મીત્રો,
આજે મારે આપ સહુની સાથે એક દુ:ખદ સમાચાર વહેંચવાના છે.
શ્રીમદ ભગવદ ગીતા કહે છે કે
નૈનં છિન્દન્તિ શસ્ત્રાણિ
નૈનં દહતિ પાવક:
ન ચૈન ક્લેદયન્ત્યાપૌ
ન શોષયતિ મારુત:
અહીં આત્માનું વર્ણન કરતાં કહેવામાં આવ્યું છે કે આત્માને શસ્ત્રો છેદી શકતાં નથી, અગ્નિ બાળી શકતો નથી, પાણી ભીંજવી કે ડુબાડી શકતું નથી કે વાયું શોષી શકતો નથી.
પરંતુ શરીર પર આ બધાં જ તત્વોની અસર થાય છે. આપણને બ્લોગના માધ્યમથી અવનવી માહિતિ પીરસીને ટુંક સમયમાં બ્લોગ જગતમાં જાણીતાં થનાર બ્લોગ “કનકવો” કે જેમણે હાલમાં થોડીક અંગત સમસ્યાઓને લીધે બ્લોગિંગ સ્થગિત કરેલ છે તે બ્લોગના બ્લોગર શ્રી જયભાઈના પીતાજીનું તા.૦૪-૦૪-૨૦૧૧ ના રોજ સવારે ૮:૧૫ કલાકે અચાનક તીવ્ર હ્રદયરોગના હુમલાથી અવસાન થયેલ છે.
તેમના પિતાશ્રી ગજેન્દ્રભાઈ ત્રીવેદી એક કુટુંબ વત્સલ સદગૃહસ્થ હતાં. આજીવન કર્તવ્ય પરાયણ રહીને કુટુંબની જવાબદારી હસતાં મુખે નીભાવતાં નીભાવતાં અચાનક જ સહુને રડતાં મુકીને ચાલ્યાં ગયાં. આ ઘટનાથી તેમના પરિવાર પર વજ્રઘાત થયો છે. તેમના પત્નિ શ્રીમતિ મધુમલતીબહેન, તેમના પૂત્રો વિજય અને જય તથા પુત્રવધૂ પુનમ પર જાણે વિજળી પડી હોય તેમ સહુ સ્તબ્ધ બની ગયા છે. તેમના સ્વજનો અને સ્નેહીઓના હ્રદયમાં સન્નાટો છવાઇ ગયો છે.
સદગતની ઈચ્છા અનુસાર તેમના ચક્ષુનું અને દેહનું દાન કરવામાં આવેલ છે.
બ્લોગ પરિવારના આપણાં જ એક સદસ્ય પર આવેલ આ વિપત્તિ વેળાં સહાનુભુતી અને સહ્રદયતા ધરાવતાં મિત્રોને શ્રી જયભાઈના ઈ-મેઈલ પર સાંત્વનાનો ઈ-મેઈલ મોક્લવા નમ્ર અનુરોધ છે.
ભઈશ્રી જયના પિતાશ્રીના મૃત્યુના સમાચાર જાણી અત્યંત દુઃખ થયું. જીવનમાં માત્ર એક જ વાત નિશ્ચિત છે અને તે જ અનિશ્ચિતતાથી ભરપૂર છે અને તે અર્થાત મૃત્યું ! સ્વજનના અને તેમાંય પિતાશ્રી જેવા છત્ર ધારનાં અચાનક મૃત્યુથી બાળક પણ અચાનક મોટો અને પીઢ બની જતો હોય છે. ભાઈ જય તેમના માતુશ્રી અને અન્ય પરિવારજનોને આ અચાનક આવી પડેલો આઘાત જીરવવાની તથા સદગતના આત્માને પરન શાંતિ મળે તેવી પરમકૃપાળૂ પરમાત્મા સમક્ષ પ્રાર્થના કરું છું. ઓમ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
જયભાઈ તમારી વેદનામાં સમસ્ત બ્લોગ પરિવાર સામેલ છે કવિતા સમ વેદના પણ વહેંચી લેવાની વસ્તુ
છે. પરમકૃપાળુ સદગતના આત્માને શાંતિ બક્ષે એ જ અભ્યર્થના અને તમને આઘાત જીરવવાની શક્તિ આપે.અસ્તુ.
This pain is unbelievable. God will give youcourage.
jay shree krishna