ઈચ્છા હોય કે ન હોય મારે બ્લોગ પર લખવું પડે છે.
શું એ ઘેલછા છે?
વ્યસન છે?
કોઈ ફરજ છે?
શું હું કોઈ માદક દ્રવ્ય પી ગયો છું?
શું મારે કોઈની પાસેથી કશું જોઈએ છે?
શું મારે વાહવાહી જોઈએ છે?
શું હું કોઈની પાછળ પાગલ છું?
શું હું મુર્ખ/ઉન્મત્ત કે મતિમંદ છું?
શું હું વચનબદ્ધ છું?
શુ હું ગુલામ છું?
શા માટે – શા માટે – હું બ્લોગ લખું છું?
એનો જવાબ આપું?
તો એનો જવાબ છે કે – કોઈક એવું છે કે જેને મે સતત અન્યાય કર્યો છે તેવું મારા મનમાં ડંખ્યા કરે છે – અને તેના પ્રાયશ્ચિત રૂપે હું બ્લોગ લખું છું.
શું કોઈ કહી શકશે કે એ કોણ છે?