Monthly Archives: April 2011

April 2011 ની ટપાલો

https://bhajanamrutwani.wordpress.com/2011/04/

કભી ખુશી 🙂
કભી ગમ 😦

“હર હાલમેં ખુશ” ભુલાઈ ગયું કે શું?

અરે ભાઈઓ, બહેનો, સખાઓ અને સખીઓ, બાળકો અને પ્રબુદ્ધ જનો હસતાં રહો અને હસાવતાં રહો.

અરે, યા..ર – આવતી કાલે તો પહેલી મે છે – યાદ છે ને આપણાં સ્વર્ણિમ ગુજરાતનો જન્મદિવસ – તો પછી ઉત્સવની તૈયારી કરો.

Categories: હળવી પળો | Tags: , , | 1 Comment

જ્ઞાનવિજ્ઞાન યોગ – સરળગીતા – અધ્યાય ૭ (યોગેશ્વરજી

શ્રી ભગવાન કહે છેઃ

મારામાં આસક્ત થૈ આશ્રય મારો લે,
જાણે મુજને કેમ તે હવે કહું છું તે. ॥૧॥

જ્ઞાન કહું તુજ ને વળી પૂર્ણ કહું વિજ્ઞાન,
જેને જાણી જાણવું રહે નહીં કૈં આન. ॥૨॥

હજારમાં કોઈ કરે સિધ્ધિકાજ પ્રયાસ
કરતાં યત્ન હજારમાં કોઈ પહોંચે પાસ.
મારી પાસ પહોંચતા કોઈ પામે જ્ઞાન,
સાંભળ, જો તુજને કહું ઉત્તમ મારું જ્ઞાન. ॥૩॥

પૃથ્વી પાણી તેજ ને વાયુ ચિત્ત આકાશ,
અહંકાર બુધ્ધિ કહી મારી પ્રકૃતિ ખાસ.
બીજી જીવરૂપે રહી મારી પ્રકૃતિ છે,
તેનાથી જગને રચું, ઉત્તમ પ્રકૃતિ તે. ॥૫॥

આ બંને પ્રકૃતિ થકી પ્રાણી સર્વે થાય,
સર્જન તેમ વિનાશનું સ્થાન મને સૌ ગાય.
ઉત્તમ મુજથી કો’ નથી, મારા વિણ કૈં ના,
જગ મુજમાં છે, જેમ આ મણકા દોરામાં.

રૂપનું વર્ણન

પાણીમાં રસ હું થયો, સૂર્યચંદ્રમાં તેજ,
વેદમહીં ઓમકાર છું, પૌરૂષ નરમાં સહેજ.
પૃથ્વીમાં છું ગંધ ને તપ છું તાપસમાં,
જીવન પ્રાણીમાત્રનું, શબ્દ થયો નભમાં.
બીજ સર્વ પ્રાણીતણું મને સદાયે જાણ,
બુધ્ધિ તેમજ વીરતા વીરલોકમાં માન. ॥૧0॥

બળ બનતાં સેવા કરું બળવાનોમાં હું,
અધર્મથી પર કામના જીવમાત્રમાં છું.
સત્વ અને રજ તમ તણાં ઉપજે મુજથી ભાવ,
તે મુજમાં છે, હું નથી તે ભાવોની માંહ્ય.
ત્રણ ગુણવાળી છે કહી મારી જે માયા,
તેનાથી મોહિત થયા રંક અને રાયા.
માયા મારી છે ખરે તરવી આ મુશ્કેલ,
તરી જાય છે તે જ જે મારું શરણ ગ્રહેલ.
મૂઢ મને પામે નહિં, અધમર્થી ભરિયા,
માનવરૂપે તે ફરે તોય જાણ મરિયા. ॥૧૫॥

ચાર જાતના ભક્ત

દુ:ખી તેમ જ જ્ઞાનની ઈચ્છાવાળા લોક,
સંસારી આશાભર્યા, જ્ઞાની તેમ જ કો’ક.
ચાર જાતના માનવી મને ભજે છે તે,
તેમાં જ્ઞાની ભક્તને શ્રેષ્ઠ કહ્યો છે મેં.
મહાન છે બીજા છતાં જ્ઞાની મારો પ્રાણ,
જ્ઞાની સંધાઈ ગયો મારી સાથે જાણ.
ઘણાય જન્મ પછી મને જ્ઞાની પામે છે,
પ્રભુ પેખે જગમાં બધે, સતં સદુર્લભ તે.
કામનાભર્યા કૈં જનો, નિયમ ઘણાં પાળી,
અન્ય દેવતાને ભજે, સ્વભાવને ધારી. ॥૨૦॥

