https://bhajanamrutwani.wordpress.com/2011/04/
કભી ખુશી 🙂
કભી ગમ 😦
“હર હાલમેં ખુશ” ભુલાઈ ગયું કે શું?
અરે ભાઈઓ, બહેનો, સખાઓ અને સખીઓ, બાળકો અને પ્રબુદ્ધ જનો હસતાં રહો અને હસાવતાં રહો.
અરે, યા..ર – આવતી કાલે તો પહેલી મે છે – યાદ છે ને આપણાં સ્વર્ણિમ ગુજરાતનો જન્મદિવસ – તો પછી ઉત્સવની તૈયારી કરો.
મીત્રો,
માણ્સ નસીબદાર છે કે તે હસી શકે છે. હસવા માટે રેશનલીસ્ટ, પ્રબુદ્ધ, અધ્યાત્મિક, ધાર્મિક, વૈજ્ઞાનિક, સામાજિક, શ્રમજીવી, મુર્ખ, બીચારા, ગરીબ, તવંગર, રોગી, નીરોગી, અભીમાની, ગરીબડાં કે બીજું કશું હોચું જરૂરી નથી – માત્ર ને માત્ર માણ્સ હોવું જરૂરી છે.
શું તમે માણસ છો?
તો હસો – હસોને ભાઈલાઓ અને બેનડીયું, સખાઓ અને સાહેલડીઓ, દિકરાઓ અને દિકરીઓ, વડીલો અને માતાઓ અને સર્વે બ્લોગજનો – હસશો તોયે મરી જવાના છો – નહીં હસો તો યે મરી જવાના છો – તો પછી હસતાં હસતાં શા માટે ન જીવી જવું?