નીરાશાને ગોળી મારીએ

 

 

મીત્રો,

છેલ્લા ૩ અઠવાડીયાથી મારે માટે સંઘર્ષમય દિવસો આવ્યા છે. Optic Nuritis  નામની આંખની બીમારીને લીધે એક આંખની દૃષ્ટી લગભગ લુપ્ત થઈ ગઈ છે. એક આંખે જોવાનું ફાવે નહીં વળી તકલીફવાળી આંખમાં થતા ફેરફારની અસર સારી આંખમાં પણ થયા કરે તેથી ઉપાય તરીકે એક આંખે જુના જમાનામાં ચાંચિયાઓ જેવી પટ્ટી બાંધતા તેવી પટ્ટી લટકાવેલી રાખું છું. ઉપચાર ચાલે છે. ફરજીયાત આરામ ક્યારેક હતાશા આપે છે પણ ફરી પાછો હતાશા ખંખેરીને મનને મક્કમ કરીને બેઠો થઈ જાવ છું. અશોકભાઈ જેવા મિત્રો આ બીમારી વિશે ઈન્ટરનેટ પર સંશોધન કરીને ગુજરાતીમાં મને તેનું ભાષાંતર મોકલશે તો ગમશે. આપણાં વ્હાલા “બાપુ” શ્રી ભુપેન્દ્રસિંહજી ઘરે આવીને પાછા સન્નાટાની નગરીમાં પહોંચી ગયા છે તેમ અલપ ઝલપ જાણેલું. “મીતાબહેને” પણ એક પોસ્ટ મુકેલી તે ઉપર છલ્લી વાંચેલી. એક વાત કહું “મીતાબહેન” ? તમારે કશી સ્પષ્ટતા કરવાની જરૂર નહીં – તમે પોસ્ટ લખશો કે નહિં લખો પણ મારા બહેન તમે મને વ્હાલા જ લાગવાના છો.

 

લ્યો આ તો જરાક “ટહુકો” કરવા આવ્યો હતો. બાકી કોમ્પ્ય઼ુટર સામે બેસવાની સખત મનાઇ છે. ફરી મળશું પાછાં – રામે રામ…..

Categories: કેમ છો? | Tags: , , | 19 Comments

Post navigation

19 thoughts on “નીરાશાને ગોળી મારીએ

 1. Dipak Dholakia

  દુઃખ થયું. પણ હિંમત રાખો છો તે સારૂં છે.મારી શુભેચ્છાઓ.

  • Jagdishpuri Goswami

   દુઃખ થયું. પણ હિંમત રાખો છો તે સારૂં છે.મારી શુભેચ્છાઓ.

  • શુભેચ્છા અને હમદર્દી બદલ આભાર.

 2. Tejas Mehta

  Good to see you and hear that “ફરી પાછો હતાશા ખંખેરીને મનને મક્કમ કરીને બેઠો થઈ જાવ છું.”- Here are some of the links for ‘Optic neuritis’:
  http://www.ncbi.nlm.nih.gov/pubmedhealth/PMH0001750/
  http://en.wikipedia.org/wiki/Optic_neuritis

 3. All is well. Atulbhai…Get well Soon 🙂

  • અરે તમારી જેવી બહેનો હોય પછી ક્યો ભાઈ મુંજાય? 🙂

   All is well 🙂 😛

 4. અતુલભાઇ, જલ્દી સાજા થાઓ તેવી શુભેચ્છા. બસ આવો હકારાત્મક અભિગમ એ સાજા થવા માંડ્યાની નિશાની છે.
  જરૂરી વિગત એક મિત્ર દાક્તરને પણ ચર્ચી અને મેઇલ કરીશ. આભાર.

  • શ્રી અશોકભાઈ,
   મેં ઈન્ટરનેટ પરથી વિગતો ડાઉન લોડ કરી હતી પણ એક આંખે વાંચવાનો અભ્યાસ ન હોવાથી વળી મેડીકલ ભાષામાં હોવાથી થોડુંક ન સમજાયું. જેમને સમજાય તેઓ સમજાવવાને બદલે દિલસોજી બાતાવે કાં રડવા બેસે એટલે થયું કે કોઈ મજબુત હ્રદયનો માણસ આ બધું ગુજરાતીમાં લખીને મોકલે તો સારુ – એટલે તમે તરત યાદ આવ્યાં.

 5. અરે વાહ, ચાંચિયા જેવી પટ્ટી મસ્ત અને યોગ્ય લાગે છે ને.

