એક વખત જનક રાજાને ત્યાં ભરાયેલી જ્ઞાનીઓની સભામાં અષ્ટાવક્ર મહારાજ જાય છે. તેમને જોઈને બધા પંડીતો હસવા લાગે છે. અષ્ટાવક્રજી આઠ અંગે વાંકા હતા તેથી તો તેમનું નામ અષ્ટાવક્ર પડ્યું હતું.
અષ્ટાવક્ર તે વખતે જનક રાજાને ખુમારીથી કહે છે કે હે જનક – મને એમ હતું કે તારા દરબારમાં પંડીતો આવે છે પણ આજે ખબર પડી કે તારે ત્યાં તો ચમારો આવે છે.
જનક રાજાએ કહ્યું મુનીજી માફ કરશો પણ આપની વાત સમજાઈ નહી.
અષ્ટાવક્ર મુની કહે છે કે આત્માની અમરતાની, આત્માની સત – ચિત – આનંદ સ્વરૂપની, આત્મા નીરાકાર ને અનંત છે તેવી વાતો કરનારા આ પંડીતો મારા શરીરનું ચામડું જોઈને હસી પડ્યાં – તો તેમને પંડીતો કહેવા કે ચમાર?
મિત્રો, ક્યાંક આપણું પણ તેવું તો નથી ને? આ કાળો છે, આ રુપાળો છે, આ ઉંચો છે, આ ઠીંગણો છે, આ જાડો છે, આ પાતળો છે, આ સુંદર છે, આ કુરુપ છે, આ ’સ્માર્ટ’ છે, આ ’ડલ’ છે વગેરે વગેરે વિશેષણો લગાડીને આપણે પણ મનુષ્યમાં રહેલા મનુષ્યત્વનું સન્માન અને આદર કરવાને બદલે ક્યાંક ચમારવેડા તો નથી કરતાં ને?