આજે આપણે મતદાન કરીશું. બે મત આવી ગયા છે. અહીં એક ખુલાસો કરવાનો છે – કોઈ પણ બ્લોગર જેણે ઉમેદવારી ન નોંધાવી હોય તો પણ તેને મત આપી શકાશે. તો આપનો મત જરૂર આપશો.
મિત્રો,
Jealousy (ઈર્ષા) તે માનવ સહજ અવગુણ છે. આ અવગુણ જ્યારે વકરે ત્યારે તે ખાનાખરાબી સર્જે છે. કેટલાંક લોકો પોતાને વિશેષ હોંશીયાર માનતાં હોય છે અને જેની અને તેની સામે શિંગડા ભરાવવાનો શોખ લઈને ફરતાં હોય છે. આવા લોકો પાસે જ્ઞાન હોય છે પણ તે જ્ઞાનનો ઉપયોગ તે બીજા લોકોની ઈર્ષા કરવામાં કરતાં હોય છે. કેટલાંક બ્લોગરો પણ એવા હોય છે. મેં આ વખતે એક એવોર્ડ આપવાનું નક્કી કરેલ છે. ’Jealousy n Gyan’. જે બ્લોગર મહત્તમ Jelousy ધરાવતો હશે તેને આ એવોર્ડ આપવામાં આવશે – Gyan, Extra Qualification ગણાશે.
૧. આ એવોર્ડ દર મહિનાની છેલ્લી તારીખે આપવામાં આવશે.
૨. આ એવોર્ડ વાચકોના પ્રતિભાવ દ્વારા આપવામાં આવશે.
૩. દરેક વાચક માત્ર એક બ્લોગને આ એવોર્ડ માટે મત આપી શકશે.
૪. સહુથી વધુ મત પ્રાપ્ત કરનાર વિજેતા જે તે મહિના માટે આ એવોર્ડ ધારક તરીકે એક મહિના સુધી એટલે કે બીજી ચૂંટણી સુધી રહી શકશે.
૫. ડરપોક મતદારોને મતદાનથી દૂર રહેવાનો અધિકાર છે.
આવતી કાલે જૂન-૨૦૧૧ ની છેલ્લી તારીખ છે તો આવતી કાલે આપણે આ એવોર્ડ માટે પ્રથમ ચૂંટણી યોજશું. જો કોઈને એક પણ મત નહિં મળે તો “ભજનામૃત વાણી” ને તે મહિના માટે આ એવોર્ડ એનાયત કરવામાં આવશે.
ઈર્ષાળુઓને આશિર્વાદ.
આપણો એક મત નોંધો !! નીચેના બ્લોગર અને બ્લોગને નામે ! કારણ તેની પાસે “જ્ઞાન” હોવાનો તેને વહેમ છે અને “જેની તેની સામે શિંગડા ભરાવવાનો” શોખ પણ છે ! અને ઈર્ષા તો તે અરીસા સામે જોઇને પણ કરે છે !!
http://vanchanyatra.wordpress.com
(અન્ય મિત્રોને નમ્ર અપીલ : આપનો કિંમતી અને પવિત્ર મત અમને આપશોજી, પછી આપ ઊંઘી જજો, અમે એક મહિનો જાગીશું 🙂 !! )
અરે વાહ – તમે તો સાચા નેતા નીકળ્યા – તરત ઉમેદવારી પત્રક ભરી દીધું 🙂
ચાલો, હવે ઓછામાં ઓછો એક મહિનો તો હું નીંરાતે સુઈ શકીશ. અલબત્ત જાગરણ કોના ભાગે છે તે તો પરમ દિવસે ખબર પડશે.
હું તો હજી નવો છું અને મને ઘણા લોકો ઓળખતા પણ નહીં હોય એટલે હું ઉમેદવાર તરીકે મારૂં નામ રજૂ કરૂં તે મૂર્ખામીભર્યું છે.
આ સંયોગોમાં એકમાત્ર ઉમેદવાર ‘વાંચનયાત્રા’ને મારો મત આપું છું. મને અશોકભાઈ જેવા ‘ઈર્ષ્યાળુ’ મિત્ર માટે ગર્વ પણ છે.
એમને વોટ આપવાનું બીજું કારણ એ કે તમે By default આ પારિતોષિક લઈ જાઓ એ હું પસંદ નથી કરતો.
શાળા જીવનમાં એક વખત હું શાળાના ક્લાસની ચુંટણીમાં ઉભો હતો તે યાદ આવ્યું. મતદાન ચાલુ થયું – મોટા ભાગના મત અપાઈ ગયા – મને એક પણ મત ન મળ્યો – મારો વારો આવ્યો મત આપવાનો ત્યારે મેં જોયું કે જો હું મને મત આપીશ તો યે હું જીતવાનો નથી એટલે પછી મેં પણ મારો મત અન્ય ઉમેદવારને આપી દીધેલો. આવી રીતે સહુથી વધુ મતે હારનાર ઉમેદવાર તરીકે ઘોષીત થયો હતો. હું મારું મતદાન આવતી કાલે કરીશ 🙂
અત્યારે તો અશોકભાઈનો ઘોડો વીનમાં છે.
આભાર દીપકભાઇ. કદાચ જીંદગીમાં પ્રથમ વખત એવું બન્યું છે કે મને કોઇએ “મત” આપ્યો હોય 🙂
આ માટે તો અતુલભાઇના, આવું નવું નવું અને આનંદપ્રદ એવું શોધી કાઢતા, બ્રેઇનનો પણ આભાર માનવો પડે !
:).. janisaheb… namaskar… your post is seriously humorous…
vanchi ne shahbuddin saheb yaad aavi gaya… maja padi…
kyarek uttam gyan dharavto vyakti pan jealousy na lidhe maar khai jaay che…
thanks for such a nice insight….
I am also giving my vote to following blog:
http://vanchanyatra.wordpress.com