જીવન ઘડતરની કળા – (૧/૫-૮)

પુસ્તક: જીવન ઘડતરની કળા

લેખક: સ્વામી જગદાત્માનંદ (મુળ પુસ્તક કન્નડ ભાષામાં – ’બદુક્લુ કલિયરિ’)

અંગ્રેજીમા અનુવાદ: Gospel of the Life Sublime’, રામકૃષ્ણ મિશન, સિંગાપુર

અંગ્રેજીમાં ફરીથી: ’Learn to Live – Vol.1′ , રામકૃષ્ણ મઠ, ચેન્નઈ

હિન્દિ ભાષામાં: ’जीना सीखो’, અદ્વૈત આશ્રમ, કોલકાતા

હિન્દિ પુસ્તકનો ગુજરાતી અનુવાદ ૨૦૦૩ થી ૨૦૦૬ સુધીના ગુજરાતી માસિક ’શ્રી રામકૃષ્ણ જ્યોત’ માં ધારાવાહિક રૂપે પ્રકાશિત થયેલ.

પ્રકાશક: સ્વામી ધ્રુવેશાનંદ, અધ્યક્ષ, શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ – ૩૬૦ ૦૦૧.

કોપી રાઈટ: સર્વ હક્ક પ્રકાશકને સ્વાધીનCategories: શ્રી રામકૃષ્ણ મીશન | Tags: , , , , | 3 Comments

Post navigation

3 thoughts on “જીવન ઘડતરની કળા – (૧/૫-૮)

 1. આ પોસ્ટમાં ૪ પ્રકરણ છે.

  ૧. સાધારણ માનવીમાંથી સર્વોત્કૃષ્ટ માણસ – ઘણી વખત કોઈ ચિંતકના માત્ર એક વાક્યથી યે જીવનમાં અદભુત કાયપલટ થઈ શકે છે.

  ’આપણી સમક્ષ સ્પષ્ટ દેખાતા અને જણાતા કાર્યમાં મંડી પડો એ આપણા જીવનનું મુખ્ય ધ્યેય અને કાર્ય છે. નહિ કે દૂરસુદૂર પડેલા ઝાંખા અંધકારમય ભાવિને જોયા કરવાનું.’ – કાર્લાઈલ

  કાર્લાઈલના આ એક વાક્યથી સર વિલિયમ ઓસ્લરના જીવનમાં ચમત્કારીક પરિવર્તન આવી ગયું.

  ૨. રહસ્ય – ’આજનું કામ બરાબર પૂરું કરવા સિવાયની બાકીની બીજી બધી મહત્વાકાંક્ષા ત્યજી દો. સફળતાના માર્ગ પર ચાલનારા વર્તમાનમાં વિજય મેળવે છે; તેઓ કાલ વિશે વિચારતા નથી. ભૂતકાળમાં પણ ન રહો અને ભવિષ્યમાં પણ નહિં. પૂર્ણ શક્તિ આજના કાર્યમાં લગાવી દો તથા એ રીતે તમારી પોતાની બધી મહત્વાકાંક્ષાઓ પૂર્ણ કરી લો.’ – ઓસ્લર

  શંકરાચાર્યજી મહારાજનો સદાચાર સ્તોત્રનો આ શ્લોક સરખાવી જુઓ અને આપણાં મહામાનવોના ચિંતન આજે પણ કેટલા પ્રસ્તુત છે તેની આપણને ખાત્રી થશે.

  અતિતાનાગતં કિંચિત ન સ્મરામિ ન ચિન્તયે |
  રાગદ્વેષં વિના પ્રાપ્યમ ભુંગ્જામ્યત્રમ શુભાશુભમ ||

  ૩. યોજના દ્વારા સફળતા – તમારે જીવનમાં સફળ થવું છે, પરંતુ ઊંચા વૃક્ષો પર આવેલાં ફળ પ્રાપ્ત કરવાની આશા લઈને શું તમે પોતાના હાથમાં રહેલા ફળને ફેંકી દેશો? માત્ર વર્તમાનમાં કાર્ય કરનારા લોકો જ સફળતા મેળવશે. એટલે સરળતમ સમાધાન એ છે કે આપણે ભૂતકાળમાંથી પણ શીખવું પડશે અને ભાવિ લક્ષ્યને સિદ્ધ કરવા માટે વર્તમાનમાં ઉત્સાહપૂર્વક કાર્ય કરવું પડશે.

  ૪. જંગલીપણામાંથી સૌમ્યતા તરફ – ફ્લેનગન દૃઢપણે માનતા હતા કે બાળકોને ઝડકી-ધમકી, ગાળ કે સજા દ્વારા નહિં પરંતુ એમની સમક્ષ એક અનુકરણીય આદર્શ ચરિત્ર પ્રદર્શિત કરવાથી જ એમનું દિલ જીતીને એમને સુધારી શકાય છે.

  ’તો પછી તું એ જ કરે છે. ભાઈ, અહીં આવતાં પહેલાં તને સારા શિક્ષકો ન મળ્યાં. આવારા, રખડુ લોકો તારા માર્ગદર્શક હતા અને તેં એમનું જ કહ્યું માન્યું. એ લોકો તને ખોટે રસ્તે લઈ ગયા. તેં એમનું અનુસરણ કર્યું અને એ બધા વિચારવા લાગ્યા કે તું ખરેખર ખરાબ જ છો. પણ જો તું સારા શિક્ષકોનું અનુસરણ કરીશ તો ખરેખર તું પણ સારો બનીશ.’ – ફ્લેનગન

  આ શબ્દો એડ્ડીના મર્મસ્થળને સ્પર્શી ગયા. થોડીવાર તો તે મૌન બનીને ઊભો રહ્યો ઊભો વિચારતો રહ્યો. તેને લાગ્યું કે ફ્લેનગનના શબ્દોમાં થોડીઘણી સચ્ચાઈ છે તો ખરી; અને પોતે મૂલત: ખરાબ છે એવી ધારણા એના હ્રદયમાંથી દૂર થઈ ગઈ. ટેબલની બીજી બાજુએ ઊભેલા ફ્લેનગનની નજીક તે ગયો તેમણે તેને પ્રેમપૂર્વક આલિંગનપાશમાં બાંધી લીધો. એડ્ડીની આંખમાંથી આંસુઓની ધારા વહેવા લાગી, એના ગાલ આંસુંઓથી ભીંજાઈ ગયા.

  ફ્લેનગનને એ બાળકની ભીતર રહેલી દિવ્યતા પર પૂર્ણ વિશ્વાસ હતો. અને જુઓ એમનો વિશ્વાસ કેટલો મહાન ફળદાયી રહ્યો !

 2. chintu

  amazing……………sir

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: