Monthly Archives: May 2011

મમ્મી, તું તારામાં ખોવાઈ ગઈ – વીણેલાં ફૂલ (૧૨/૩૨) – હરિશ્ચન્દ્ર

Categories: વીણેલાં ફૂલ | Tags: | 4 Comments

ઝટ કરો, કામમાં વિલંબ થાય છે ! – વિણેલાં ફૂલ (૧૨/૩૧) – હરિશ્ચન્દ્ર

Categories: વીણેલાં ફૂલ | Tags: | Leave a comment

પ્રજાવત્સલ રાજવી મહારાજા કૃષ્ણકુમારસિંહજીનો જન્મ શતાબ્દિ મહોત્સવ

તા. ૧૯/૦૫/૨૦૧૧
ભાવનગર.

પ્રજાવત્સલ રાજવી મહારાજા કૃષ્ણકુમારસિંહજીના જન્મ શતાબ્દિ મહોત્સવનો તા.૧૯-૫ને ગુરૂવારથી શુભારંભ થશે.

મહોત્સવ સમિતિના ઉપક્રમે ગુરૂવારે સવારે ૯-૧૫ કલાકે નંદકુંવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલયમાં પૂર્વ પર્યાવરણ મંત્રી વાંકાનેરના મહારાજા ડૉ.દિગ્વિજયજીના હસ્તે મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને ફુલહાર વિધિ થશે. મહારાજા શિવભદ્રસિંહજી ગોહિલના અધ્યક્ષ સ્થાને યોજાનાર આ પ્રસંગે રાજકીય, સામાજિક ક્ષેત્રોના હોદેદારો તથા આગેવાનો સહિતના ઉપસ્થિત રહેશે.

મહારાજા કૃષ્ણકુમારસિંહજીની સ્મૃતિમાં ભુતકાળમાં એક નાની ટીકીટ બહાર પાડવામાં આવી હતી. જે દુર્લભ ટીકીટ તસવીરમાં દ્રશ્યમાન છે.સ્ત્રોત: સૌરાષ્ટ્ર સમાચાર (દિવ્યભાસ્કર ગૃપનું દૈનિક)


Categories: ઉત્સવ, ઊજવણી, ભાવનગર | Tags: , , , , , , , | 1 Comment

તમારી એક ફૂટી કે બે?

સજીવાએ નીર્જીવાને ઘડ્યો ,
પછી કહે કે મને કાઈક દે ;
કહે અખો હે બુદ્ધુઓ તમારી એક ફુટી કે બે ?


અખા ભગત ચાબખા મારવા માટે જાણીતા છે. અહીં મુર્તીપૂજકોને તે એક વેધક સવાલ કરે છે: કે તમારી એક આંખ ફુટી કે બે?

પથ્થર, ધાતુ, માટી, લાકડું કે અન્ય કોઈ પણ નીર્જીવ પદાર્થમાંથી સજીવોએ (મુખ્યત્વે મનુષ્યોએ) મુર્તી ઘડી. તેને મંદિરમાં બેસાડી અને પછી તેને હાથ જોડીને કરગરવા લાગ્યા કે હે પ્રભુ, હે ભગવાન, હે માતાજી, હે, હે, હે મને કાઈક દે. અરે જેનું સર્જન પોતે કર્યું છે તેની પાસે માંગવાનું? પણ આ જગતમાં સહુથી વધારે બુદ્ધિનું દેવાળું કાઢનાર કોઇ હોય તો તે માણસો છે.

જેને જીવંત બાળકોમાં, માતા-પિતામાં, ભાઈ-બહેનોમાં, આડોશ-પાડોશમાં, સર્વ મનુષ્યોમાં અને પ્રાણીઓમાં અને ચૈતન્યમય સજીવોમાં પરમાત્મા નથી દેખાતા અને નીર્જીવ મુર્તીઓને હાથ જોડ્યા કરે, તેના વાઘા બદલ્યા કરે, તેને નવરાવ્યા કરે, તેની ઉપર ફૂલ ચડાવ્યા કરે (હું તો રોજ સવારે કવિતાને તાજા મોગરાના ફૂલ આપુ છું અને તે પ્રસન્ન થાય છે) અને તોયે કદી આ મુર્તીને પ્રસન્ન થતી જોઈ છે?

એટલે અખા ભગતે કહેવું પડ્યું કે છતી આંખે તમે આંધળા જેવા છો – તમારી બુદ્ધિ બહેર મારી ગઈ છે. તમારી કરતાં તો આંધળા સારા કે જે પોતાના જ્ઞાનચક્ષુથી યોગ્ય નીર્ણય લઈ શકે છે.

Categories: ચિંતન | Tags: , , | 4 Comments

મારા પ્રતિભાવો (૧૧) – આગંતુક

મુખ્ય પોસ્ટ: ભારતના ભાવી મજૂરના વંદેમાતરમ્


મારો પ્રતિભાવ:

આ મેઈલ ઘણી બધી વખત ઘણાં મિત્રો દ્વારા વાંચવા મળ્યો છે આજે ફરી એક વખત વાંચ્યો.

જે પ્રશ્નો ભગવાનને પુછ્યાં છે તે પ્રશ્નો જો વિદ્યાર્થી પોતાના મા-બાપને પુછે કે અમને જણતાં પહેલા અમારા ભરણ પોષણ ની વ્યવસ્થા કરવાની ત્રેવડ નહોતી તો શા માટે આ દુનિયામાં અમને રખડતા મુકવા માટે જન્મ આપ્યો?

આમેય આપણે માતા-પિતાને દેવ કહીએ છીએ તો આ જીવતા દેવોને કેટલાં બાળકોએ પ્રશ્નો પુછ્યાં છે? અને એમાંથી કેટલાં મા-બાપ તમાચો મારીને બાળકને ચૂપ કરી દેવાની બદલે શાંત ચિત્તે બાળકની સમસ્યાનું સમાધાન કરે છે?

બાળકનીદૂર્દશા માટે સહુથી વધુ જવાબદાર જો કોઈ હોય તો તે મા-બાપ છે.


નોંધ: આ લેખ પરની ચર્ચા મુખ્ય પોસ્ટ પર જ કરવા વિનંતી.


Categories: વાર્તાલાપ તથા પ્રશ્નોત્તરી | Tags: , | Leave a comment

શુભ શરુઆત

મિત્રો,

આજે બ્લોગ-જગતમાં લગભગ ગેર હાજર રહ્યો તેનું કારણ શું? આજે મેં ફરી પાછું મારુ કાર્ય ધીરે ધીરે શરુ કર્યું છે. ઘણાં વખતથી હું સોફ્ટવેરનું કાર્ય ખાસ કરી શકતો નહોતો – કારણ? એક આંખની ગાયબી – પણ ધીરે ધીરે હવે થોડી થોડી દૃષ્ટિ આવી રહી છે તો તેવે વખતે વિચાર આવ્યો કે ક્યાં સુધી પગ વાળીને બેસી રહીશ? મન્સૂર અલી ખાન પટૌડિ જો એક આંખે ક્રીકેટ રમી શકતાં તો હું સોફ્ટવેરનું કાર્ય શા માટે ન કરી શકું? એટલે આજે મારા મિત્રની સાથે પાલીતાણા જઈને એક નવું સોફ્ટવેર ઈન્સ્ટોલ કર્યું અને બહારગામ સોફ્ટવેરના ૨૦૧૧-૧૨ના નાણાંકીય વર્ષના વેચાણના શ્રી ગણેશ કર્યાં. બોલો છે ને મજાની વાત? તો પછી તમારી સાથે વહેંચ્યા વગર કેવી રીતે રહી શકું?

લ્યો ત્યારે સહુને – શુભ રાત્રી.

Categories: વાર્તાલાપ તથા પ્રશ્નોત્તરી, સમાચાર | Tags: , | 8 Comments

નાંગરેલી નાવ – વીણેલાં ફૂલ (૧૨/૩૦) – હરિશ્ચન્દ્ર


Categories: ટુંકી વાર્તા, વીણેલાં ફૂલ | Tags: , | 1 Comment

દૂર, ફીર ભી પાસ ! – વીણેલાં ફૂલ (૧૨/૨૯) – હરિશ્ચન્દ્ર


Categories: ટુંકી વાર્તા, વીણેલાં ફૂલ | Tags: , | 4 Comments

ઊલટી રમત – તસલીમા નસરીન (અનુ. સોનલ પરીખ)

મેં જોયો
બજારમાં એક પુરુષને, એક સ્ત્રી ખરીદતાં
મારે પણ ખરીદવો છે, એક પુરુષ
સાફ દાઢીમૂછ, ચોખ્ખા કપડાં, ઓળેલા વાળ
શરીર અને સ્નાયુઓ દેખાય એમ મુકાયો હોય જે
મુખ્ય માર્ગ પર, વેચાવા
તેને કોલરથી ખેંચી
રિક્ષામાં ફેંકવો છે


વધુ આગળ વાંચો: ઊલટી રમત – તસલીમા નસરીન (અનુ. સોનલ પરીખ)


પ્રતિભાવો અચૂક વાંચશો:Categories: આશ્ચર્ય / આક્રોશ / ઉદગાર | Tags: , , | Leave a comment

ઉપદેશ સાર (શ્રી રમણ મહર્ષી), ટીકા (૨) – (સ્વામી તદ્રુપાનંદ)


Categories: અધ્યાત્મ / યોગ, આર્ષદર્શન, ઉપદેશ સાર, ચિંતન | Tags: , , , | Leave a comment

Create a free website or blog at WordPress.com.