ભૂલો,બેદરકારી અને ફરજ પ્રત્યે નિષ્ઠાનો અભાવ

મિત્રો,

આજે એક અરજી ક્યાં પહોંચી છે તેની માહિતિ મેળવવાના સંદર્ભે તાલુકા પંચાયતની ઓફીસે જવાનું થયું. હવે માહિતિ અધિકાર હેઠળ આપણે કોઈ પણ સરકારી કાર્યવાહીની મહિતિ મેળવી શકીએ છીએ જે એક આનંદની વાત છે. ફોર્મ ભરીને તેની ફી ભરવા ગયો તો ફી લેનારા કેશીયર સાહેબ બહાર ચાલ્યા ગયાં હતાં. એક સેવાભાવી સહકાર્યકરે વળી સેલફોનથી વાત કરીને પુછ્યું કે તમે ક્યારે આવશો? અહિં એક ભાઈ ફી ભરવા આવ્યાં છે. પેલા ભાઈએ કહ્યું મને આવતાં વાર લાગશે પણ આમેય તેમનું કામ નહિં થાય કારણ કે મોટા સાહેબની સહી જોઈશે અને તે તો ગેર-હાજર છે માટે તેમને કહો કે કાલે આવે.મારા મનમાં થોડાં પ્રશ્નો થયાં (મને પણ પ્રશ્નો થાય છે).

૧. ઓફીસના સમયે પોતાની ખુરશી પર બેસવાની કેશીયરની ફરજ નથી?

૨. વહિવટી કામ ન અટકે તે માટે ઉપરી અધિકારી ન હોય તો તેમની અવેજીમાં ઈન્ચાર્જ ઓફીસર ન હોવા જોઈએ?

ત્યાંથી બહાર નીકળ્યો તો દિવાલ પર ઠેર ઠેર સુવાક્યો લખેલા જોયા. એક સુવાક્ય વાંચીને મારું ધ્યાન ખેંચાણું અને તરત જ ખીસ્સાવગો મોબાઈલ કાઢીને તેની છબી ઉતારી લીધી.

મને થયું કે હું પેઈન્ટર નથી, મેં કદી સુવાક્યો દિવાલમાં લખ્યાં નથી તો પછી મારી જેવી ભૂલો કરનાર વળી આ ક્યો પેઈન્ટર હશે? હું તો બ્લોગમાં ઘણી વખત ’જય’ નું ’જાય’ લખી નાખું છું પણ આ તો દિવાલ પર ’ઉદારતા’ નું ’ઉદારાતા’ લખી નાખ્યું છે.

Categories: આશ્ચર્ય / આક્રોશ / ઉદગાર, ટકોર, પ્રશ્નાર્થ, સમાચાર | Tags: , , | 3 Comments

Post navigation

3 thoughts on “ભૂલો,બેદરકારી અને ફરજ પ્રત્યે નિષ્ઠાનો અભાવ

 1. sneha

  આવી ભુલો તો લગ્નની કંકોત્રીમાં પણ ઘણીવાર જોઇ છે મેં..બ્લોગ પર ચાલે પણ કંકોત્રીમાં..કોઇનું લગ્નજીવન જ ભુલોથી શરુ થાય એ તો…..

  • હાશ ! બ્લોગ પર ચાલે તેમ કહ્યું તેથી રાહત થઈ. જો કે હું ઈરાદાપૂર્વક ભૂલ નથી કરતો પણ જોડણીમાં મને હ્રસ્વ અને દિર્ઘની ખબર નથી પડતી અને ઉતાવળે લખવામાં ક્યારેક એક a વધારે ટાઈપ થઈ જાય તો અ નું આ થઈ જાય છે.

   લગ્નની મેં તો એક વખત કંકોત્રી છપાવેલી અને તેમાં કશી ભૂલ નહોતી થઈ – અલબત્ત મારું અને કવિતાનું દાંપત્યજીવન સરસ ચાલે છે – જો કે તેનું કારણ મારી જોડણીની ભૂલો નહિં પરંતુ અમારી એકબીજાને પરસ્પર અનુકુળ થવાની સમજણ છે.

   • સાચે જ દરેક દંપતી એકબીજાને પરસ્પર અનુકુળ રહે તો લગ્નજીવનને કોઈ અસર થતી નથી..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: