શું વિજ્ઞાન કે શું અધ્યાત્મ – કાગડા બધે કાળા

મિત્રો,

ગઈકાલે આસ્થાને શાળામાં સર આઈસેક ન્યુટન વિશે એક પ્રોજેક્ટ તૈયાર કરવાનો હતો. તે માટે ઈન્ટરનેટમાંથી માહિતિ મેળવી રહ્યો હતો. પહેલાં તો અંગ્રેજીમાં આ માહિતિ મળી. તેના એક ફકરાનો અનુવાદ કરતાં મને ખાસ્સી પોણી કલાક થઈ – કારણ કે તેમાં આવતાં ટેકનીકલ અને વૈજ્ઞાનિક શબ્દોને સમજવા માટે પાછો બીજો એક નીબંધ હોય. ભલું થજો વિકિપીડિયાનું કે આ માહિતિ ગુજરાતીમાં મળી આવી. આ વૈજ્ઞાનિકનું જીવન અનેક શોધોથી ભરેલું છે. વળી તેમની શોધના ક્ષેત્ર અવનવા અને વ્યાપક છે. તેઓ વૈજ્ઞાનિક છે છતાં અધ્યાત્મિક છે. અધ્યાત્મના ક્ષેત્રે પણ તેમના વિચારો ઘણાં ગહન અને જાણવા – માણવા યોગ્ય છે. આ મહાન વૈજ્ઞાનિકને વૃક્ષ પરથી સફરજન નીચે પડતાં જોઈને વિચાર આવ્યો કે સફરજન આડું અવળૂં કે ઉપર ન જતાં પૃથ્વીના કેન્દ્ર તરફ જ કેમ પડે છે? અને તે વિચારના આધારે તેમણે ખુબ મહત્વનો ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત પ્રતિપાદિત કર્યો. હવે તેમણે જે વૃક્ષ પરથી સફરજન પડતાં જોયું તે વૃક્ષ માટે લોકો વિવાદ કરે છે.


“સર આઇઝેક ન્યૂટન પોતાના બગીચામાં ફરી રહ્યાં હતાં ત્યારે તેમણે વૃક્ષ પરથી સફરજન પડતાં જોયું. તેમણે ગુરુત્વાકર્ષણ બળની વ્યવસ્થા વિશે પહેલી વખત વિચાર્યું.”

વિવિધ વૃક્ષો ન્યૂટનનું સફરજનનું વૃક્ષ હોવાનું દાવો કરવામાં આવે છે.

ધ કિંગ્સ સ્કૂલ, ગ્રાન્થામ દાવો કરે છે કે આ વૃક્ષ શાળાએ ખરીદી લીધું હતું. થોડા વર્ષ પછી તેને મૂળિયા સહિત લાવીને આચાર્યના બગીચામાં લગાવી દેવામાં આવ્યું.

વુલસ્થ્રોપ મેનરનું માલિક નેશનલ ટ્રસ્ટ છે અને તેના વર્તમાન કર્મચારીઓએ તેના પર વિવાદ ઊભો કર્યો છે. તેઓ દાવો કરે છે કે ન્યૂટનનું સફરજનનું વૃક્ષ તેમના બગીચામાં છે.

મૂળ વૃક્ષનું વંશજ ટ્રિનિટી કોલેજ, કેમ્બ્રિજના મુખ્ય દરવાજાની બહાર ઊગેલું જોઈ શકાય છે. આ વૃક્ષ એ ઓરડા નીચે છે જેમાં ન્યૂટન અભ્યાસ કરતી વખતે રહેતાં હતા.


સ્ત્રોત: વિકિપીડિયા


તારણ: જેવી રીતે અધ્યાત્મમાં મહાપુરુષો શું કહે છે તે જાણવાની દરકાર લીધાં વગર અમે તેમના શિષ્યો છીએ, અમારા તે આવી રીતે સગાં થાય, અમારા ઘરે તેઓ વારંવાર આવતા, અમારી પર તેમની વિશેષ કૃપા હતી વગેરે વગેરે સંબધો જોડીને પોતે કાઈક વિશેષ છે તેવું દર્શાવવાનો પ્રયાસ થાય છે તેવી જ રીતે વિજ્ઞાનમાં પણ ન્યુટન અને ગુરુત્વાકર્ષણનો સિધ્ધાંત તો ઠીક મારા ભાઈ પણ તેમને જે વૃક્ષ પરથી પ્રેરણા મળેલી તે વૃક્ષ અમારા કબજામાં છે તેવા દાવા થાય છે !

લ્યો તમે જ કહો – શું કાગડા બધે કાળાં નથી?


Categories: ચિંતન, પ્રશ્નાર્થ | Tags: , , , , , | 2 Comments

Post navigation

2 thoughts on “શું વિજ્ઞાન કે શું અધ્યાત્મ – કાગડા બધે કાળા

  1. જ્યાં અંધાનુકરણ હોય ત્યાં ‘કાગડા બધે જ કાળા’ હોવાના. ન્યૂટન વિશે બીજી પણ એક વાત છે. કેટલાક વિદ્વાનો કહે છે કે સફરજન માત્ર નીચે જ કેમ પડે છે, એ એમને વિચાર આવ્યો અને એમનો એમણે ખુલાસો આપ્યો. સફરજન માત્ર એક ઉદાહરણ છે. એવું નથી કે એમણે ઓચિંતું સફરજન પડતું જોયું અને આ ચમકારો થયો!
    વિજ્ઞાન અને વૈજ્ઞાનિકોની આસપાસ પણ દંતકથાઓ ગુંથાતી હોય છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: