મિત્રો,
આજે બ્લોગ-જગતમાં લગભગ ગેર હાજર રહ્યો તેનું કારણ શું? આજે મેં ફરી પાછું મારુ કાર્ય ધીરે ધીરે શરુ કર્યું છે. ઘણાં વખતથી હું સોફ્ટવેરનું કાર્ય ખાસ કરી શકતો નહોતો – કારણ? એક આંખની ગાયબી – પણ ધીરે ધીરે હવે થોડી થોડી દૃષ્ટિ આવી રહી છે તો તેવે વખતે વિચાર આવ્યો કે ક્યાં સુધી પગ વાળીને બેસી રહીશ? મન્સૂર અલી ખાન પટૌડિ જો એક આંખે ક્રીકેટ રમી શકતાં તો હું સોફ્ટવેરનું કાર્ય શા માટે ન કરી શકું? એટલે આજે મારા મિત્રની સાથે પાલીતાણા જઈને એક નવું સોફ્ટવેર ઈન્સ્ટોલ કર્યું અને બહારગામ સોફ્ટવેરના ૨૦૧૧-૧૨ના નાણાંકીય વર્ષના વેચાણના શ્રી ગણેશ કર્યાં. બોલો છે ને મજાની વાત? તો પછી તમારી સાથે વહેંચ્યા વગર કેવી રીતે રહી શકું?
લ્યો ત્યારે સહુને – શુભ રાત્રી.
ઈન્ટરનેટ દ્વારા વેચાણ નો સારો નુંશ્ખો અજમાવ્ય.. મુર્તાઝાભાઈ યાદ આવી ગયા…તમારી આંખની દ્રષ્ટિ સત્વરે સારી થઇ જાય અને વેપાર વધે તેવી શુભેચ્છા !
શુભેચ્છા માટે આભાર.
વેપાર પણ યોગ્ય પ્રમાણમાં હોવો જોઈએ – બહુ ઓછો નહીં અને ખૂબ વધારે નહીં. મુખ્ય વાત તો વેપારમાં પણ નિષ્ઠા હોવી જોઈએ – જેમ કે હું સર્વિસ ઈન્ડસ્ટ્રીઝમાં છું તો મારુ ધ્યેય હોય કે મારો ગ્રાહક હેરાન ન થાય – મારું ધ્યેય તેવું કદી ન હોવું જોઈએ કે હું કેમ વધારે પૈસા ગ્રાહક પાસેથી પ્રાપ્ત કરી લઉ.
તમારી આ ખુમારી ગમી ગઈ..
આ ખુમારી મને આપ સહુ પારસમણી જેવા મિત્રો પાસેથી મળી છે – બહુ કિંમત ચૂકવી છે આ ખુમારી મેળવવા માટે.
તમારા પરથી અન્યને પણ પ્રેરણા મળશે.
તો તો ઘણું સારું.
શ્રી અતુલભાઈ
આપને આંખની તકલીફ ઉભી થઈ છે તે જાણી દુઃખ થયું. શબ્દોના સમરાંગણમાં ખુમારીથી લડતા સાથી યોધ્ધાને આવી પડેલી શારિરીક મુશ્કેલી જાણી હૈયામાંથી ચિત્કાર નીકળી ગયો. શબ્દોમાં આશ્વાસન આપવા બહુ જ આસાન છે પણ મને આશા છે કે કુદરતના ક્રમને આશિર્વાદમાં પરિવર્તિત કરવામાં આપ સક્ષમ છો. હવે તો સાહિત્યના સમરાંગણમાં ખેલાતાં શાબ્દિક યુધ્ધો ઈતિહાસ બની ગયાં છે..!!
ઈશ્વર આપને બળ અને શ્રધ્ધા આપે તેવી અંતરની પ્રાર્થના.
શ્રી જયભાઈ
ઘણાં વખતે મળવાનું થયું, આપનો આભાર.