મિત્રો,
હું અને મારી બહેન નાના હતાં ત્યારે રાત્રે સુતી વખતે મારી બા અમને એકાદ વાર્તા કહે પછી જ અમને ઉંઘ આવતી. આવી એક નાનકડી વાર્તા આજે યાદ આવે છે.
બે કુટુંબો હતા. સારા પાડોશીઓ હતા. બંને કુટુંબોના બાળકો સાથે ફળીયામાં રમે અને આનંદ કરે. એક વખત બંને કુટુંબના બાળકો વચ્ચે કશોક ઝઘડો થયો. એક કુટુંબના બાળકે ઘરે જઈને ફરીયાદ કરી કે પેલાના છોકરાંએ મને માર્યું. બાળકના વાલીએ તેને કહ્યું કે તે લોકો સાથે નહિં રમવાનું તે બહુ ખતરનાક છે, કોણ જાણે તે શું શું કરતાં હશે અને શું શું ખાતા હશે. આ બાળકે કહ્યું કે ઠીક નહિં રમું. પણ બંને કુટુંબના બાળકોના જીવ મળી ગયેલા તેથી સાથે રમવાનું ઘણું મન થાય પણ તરત જ યાદ આવે – “ખબરદાર – કોણ જાણે તે શું ખાતા હશે?” અને પછી બાળકનો રમવાનો વિચાર પડી ભાંગે. એક વખત પેલા કુટુંબના બાળકો ઘરમાં જમતાં હતાં ત્યારે આ બાળક છાનો માનો તેની બારીમાં ડોકીયું કરીને જોવા લાગ્યો કે તે શું જમે છે. થોડી વારમાં તો તે હરખાતો હરખાતો ઘરે આવ્યો અને જોર જોરથી કહેવા લાગ્યો અરે તે લોકો પણ આપણી જેમ ખીચડી ખાય છે.
હળવીફૂલ વાર્તા.
વાત તો આમ સામાન્ય લાગે છે, પરંતુ બાળકો ઉપરી એની ઘેરી અસર થતી હોય છે. માટે બાળકો સાથે મોટા લોકોએ ખુબજ વિચારીની બોલવું જોઈએ.
વિપુલ દેસાઇ
http://suratiundhiyu.wordpress.com/
જોક્સ,ડાયરો,આરોગ્ય,ન્યુઝ પેપરો વગેરે વિવિધતા ધરાવતો બ્લોગ
આપની વાત સાચી છે.
આપનો વિવિધતા સભર બ્લોગ જોયો. તેમાંથી એક્સલના ફંક્શનની યુટીલીટી પણ ડાઉનલોડ કરી.