શ્રદ્ધાપૂર્વક દેવને ભક્ત ભજે છે જે,
તેની શ્રદ્ધા હું કરું દૃઢ દેવમહીં તે.
શ્રધ્ધાપૂર્વક તે પછી તેની ભક્તિ કરે,
મારી દ્વારા કામના-ફળને પ્રાપ્ત કરે.
અલ્પબુદ્ધિ એ ભક્તના ફળનો થાય વિનાશ,
દેવ ભજ્યે દેવો મળે, મને ભજ્યે મુજ પાસ.
અજ્ઞાની મુજ રૂપની મયાર્દા માને,
વિરાટ ઉત્તમ રૂપ ના મારું તે જાણે.
માયાથી ઢંકાયેલું મારું પૂર્ણ સ્વરૂપ,
મૂઢ ઓળખે ના કદી મારું દિવ્ય સ્વરૂપ. ॥૨૫॥

ભૂત ભાવિ જાણું, વળી વતર્માન જાંણું,
જાણું હું સૌને, મને કોઈ ના જાણ્યું.
વેર ઝેર તૃષ્ણાથકી ભવમાં ભટકે લોક,
જેનાં પાપ ટળી ગયાં, ભજે મને તે કો’ક.
મોત થકી છૂટવા વળી ઘડપણને હરવા,
ભજે શરણ મારું લઈ દુઃખ દૂર કરવા.
દૃઢ નિરધાર કરે અને દ્વંદ્વમુક્ત તે થાય,
પુણ્યવાન તે તો મને જાણી રસમાં ન્હાય.
બ્રહ્મકર્મ અધ્યાત્મ ને અધિભૂત ને અધિયજ્ઞ,
જે જાણે તે થાય છે મારામાં સલંગ્ન. ॥૩૦॥

॥ અધ્યાય સાતમો સમાપ્ત ॥

Categories: અધ્યાત્મ / યોગ, આર્ષદર્શન, જાણવા જેવું, ભગવદ ગીતા, શિક્ષણ, સાહિત્ય | Tags: , , , , , , | 2 Comments

સંસારમાં કેવી રીતે રહેવું? – શ્રી રામકૃષ્ણ પરમહંસ

એક વખત શ્રી રામકૃષ્ણ પરમહંસના ગૃહસ્થ શિષ્ય શ્રી મ.એ ઠાકુરને પ્રશ્ન પુછ્યો કે સંસારમાં કેવી રીતે રહેવું જોઇએ? તેનો શું જવાબ આપ્યો જે જાણવા માટે વાંચો આ વાર્તાલાપ.



Categories: પ્રશ્નાર્થ, રામકૃષ્ણ પરમહંસ, વાર્તાલાપ તથા પ્રશ્નોત્તરી, શ્રી રામકૃષ્ણ મીશન | Tags: , , , | 4 Comments

અનિંદ્રા એ રોગ નહીં, પણ રોગનું લક્ષણ છે (૫)

મીત્રો,

મનોચિકિત્સા – એ આજના યુગની એક અત્યંત આવશ્યક ચિકિત્સા છે. ભાવનગરના યુવા ડો. શ્રી શૈલેશભાઈ જાની ની કલમે આલેખાયેલ મનોચિકિત્સા ને આપણે ક્રમે ક્રમે અહિં સમજવાનો પ્રયાસ કરશું.




આ શ્રેણીના અન્ય લેખ વાંચવા અહિં નીચેની લિન્ક પર ક્લિક કરશો.

https://bhajanamrutwani.wordpress.com/category/%E0%AA%AE%E0%AA%A8%E0%AB%8B%E0%AA%9A%E0%AA%BF%E0%AA%95%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B8%E0%AA%BE/


Categories: મનોચિકિત્સા | Tags: , , | Leave a comment

તેનો તો સ્વભાવ જ એવો છે – પર્સનાલિટી ડિસઓર્ડર (૪)

મીત્રો,

મનોચિકિત્સા – એ આજના યુગની એક અત્યંત આવશ્યક ચિકિત્સા છે. ભાવનગરના યુવા ડો. શ્રી શૈલેશભાઈ જાની ની કલમે આલેખાયેલ મનોચિકિત્સા ને આપણે ક્રમે ક્રમે અહિં સમજવાનો પ્રયાસ કરશું.




આ શ્રેણીના અન્ય લેખ વાંચવા અહિં નીચેની લિન્ક પર ક્લિક કરશો.

https://bhajanamrutwani.wordpress.com/category/%E0%AA%AE%E0%AA%A8%E0%AB%8B%E0%AA%9A%E0%AA%BF%E0%AA%95%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B8%E0%AA%BE/


Categories: મનોચિકિત્સા | Tags: , , | 1 Comment

ક્યારેક શારીરિક તકલીફનું કારણ માનસિક હોય છે (૩)

મીત્રો,

મનોચિકિત્સા – એ આજના યુગની એક અત્યંત આવશ્યક ચિકિત્સા છે. ભાવનગરના યુવા ડો. શ્રી શૈલેશભાઈ જાની ની કલમે આલેખાયેલ મનોચિકિત્સા ને આપણે ક્રમે ક્રમે અહિં સમજવાનો પ્રયાસ કરશું.




આ શ્રેણીના અન્ય લેખ વાંચવા અહિં નીચેની લિન્ક પર ક્લિક કરશો.

https://bhajanamrutwani.wordpress.com/category/%E0%AA%AE%E0%AA%A8%E0%AB%8B%E0%AA%9A%E0%AA%BF%E0%AA%95%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B8%E0%AA%BE/


Categories: મનોચિકિત્સા | Tags: , , , | Leave a comment

મારા પ્રતિભાવો (૧૦) – આગંતુક

મિત્રો,

આજે શ્રી ગાંડાભાઇ વલ્લભનો એક લેખ વાંચ્યો.

સુર્યાવર્ત
By ગાંડાભાઈ વલ્લભ
સુર્યાવર્ત દરરોજ સુરજ ઉગે ત્યારથી આથમે ત્યાં સુધી મસ્તકની પીડા ઉત્તરોત્તર વધતી રહે તેને સુર્યાવર્ત કહે છે. દરરોજ વહેલી સવારે ઉઠીને તરત કોપરું અને સાકર પાચન થઈ શકે તેટલા પ્રમાણમાં ખાવાથી આ દુખાવો કદાચ મટી શકે.


તેના પર શ્રી ભુપેન્દ્રસિંહજીનો પ્રતિભાવ નીચે પ્રમાણે છે.

Bhupendrasinh Raol Says:
April 23, 2011 at 12:24 pm | Reply
આધાશીશી કરતા આ રોગ જુદો કે એજ?મને અમદાવાદના વૈદ્યરાજ ભાષ્કરભાઈ હાર્ડીકરે આ સુર્યાવર્ત થયો છે તેમ કહેલું.સવારે બદામ પાકમાં કોઈ દવા આપતા હતા.


મારો પ્રતિભાવ નીચે પ્રમાણે છે

શ્રી ભુપેન્દ્રસિંહજી
તમે ગાંડાભાઈ પાસેથી કોઈ જવાબ નહિં મેળવી શકો એમ મને લાગે છે – કારણ કે તેઓ તો પુસ્તકમાંથી જોઈ જોઈને માત્ર ઉતારા કરે છે – તેઓ કાઈ વૈદ્ય નથી. તેઓ તો સાધુ છે – તેમણે સંન્યાસ લીધો છે – જુઓ અહિં કશાય માટે આશ્ચર્યચકિત નહિં થતા હો.

અનુભવી વૈદ્ય રોગ વિશે લખે તો જવાબ મળે – અહિં તો ખાલી ખાલિ માહિતિ હોય છે – ખાલી ચડી જાય એવી.

અને હા, બદામ પાક ખૂબ ખાજો


Categories: વાર્તાલાપ તથા પ્રશ્નોત્તરી | Tags: , | Leave a comment

ડસ્ટરથી નહીં ચોકથી આગળ વધો – આગંતુક

મિત્રો,

એક વખત એક શિક્ષકે બોર્ડ ઉપર એક લીટી દોરી અને વિદ્યાર્થીઓને કહ્યું કે આ લીટીને હાથ લગાડ્યાં વગર નાની કરી દ્યો. વિદ્યર્થીઓ તો મુંજવણમાં પડ્યા – કેટલાંક દોઢ ડાહ્યાં આગળ આવ્યાં અને ડસ્ટર ઉપાડ્યું અને લીટી ભુંસવાની કોશીશ કરવા લાગ્યાં. તરત શિક્ષકે અટકાવ્યા – લીટીને કોઈ પણ રીતે તમારે અડવાનું નથી. એક વિદ્યાર્થી શાંતિથી બેસીને બધું જોતો હતો – ધીરે ધીરે અને મક્કમ પગલે તે આગળ આવ્યો અને શિક્ષકને કહ્યું કે સર મને ચોક આપો. શિક્ષકે તેને ચોક આપ્યો. તેણે તેનાથી થોડેક દૂર એક વધારે મોટી લીટી કરી અને કહ્યું કે સર જોઇ લ્યો – હવે આ લીટી નાની દેખાય છે કે નહીં? શિક્ષકે તેને શાબાશી આપી.

આપણે પણ જીવનમાં એવું જ કરીએ છીએ ને? હંમેશા બીજાની ટીકા, નિંદા, કુથલી કરી કરીને બીજાની લીટિ નાની કરવાનો પ્રયાસ કરીએ છીએ – પરીણામે આપણે વામણાં દેખાઈએ છીએ. તેને બદલે બીજા જેવા છે તેવા સ્વીકારી લઈએ અને જો આપણે તેના કરતાં વધારે ઉજળાં દેખાવું હોય તો આપણી લીટી મોટી કરીએ – આપણે સારા કાર્યો કરીએ, આપણે વિકાસ કરીએ. આપોઆપ બીજી લીટી નાની થઈ જશે.

ગુજરાતમાં અત્યારે એવું જ ચાલે છે ને? વિરોધીઓ આખો દિવસ બસ મોદિજીની ટીકાઓ કર્યા કરે – તેમને વામણાં બતાવવાનો પ્રયાસ કરે – પરંતુ તેઓ તો સતત કાર્યરત રહે છે, સતત વિકાસ માટે પુરુષાર્થ કરે છે – તે કેવી રીતે પાછા પડે? આવું કરવાને બદલે જો વિરોધીઓ ગુજરાતના વિકાસમાં લાગી જાય, મોદીજીની ટિકા કરવાને બદલે ગુજરાતનો વિકાસ તે જ મહામંત્ર તેવા સૂત્ર અપનાવે અને દંભ નહીં પણ ગુજરાતની જનતા માટે કાર્ય કરે તો આપોઆપ તેમની લીટિ મોટી થઈ જાય.

મુળ વાત છે કે કામ કરનારને નીચા ન પાડો પરંતુ એવા કામ કરો કે તમે ઉંચા દેખાવ.

Categories: કેળવણી, ચિંતન, રાષ્ટ્રનો વિકાસ, શિક્ષણ | Tags: , , , , | 1 Comment

વિરાટ ને વામન – ફાધર વાલેસ

નોંધ: આ લેખ ભરજુવાની નામના પુસ્તકમાંથી સાભાર લેવામાં આવેલ છે.






Categories: ચિંતન, નિબંધ | Tags: , , , | Leave a comment

ઈસ તન ધન કી કૌન બડાઈ – કબીર

રાગ:- પીલૂ
તાલઃ-કેરવો


ઈસ તન ધન કી કૌન બડાઈ
દેખત નૈનોમેં માટી મિલાઈ

ધન યૌવન ઉડ જાયેગા જૈસે ઉડત કપૂર
મન મુરખ ગોવિંદ ભજ ક્યું ચાહત જગ ધૂલ

કહાઁ બાંધુ કુટીયામેં, કહાઁ બાંધુ બારી
કહાઁ તેરો જન્મ હુઓ, કહાઁ પડે માટી

અપને ખાતિર મહલ બનાયા
આપહી જાકર જંગલ સોયા

હાડ જરે જિવે લકડીકી મૂલી
કેસ જરે જિવે ઘાસ કી પૂલી

કહત કબીર સુનો રે ગુનિયા
આપ મુયે પિછે મિટ ગયી દુનિયા

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Tags: , , , | Leave a comment

Create a free website or blog at WordPress.com.