હું સર્વનો મિત્ર છું – આગંતુક

મિત્રો,

આમ તો મને ગુજરાતી સીવાય બીજી એકે ભાષા બરાબર આવડતી નથી. ગુજરાતીમાંયે લખવામાં જોડણીની અપાર ભૂલો કરતો હોઉ છું. તેમ છતાં આપણાં ગુજરાતી લોકો સાથે સંપર્ક જાળવી રાખવા બ્લોગ પર પોસ્ટ મુકતો રહુ છું અને જુદા જુદા બ્લોગ પર ભાંગી તુટી ગુજરાતીમાં પ્રતિભાવ પણ મુકતો હોઉ છું. જે બ્લોગ પર કોઈ પણ કારણસર મારા પ્રતિભાવો બે થી વધારે વખત માન્ય કરવામાં નથી આવ્યાં તે બ્લોગ પર પ્રતિભાવ આપવાનું ટાળતો હોઉ છું. જો કે સારી પોસ્ટ લાગે તો Like પર ક્લિક કરતો હોઉ છું. અલબત્ત તેનો અર્થ તેમ નથી કે હું કોઈ બ્લોગ કે બ્લોગર પ્રત્યે ગમો-અણગમો ધરાઉ છું. બધાં જ બ્લોગરો અને વેબસાઈટ ધારકો પછી તે વર્ડપ્રેસ,બ્લોગર,સ્વતંત્ર સર્વને હું મારા મિત્ર માનુ છું અને કોઈની યે પ્રત્યે મને વિશેષ રાગ કે દ્વેષ નથી.

હા, કોઈ સાથે વાતચીત કરવાની મજા આવે તો તે બ્લોગ પર વધારે જતો હોઉ છું – પણ મારે મન બધાં સરખાં છે. આટલી સ્પષ્ટતા પછી કહેવાનું કે કોઈ બ્લોગર કદાચ ગુજરાતી ન હોય પરંતુ તે ગુજરાતીમાં પોસ્ટ મુકતાં હોય તો તેમની પોસ્ટ પણ હું તેટલા જ રસથી વાંચવાનું પસંદ કરુ છું. હું ગંભીર પ્રકૃતિનો માણસ હોવા છતાં મને હળવી પળો ગમે છે, મનો મંથન કરી નાખનારા ઉંડાણપૂર્વકના ચિંતનાત્મક લેખોની જેમ રમૂજી લેખો પણ મને એટલાં જ પસંદ છે. કાવ્ય/ગીત/ગઝલ/જોડકણાં અને નવીન વિષય વસ્તુ સાથેના હળવા બનાવતા કે વિચારપ્રેરક લેખો એ મને હંમેશા આકર્ષ્યો છે અને તેવા લેખ વાંચવાની જ્યારે પણ તક મળે ત્યારે હું અચૂક રસપૂર્વક વાંચતો હોઉ છું.

ફરી એક વાર આપ સહુની મિત્રતાનો સ્વીકાર કરીને સદાયે આપ સહુનો મિત્ર અને પરમ મિત્ર રહી શકું તેવી અભ્યર્થના સહ વિરમું છું.

નોંધ: આ મિત્રતામાં આપની સહ્રદયતા અને લાગણી સિવાય મારે કશું જોઈતું નથી અને હું પણ આ સિવાય કશું આપી શકું તેમ નથી.

આપ સહુનો સહ્રદયી,
અતુલ જાની (આગંતુક)

Categories: કેમ છો? | Tags: , , , | 8 Comments

Post navigation

8 thoughts on “હું સર્વનો મિત્ર છું – આગંતુક

  1. તમારૂં આત્મમંથન સમજાયું.. નાકાહુ સે દોસ્તી, ના કાહુ સે બૈર!

  2. himanshupatel555

    તમારું અંદરથી ઉકલી પડવું ઝરણા સમ કલકલતું આવી પહોચ્યું એમાં ગતિ અને નાદ બન્ને ખુબ
    કુમળા છે જે તમારી નિખાલસતા છે અને મને ગમી….

  3. chandravadan

    અતુલ, તારી મિત્રતાનું કહી, તે> મિત્રતાનો હાથ લંબાવ્યો,

    તો, શાને જવા દઉં આ મોકો, જે તેં જ અન્ય સાથે મુજને આપ્યો,

    તારા નું જાણી, “ચંદ્રપૂકાર” પર કહ્યું હતું તારૂં,

    એમાં, ફક્ત સ્નેહભાવો અને મિત્રતાનું ઝરણુ હતું મારૂં,

    ઘણીવાર, “ચંદ્રપૂકાર” પર આવી, પ્રતિભાવરૂપી શબ્દો તેં લખ્યાં હતા,

    આજે બ્લોગોનું વર્ણન કરતા, ફરી “ચંદ્રપૂકાર” ની યાદ તાજી કરતા હતા,

    સુરેશભાઈ જાનીની મિત્રતામાં,ચંદ્ર તો અતુલને વધુ જાણે,

    અતુલ ના મામાની એવી પહેચાણમાં ચંદ્રમાં કાકા મામા શબ્દો રમે,

    આવી ગણતરીમાં, કદી ભુલ હોય જો ચંદ્રની,

    તો, અતુલ, સ્વીકારજે ફક્ત “મિત્રતા” ચંદ્રની !

    ……ચંદ્રવદન
    Dear Atul…I had seen you on your Blog…I had seen you on the Blogs of others, Just out of love, are ny words from my heart to you..these words will take you in “your past” and your years of Blogging & may even remind you of your visits to Chandrapukar.
    The LOVE is within you….your MIND is calmer as the years pass by..may God guide you and fill you with the WISDOM ! Blessings !
    DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
    http://www.chandrapukar.wordpress.com
    See you on Chandrapukar !

  4. chandravadan

    In hurry I made a mistake…& the correct line is….
    તારા બ્લોગનું જાણી, “ચંદ્રપૂકાર” પર કહ્યું હતું તારૂં,
    That may be a God -given opportunity to revisit your Blog & post this Additional comment !
    Chandravadan

    • શ્રી કાકા / મામા,
      જરૂર આવતો રહીશ – પણ હવે મારો બ્લોગ-પરિવાર ઘણો વિશાળ થયો હોવાથી બધે પહોંચી શકાતું નથી – તેમ છતાં અવસર મળ્યે જરૂર આવીશ અને પ્રતિભાવ પણ આપીશ.

      • chandravadan

        Atul.. These Words mean a lot to me ! You are in my Heart !…Mama if you like or contininue as Kaka..All OK ! I understand your Wife has a Blog too (Madhuvan ?) Hope she & all are well in your Family !
        Chandravadan

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: