જીવન ઘડતરની કળા – (૧/૧૭-૨૦)

પુસ્તક: જીવન ઘડતરની કળા

લેખક: સ્વામી જગદાત્માનંદ (મુળ પુસ્તક કન્નડ ભાષામાં – ’બદુક્લુ કલિયરિ’)

અંગ્રેજીમા અનુવાદ: Gospel of the Life Sublime’, રામકૃષ્ણ મિશન, સિંગાપુર

અંગ્રેજીમાં ફરીથી: ’Learn to Live – Vol.1′ , રામકૃષ્ણ મઠ, ચેન્નઈ

હિન્દિ ભાષામાં: ’जीना सीखो’, અદ્વૈત આશ્રમ, કોલકાતા

હિન્દિ પુસ્તકનો ગુજરાતી અનુવાદ ૨૦૦૩ થી ૨૦૦૬ સુધીના ગુજરાતી માસિક ’શ્રી રામકૃષ્ણ જ્યોત’ માં ધારાવાહિક રૂપે પ્રકાશિત થયેલ.

પ્રકાશક: સ્વામી ધ્રુવેશાનંદ, અધ્યક્ષ, શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ – ૩૬૦ ૦૦૧.

કોપી રાઈટ: સર્વ હક્ક પ્રકાશકને સ્વાધીન




Categories: શ્રી રામકૃષ્ણ મીશન | Tags: , , , , | 3 Comments

Post navigation

3 thoughts on “જીવન ઘડતરની કળા – (૧/૧૭-૨૦)

  1. જીવનમાં નાની નાની બાબતો જ વધારે મહત્વની હોય છે. એને નજરઅંદાજ જરાપણ ના કરાય.

  2. આપની વાત સાચી છે – આ પોસ્ટ વિશેની વિગતવાર કોમેન્ટ તૈયાર થઈ રહી છે.

  3. આ પોસ્ટમાં ચાર પ્રકરણ છે.

    ૧. લક્ષ્ય અને સાધન
    ———————–
    પ્રથમ ફકરો સ્વામી વિવેકાનંદના પ્રવચન – “કર્મ અને તેનું રહસ્ય” માંથી લેવામાં આવ્યો છે.

    https://bhajanamrutwani.wordpress.com/2010/08/28/karmayog_4/

    http://madhuvan1205.wordpress.com/2011/03/11/katma_ane_tenu_rahasya/

    + બિથોવને કહ્યું: ’શું તમે એમ કહો છો કે આ અસાધારણ ગુણ મને ઈશ્વરે આપ્યો છે? યાદ રહે, તમને પણ આવા ગુણ મળી શકે છે. કેવી રીતે? ચાલીસ વર્શ સુધી પ્રતિદિન આઠ-આઠ કલાક પિયાનો પર અભ્યાસ કરો, આટલું જ પૂરતું છે. પછી તમે પણ મારા જેવા બની જશો.’

    + નિષ્કર્ષ એ છે કે આવી વિલક્ષણ પ્રતિભાની પાછળ વર્ષોનો નિષ્ઠાપૂર્ણ, સતત, અથક અભ્યાસ હોય છે. કોઈ મહાન વ્યક્તિ પ્રારંભથી મહાન નથી હોઈ અને જન્મથી પ્રતિભાશાળી નથી હોતી. અધિકાંશ મહાન લોકોએ નિરંતર પ્રયાસ, અભ્યાસ દ્વારા જ મહાનતા મેળવી છે.

    ૨. એક છાત્રની આપવીતી
    —————————-
    ગુંડન્નાની નીષ્ફળતાનો નિષ્કર્ષ આપણને અંતિમ ફકરામાં જોવા મળે છે.

    ગુંડન્ના પાસે એક જીવનલક્ષ્ય હતું. કોલેજમાં પ્રવેશ મેળવતી વખતે એની ઈચ્છા પણ ઉત્તમ હતી, પરંતુ એણે પોતાના લક્ષ્યપ્રાપ્તિ માટે રસ્તો બરાબર પસંદ ન કર્યો. તે યોગ્ય સાથ સંગાથ પણ ન મેળવી શક્યો અને અહીંતહીં ભટકતાં પોતાના મન ઉપર સંયમ ન કેળવ્યો. તે પોતાના કર્તવ્ય પ્રત્યે મનને બરાબર લગાડી ન શક્યો. વાચન કે અભ્યાસ માટે કોઈ સુવ્યવસ્થિત પદ્ધતિનું અનુસરણ પણ તેણે ન કર્યું. સાધન પર સમુચિત ધ્યાન દેવું એ જ જીવનમાં સફળતા પ્રાપ્ત કરવાનું મહાન સહ્સ્ય છે એ વાતને સમજવામાં તે નિષ્ફળ રહ્યો.

    ૩. સાચી લગનીની શક્તિ
    —————————-
    * ’આકસ્મિક અવસરે તો નાનામાં નાનો માનવ પણ કોઈને કોઈ પ્રકારઈ મહત્તા બતાવી દે છે પરંતુ વાસ્તવમાં મહાન તો એ જ છે કે જેનું ચારિત્ર્ય સદૈવ અને બધી અવસ્થાઓમાં મહાન તથા સમતાવાળું રહે છે.’

    * અનુ વંદ્યોપાધ્યાય દ્વારા અંગ્રેજીમાં લખાયેલ ’બહુરૂપી ગાંધી’ પુસ્તકે મને મુગ્ધ કરી દીધો હતો. મહાત્મા ગાંધીના મહાન ગુણોને વ્યક્ત કરતું આ પુસ્તક એમણે નાનાં બાળકો માટે સંકલિત કર્યું હતું. મને એ વાતનું આશ્ચર્ય થાય છે કે આ પુસ્તકને એક અનૌપચારિક પાઠ્યપુસ્તકના રૂપે આપણી શાળાઓ દ્વારા કેમ અપનાવાતું નથી? આ પુસ્તક કઠોર પરિશ્રમ્નું મહત્વ તથા તેની પદ્ધતિ વતાવીને આજની યુવા પેઢીને પ્રેરણા અને શક્તિ પ્રદાન કરી શકે છે. એ પુસ્તક વાંચવાથી એવો અનુભવ થાય છે કે ગાંધીજીના દૈનંદિન, ક્ષણપ્રતિક્ષણનાણ કાર્યો દ્વારા પણ એમની મહાનતાનો ભાવ વ્યક્ત થતો રહેતો.

    ૪.યોગ્યતાનો માપદંડ
    ————————
    આટલું યાદ રાખો, નાની નાની બાબતો કે વસ્તુઓને નજરાંદાજ ન કરો. એ બધાને કુશળતા અને રુચિ સાથે પૂર્ણ કરો. ધીરજ રાખો, એક એક ડગલું ભરીને આગળ વધો. જો માર્ગ બરાબર હોય તો લક્ષ્ય સુધી પહોંચવાના જ.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: