મિત્રો,
આપણા બ્લોગ-જગતના ચિંતન અને મનનશીલ વિદ્વાન શ્રી દિપકભાઈ ધોળકીયાથી ભાગ્યે જ કોઈ અપરિચિત હશે. આપણે સહુ તેમના વિદ્વતાભર્યા પ્રતિભાવોનો લાભ મેળવી રહ્યાં છીએ. આપણાં સદભાગ્યમાં ઉમેરો કરવા એટલે કે આપણા અજ્ઞાનની દિવાલો તોડવામાં મદદરૂપ થવા માટે તેમણે પોતાનો બ્લોગ શરુ કર્યો છે.
wallsofignorance.wordpress.com
આપણે સહુએ તેમના અગાધ જ્ઞાનનો લાભ લેવા જેવો છે. મેં તેમને મજાકમાં પુછ્યું કે:
ઢોલ્કીયાજી,
તમે જો અનુમતિ આપો તો – ઢોલ વગાડીને સમગ્ર બ્લોગ-જગતમાં ઢોલકીયાજી તરીકે પ્રસિદ્ધ કરી આપું – માત્ર તમારી મંજુરી જોઈએ.
અને જવાબમાં તેમણે પોતાની લાક્ષણિક શૈલિમાં કહ્યું કે:
તમારી મરજી. તમે મને ‘ઢોલ્કિયાજી’ એમ શા માટે કહો છો તે સમજાવવા માટે તમારે આ બ્લૉગનો રેફરન્સ આપવો પડશે અને બીજા વાચકો પણ અહીં આવશે! આ તો મારા લાભમાં જ છે! અને ૩૫ વર્ષ સુધી ઢોલ્કિયાજી (પંજાબીઓ અને બીજાઓ માટે) અને ધોલાકિયાજી (બંગાળીઓ માટે) રહ્યો તો ગુજરાતીઓ તો પોતાના છે. માત્ર ‘ઢોલ’ કહીને ‘પોલ’ ખોલવાનું એલાન કરશો તો પણ મારી પબ્લિસિટી જ થશે. Every black cloud has a silver lining! હવે તમે જ નક્કી કરો કે તમારી મરજી શી હોવી જોઇએ
તો ચાલો હવે ઢોલ્કિયાજી અને આપણાં બંનેના લાભમાં તેમના બ્લોગ પર જઈશું ને?
અરે, તમે તો કરી પણ નાખ્યું!
ધરમના કામમાં ઢીલ શી કરવાની? 🙂
લ્યો આપે ધોળકિયાજી ને ઢોલ વગાડીને ગજવી દીધા
મારું ચાલે તો તેમને ગજરાજ પર સોનાની અંબાડિ પર બેસાડીને ગળામાં માળા પહેરાવીને બહુમાન કરુ એટલો બધો હરખ થાય છે 🙂