જીવન ઘડતરની કળા – (૧/૧૩-૧૬)

પુસ્તક: જીવન ઘડતરની કળા

લેખક: સ્વામી જગદાત્માનંદ (મુળ પુસ્તક કન્નડ ભાષામાં – ’બદુક્લુ કલિયરિ’)

અંગ્રેજીમા અનુવાદ: Gospel of the Life Sublime’, રામકૃષ્ણ મિશન, સિંગાપુર

અંગ્રેજીમાં ફરીથી: ’Learn to Live – Vol.1′ , રામકૃષ્ણ મઠ, ચેન્નઈ

હિન્દિ ભાષામાં: ’जीना सीखो’, અદ્વૈત આશ્રમ, કોલકાતા

હિન્દિ પુસ્તકનો ગુજરાતી અનુવાદ ૨૦૦૩ થી ૨૦૦૬ સુધીના ગુજરાતી માસિક ’શ્રી રામકૃષ્ણ જ્યોત’ માં ધારાવાહિક રૂપે પ્રકાશિત થયેલ.

પ્રકાશક: સ્વામી ધ્રુવેશાનંદ, અધ્યક્ષ, શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ – ૩૬૦ ૦૦૧.

કોપી રાઈટ: સર્વ હક્ક પ્રકાશકને સ્વાધીનCategories: શ્રી રામકૃષ્ણ મીશન | Tags: , , , , | 1 Comment

Post navigation

One thought on “જીવન ઘડતરની કળા – (૧/૧૩-૧૬)

 1. આ પોસ્ટમાં ચાર પ્રકરણ છે.

  ૧. જીવનમાં પૂર્ણતા
  ———————
  * આપણું શરીર પણ કેવું વિચિત્ર યંત્ર છે ! આપણી ભીતર કેટલી બધી અદભુત શક્તિઓ ભરી પડી છે ! પરંતુ આપણા પોતાના હાથેથી જ પોતાની આંખો ઢાંકીને અંધારાની ફરિયાદ કરતાં રહીએ છીએ.

  * પોતાની જીવનપ્રણાલીનું વિશ્લેષણ કરો અને સાવધાનીપૂર્વક વિચાર કરીને પોતાના જીવનધ્યેયને ચોક્કસ કરો; નહિ તો લક્ષ્ય વિનાનું જીવન પતવાર વિનાની નાવની જેમ અહીંતહીં ભટકતું રહેશે.

  ૨. જીવનનું લક્ષ્ય
  ——————-
  અનિશ્ચિતતા તથા અસમંજસતાને જીતવા માટે પોતાની જાતને પૂછો કે તમારે શું જોઈએ છે ? ત્યારે તમારી સામે તમારા જીવનનું મુખ્ય ધ્યેય સ્પષ્ટ બનીને આવશે. અને આવું થયે તમારું મન એની પ્રાપ્તિ માટે પોતાની બધી શક્તિઓ કામે લગાડી દેશે.

  ૩. તીવ્ર ઈચ્છા એ જ પ્રેરણાશક્તિ
  ————————————-
  કોઈ પણ ભાષામાં નિપુણ બનવા માટે ત્રણ વસ્તુની આવશ્યકતા છે: એક શીખવાની તથા જાણવાની તીવ્ર ઈચ્છા; બીજી શીખવામાં અદમ્યનિષ્ઠા અને અધ્યવસાય; અને ત્રીજી વસ્તુ છે, સુઅવસરની પ્રાપ્તિ. – હેરોલ્ડ શ્રુઝ

  + તમે જે ઈચ્છશો તે તમને મળશે. પરંતુ એ જાણવું પડશે કે આપણે શું ચાહીએ છીએ નહિંતર કંઈ પ્રાપ્ત નહિ થાય. લક્ષ્યહીન જીવનથી નિરાશા, અપમાન, હીનભાવના અને દુ:ખની જ પ્રાપ્તિ થાય છે; સંક્ષેપમાં આ એક પરમદુર્બળતા અને પરમ હતાશાનું જીવન છે.

  ૪. વિકાસનો મંત્ર
  ———————
  > પોતાની ઈચ્છાના વિષયમાં સ્થિર તથા શાંત મનથી વિચાર કરો. ઈચ્છાઓ વાસ્તવિક તથા વ્યાવહારિક હોવી જોઈએ. પોતાનામાં ઓસરીમાં કૂદકો મારવાની શક્તિ હોય તો આકાશમાં ઠેકડો મારવાનો વિચાર ન કરવો જોઈએ. એનો અર્થ એ કે આપણે શેખચલ્લીના વિચારો કરવાનો પ્રયાસ ન કરવો.

  > અસફળતાઓ આપણને નિરુત્સાહી ન બનાવી દે. આપણે પોતાની અસફળતાઓનાં કારણોની શોધ કરીને ધૈર્યપૂર્વક પોતાના લક્ષ્ય પ્રત્યે આગળ વધવું પડશે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: