જીવન ઘડતરની કળા – (૧/૨૧-૨૪)

પુસ્તક: જીવન ઘડતરની કળા

લેખક: સ્વામી જગદાત્માનંદ (મુળ પુસ્તક કન્નડ ભાષામાં – ’બદુક્લુ કલિયરિ’)

અંગ્રેજીમા અનુવાદ: Gospel of the Life Sublime’, રામકૃષ્ણ મિશન, સિંગાપુર

અંગ્રેજીમાં ફરીથી: ’Learn to Live – Vol.1′ , રામકૃષ્ણ મઠ, ચેન્નઈ

હિન્દિ ભાષામાં: ’जीना सीखो’, અદ્વૈત આશ્રમ, કોલકાતા

હિન્દિ પુસ્તકનો ગુજરાતી અનુવાદ ૨૦૦૩ થી ૨૦૦૬ સુધીના ગુજરાતી માસિક ’શ્રી રામકૃષ્ણ જ્યોત’ માં ધારાવાહિક રૂપે પ્રકાશિત થયેલ.

પ્રકાશક: સ્વામી ધ્રુવેશાનંદ, અધ્યક્ષ, શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ – ૩૬૦ ૦૦૧.

કોપી રાઈટ: સર્વ હક્ક પ્રકાશકને સ્વાધીન



Advertisements
Categories: શ્રી રામકૃષ્ણ મીશન | ટૅગ્સ: , , , , | 1 ટીકા

પોસ્ટ સંશોધક

One thought on “જીવન ઘડતરની કળા – (૧/૨૧-૨૪)

  1. આ પોસ્ટમાં ચાર પ્રકરણ છે.
    ૧. અતિ ઉતાવળ શા માટે?
    ————————-
    ઉતાવળ, મનોમૂંઝવણ અને ચિંતાના મૂળ કારણો.

    Ø> કોઈ કાર્ય શરૂ કરતાં પહેલાં શાંતિપૂર્વક પૂર્વવિચાર ન કરવો. એક સાથે અનેક કાર્યો હાથ ધરવાં.
    Ø> જે કાર્ય પૂરું કરવામાં વર્ષોનો અવિરત પરિશ્રમ જરૂરી છે, એવું કાર્ય થોડા દિવસોમાં જ પતાવી નાખવાનો અતિ ઉત્સાહ.
    Ø> આવશ્યક કાર્યને અંતિમ સમય સુધી ટાળવાની પ્રવૃત્તિ અને છેલ્લી ઘદીએ બધુંય કરવાનો વૃથા પ્રયત્ન.
    Ø> પોતાની દુર્બળતાને સ્વભાવ કે આદત ગણીને તેને દૂર કરવામાં નિષ્ફળ રહેવું.

    ૨. અવિરામ મંદગતિ અને ઝડપી દોડ
    ————————————
    + ’જો આપણે કોઈ એક કાર્ય બેદરકારીથી કરીએ તો બેદરકારી એ આપણી આદત બની જશે અને એ જ બેદરકારી આપણા બધાં કાર્યો દ્વારા અભિવ્યક્ત થશે.’
    + કોઈ પણ કળામાં પ્રવીણ બનવા માટે એની ક્રિયા આપણા અંતરમાં પૂર્ણપણે વ્યાપી જવી જોઈએ. જ્યારે આપણે કળાનું પ્રદર્શન કરીએ ત્યારે એ બધી ક્રિયાઓ પર સચેત ધ્યાન દીધા વિના જ તેના આનંદની અનુભૂતિ પણ થવી જોઈએ. જો આપણે અધીરતા કે ઉતાવળને છોડીને કોઈ પણ કળા કે વિષયને ધૈર્યપૂર્વક ધીમેધીમે શીખીએ તો એમાં પૂર્ણપણે નિપૂણ બની જઈશું અને તક મળતાં જ નિર્ભયતાપૂર્વક એ કળાનું પ્રદર્શન પણ કરી શકીશું. જો તમે કોઈ અનુભવની પુનરાવૃત્તિ કરવા ઈચ્છતા હો તો તમારું અચેતન મન એ માટે તમને સહાય કરે છે.

    ૩. મારો સમય અમૂલ્ય છે
    ————————-
    આપણી પાસે કેવળ આજનો જ દિવસ છે, આ જ ક્ષણ છે. એ જ આપણી એક માત્ર સંપત્તિ છે. આપણે ભૂતકાળ અને ભવિષ્યની ચિંતા છોડીને આપણા બધા પ્રયત્નો પોતાના તાત્કાલિક કાર્યને જ બરાબર પૂર્ણ કરવામાં લગાડી દેવા પડશે. ત્યારે જ આપણું જીવન સાર્થક બનશે અને આપણને એક ઉત્સાહ, તાજગી તથા આલોકની અનુભૂતિ થશે. ત્યારે જ એક એક દિવસ કરીને વર્ષ વીતશે અને પ્રતિક્ષણ કરેલું આપણું સુકર્મ એકત્ર થઈને જ્ઞાન તથા સદાચરણનો એક વિશાળ ભંડાર બની જશે.

    ૪. તમે – તમારા પોતા માટે
    —————————
    પોતાની તરસ બુઝાવવા માટે વ્યક્તિએ પોતે જ પાણી પીવું પડે છે અને પોતાની ભૂખ દૂર કરવા માટે પોતાને જ ખાવું પડે છે. પોતાની સમસ્યાઓનો ઉકેલ તમારે પોતે જ શોધવો પડશે. બીજા લોકો સલાહ આપી શકે છે પરંતુ લક્ષ્ય સુધી તો તમે જ ચાલશો ત્યારે જ તમને જીવનમાં કંઈક મળશે. પોતાનું જીવન અનુશાસિત તથા વ્યવસ્થિત રૂપે વિતાવનારા લોકો ખરેખર સદભાગી લોકો છે. બધું ભાગ્ય પર છોડી દેવાથી તમારામાં કાર્ય માટેનો ઉત્સાહ નહિ આવે અને જીવનની બરબાદીથી દુ:ખ અને હતાશા જ તમારે હાથ લાગશે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: