિત્ર જોઈ લઉં છું. બહેરા અને મૂંગા લોકોના વિચારો સરળતાથી સમજાઈ જાય છે, કારણ કે એ બધા લોકો બીજા લોકોની અપેક્ષાએ ચિત્રરૂપે વધુ જુએ છે.’ – વુલ્ફ મેસિંગ

  આપણા વિચારો ચિત્રના રૂપમાં ! કેટલી નવાઈની વાત ! અને શું એમાં ગતિશીલતા પણ છે ? આપણા ઋષિઓએ કહ્યું હતુ : ’હા, છે.’ અને આ ક્ષેત્રમાં શોધ કરનારા આધુનિક વૈજ્ઞાનિકો પણ એનું અનુમોદન કરે છે.

  ૪. સાવધાન મન ચિત્ર ખેંચે છે
  ——————————
  તમે તમારા મનમાં જે ચિત્ર બનાવો છો એ જ ચિત્ર તમારા ભાવિ જીવનને એક નિશ્ચિત આકાર આપે છે. ખરાબ અને અભદ્ર ચિત્રો દ્વારા તમે તમારા જીવનને ઉત્તમ અને સુંદર કેવી રીતે બનાવી શકો? શું તમે ક્યારેય તમારા મનમાં વહેતા ચિત્રોની ગુણવત્તા વિશે વિચાર્યું છે ખરું ? આપણા ઋષિઓએ કહ્યું છે:

  ૐ ભદ્રં કર્ણેભિ: શ્રુણુયામ દેવાઃ |
  ભદ્રં પશ્યેમાક્ષભિઃ યજત્રાઃ ||

  – હે ઈશ્વર અમે કાનથી સારું સાંભળીએ અને આંખથી સારું જોઈએ.

  • આપણું મન જ ચિત્રગુપ્ત છે. આજના મનોવૈજ્ઞાનિકો એને સિદ્ધ કરે છે. પ્રયોગો દ્વારા મનોવૈજ્ઞાનિકોએ પ્રમાણિત કરી દીધું છે કે સંમોહન દ્વારા આપણે કોઈ પણ વ્યક્તિના પ્રત્યેક અનુભવોની સ્મૃતિને જગાડીને એને જીવિત રાખી શકીએ છીએ.
  • સુખદ હોય કે દુ:ખદ પણ ભૂતકાળના બધા અનુભવો આપણા અંતર્મનમાં છુપાયેલા રહે છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: