Daily Archives: 23/04/2011

મારા પ્રતિભાવો (૧૦) – આગંતુક

મિત્રો,

આજે શ્રી ગાંડાભાઇ વલ્લભનો એક લેખ વાંચ્યો.

સુર્યાવર્ત
By ગાંડાભાઈ વલ્લભ
સુર્યાવર્ત દરરોજ સુરજ ઉગે ત્યારથી આથમે ત્યાં સુધી મસ્તકની પીડા ઉત્તરોત્તર વધતી રહે તેને સુર્યાવર્ત કહે છે. દરરોજ વહેલી સવારે ઉઠીને તરત કોપરું અને સાકર પાચન થઈ શકે તેટલા પ્રમાણમાં ખાવાથી આ દુખાવો કદાચ મટી શકે.


તેના પર શ્રી ભુપેન્દ્રસિંહજીનો પ્રતિભાવ નીચે પ્રમાણે છે.

Bhupendrasinh Raol Says:
April 23, 2011 at 12:24 pm | Reply
આધાશીશી કરતા આ રોગ જુદો કે એજ?મને અમદાવાદના વૈદ્યરાજ ભાષ્કરભાઈ હાર્ડીકરે આ સુર્યાવર્ત થયો છે તેમ કહેલું.સવારે બદામ પાકમાં કોઈ દવા આપતા હતા.


મારો પ્રતિભાવ નીચે પ્રમાણે છે

શ્રી ભુપેન્દ્રસિંહજી
તમે ગાંડાભાઈ પાસેથી કોઈ જવાબ નહિં મેળવી શકો એમ મને લાગે છે – કારણ કે તેઓ તો પુસ્તકમાંથી જોઈ જોઈને માત્ર ઉતારા કરે છે – તેઓ કાઈ વૈદ્ય નથી. તેઓ તો સાધુ છે – તેમણે સંન્યાસ લીધો છે – જુઓ અહિં કશાય માટે આશ્ચર્યચકિત નહિં થતા હો.

અનુભવી વૈદ્ય રોગ વિશે લખે તો જવાબ મળે – અહિં તો ખાલી ખાલિ માહિતિ હોય છે – ખાલી ચડી જાય એવી.

અને હા, બદામ પાક ખૂબ ખાજો


Categories: વાર્તાલાપ તથા પ્રશ્નોત્તરી | Tags: , | Leave a comment

ડસ્ટરથી નહીં ચોકથી આગળ વધો – આગંતુક

મિત્રો,

એક વખત એક શિક્ષકે બોર્ડ ઉપર એક લીટી દોરી અને વિદ્યાર્થીઓને કહ્યું કે આ લીટીને હાથ લગાડ્યાં વગર નાની કરી દ્યો. વિદ્યર્થીઓ તો મુંજવણમાં પડ્યા – કેટલાંક દોઢ ડાહ્યાં આગળ આવ્યાં અને ડસ્ટર ઉપાડ્યું અને લીટી ભુંસવાની કોશીશ કરવા લાગ્યાં. તરત શિક્ષકે અટકાવ્યા – લીટીને કોઈ પણ રીતે તમારે અડવાનું નથી. એક વિદ્યાર્થી શાંતિથી બેસીને બધું જોતો હતો – ધીરે ધીરે અને મક્કમ પગલે તે આગળ આવ્યો અને શિક્ષકને કહ્યું કે સર મને ચોક આપો. શિક્ષકે તેને ચોક આપ્યો. તેણે તેનાથી થોડેક દૂર એક વધારે મોટી લીટી કરી અને કહ્યું કે સર જોઇ લ્યો – હવે આ લીટી નાની દેખાય છે કે નહીં? શિક્ષકે તેને શાબાશી આપી.

આપણે પણ જીવનમાં એવું જ કરીએ છીએ ને? હંમેશા બીજાની ટીકા, નિંદા, કુથલી કરી કરીને બીજાની લીટિ નાની કરવાનો પ્રયાસ કરીએ છીએ – પરીણામે આપણે વામણાં દેખાઈએ છીએ. તેને બદલે બીજા જેવા છે તેવા સ્વીકારી લઈએ અને જો આપણે તેના કરતાં વધારે ઉજળાં દેખાવું હોય તો આપણી લીટી મોટી કરીએ – આપણે સારા કાર્યો કરીએ, આપણે વિકાસ કરીએ. આપોઆપ બીજી લીટી નાની થઈ જશે.

ગુજરાતમાં અત્યારે એવું જ ચાલે છે ને? વિરોધીઓ આખો દિવસ બસ મોદિજીની ટીકાઓ કર્યા કરે – તેમને વામણાં બતાવવાનો પ્રયાસ કરે – પરંતુ તેઓ તો સતત કાર્યરત રહે છે, સતત વિકાસ માટે પુરુષાર્થ કરે છે – તે કેવી રીતે પાછા પડે? આવું કરવાને બદલે જો વિરોધીઓ ગુજરાતના વિકાસમાં લાગી જાય, મોદીજીની ટિકા કરવાને બદલે ગુજરાતનો વિકાસ તે જ મહામંત્ર તેવા સૂત્ર અપનાવે અને દંભ નહીં પણ ગુજરાતની જનતા માટે કાર્ય કરે તો આપોઆપ તેમની લીટિ મોટી થઈ જાય.

મુળ વાત છે કે કામ કરનારને નીચા ન પાડો પરંતુ એવા કામ કરો કે તમે ઉંચા દેખાવ.

Categories: કેળવણી, ચિંતન, રાષ્ટ્રનો વિકાસ, શિક્ષણ | Tags: , , , , | 1 Comment

Blog at WordPress.com.