  જલ્દીથી સાજા થાવ તેવી શુભેચ્છાઓ…

  • આટઆટલી ભુમિકાઓ ભજવી તો થયું કે આ પણ ભજવી જોઈએ.
   રોગ ભયંકર છે.. પણ સાજા થવાનો દૃઢ નિર્ધાર કર્યો છે. આપની શુભેચ્છા બદલ આભાર.

 6. himanshupatel555

  તમારી હિમ્મત પ્રેર્ણાદાયિ નીવડૅ એ જ અભ્યર્થના,એક આંખમાં પ્રકાશ છે- અધુરો હશે પણ સાચો છે.હું ૮ આંગળીઓથી લખું છું પણ ગુજરાતી ભાષાનુ સદ્યતન લખું છું બાકીની બે નડતી નથી કે રોકતી નથી-હિમતે મર્દા તો મદદે ઇશ્વર એ હકિકતે લખ જો.please get well soon.

  • હિંમાશુભાઈ,
   ઈશ્વરે આપણને ઘણું બધું આપ્યું છે – મેં તો હંમેશા આપની જેમ જે છે તેનો ઉપયોગ કરવો અને જે નથી તેની ચિંતા છોડી દેવી તેવો જ અભિગમ રાખ્યો છે. શુભેચ્છા બદલ આભાર – આપની આંગળીઓ પણ વહેલી મોડી સારી થાય તેવી શુભેચ્છા.

 7. શ્રી અતુલભાઇ,
  આપ નિશ્ચિત રહો.ભગવાન સૌ સારા-વાનાણ કરશે. 😦

  • હા સોહમભાઈ,
   મેં તો વર્ષોથી ફીકર છોડીને ફકીરી લીધેલી છે 🙂

 8. Dipak Dholakia

  શ્રી અશોકભાઈએ સુચવેલી લિંક પરથી મળેલી માહિતી અને અમુક બીજી વાતો ટૂંકમાં રજૂ કરૂં છું.
  ઓપ્ટિકલ ન્યૂરાઇટિસની બીમારીમાં આંખની અંદરના ઞ્જાનતંતુ પર સોજો આવી જાય઼ છે. આથી ઓચિંતા જ એ આંખની જોવાની શક્તિ ઓછી થઈ જાય છે આથી ઓછું દેખાય છે. આંખ અને મગજને જોડતા ઞ્જાનતંતુ પર સોજો આવી જાય છે જે એ ઞ્જાનતંતુ્ના રક્ષણ માટેના કવચને (માયલીન શીથ)ને નુકસાન પહોંચાડે છે.
  આ તકલીફનાં કારણો જાણવા નથી મળતાં પરંતુ, શક્ય કારણો આ પ્રમાણે છે:
  આ ઑટો-ઇમ્યૂન બીમારી હોય. આપના શરીરમાં રોગો સામે રક્ષણ આપે એવું રોગ-પ્રતિકાર તંત્ર હોય છે. ક્યારેક આ તંત્ર પોતે જ શરીરના નીરોગી કોશોને ઓળખવામાં ભૂલ કરે છે અને એ્ને દુશ્મન માનીને હુમલો કરે છે. વાડ થઈને ચીભડાં ગળે! રોગ પ્રતિકાર તંત્ર નબળું પડી જાય ત્યારે રોગ હુમલો કરતો હોય છે પણ અહીં એ ત્તંત્ર પોતે જ શરીરને નબળું પાડે છે. શરીર આમ તો બહારની કોઈ પણ વસ્તુનો સ્વીકાર કરતું નથી પણ ક્યારેક રોગ પ્રતિકાર તંત્ર ભૂલ કરી બેસે તો બહારનું તત્વ પણ પગદંડો જમાવી દે છે. ક્યારેક રોગ પ્રતિકાર તંત્ર બહારના તત્વ પ્રત્યે ઉદાર બનીને એની હાજરી સાંખી લે છે. એટલેસ્તો ગર્ભ ધારણ થઈ શકે છે. એમાં પણ સ્ત્રીના શરીરમાં બહારનું તત્વ પ્રવેશે છે પણ ઇમ્યૂન સિસ્ટમ આંખ આડા કાન કરે છે!

  આખા જીવન દરમિયાન કાળજી રાખવી તે આવા ઑટો-ઇમ્યૂન રોગોનો ઇલાજ છે. મુખ્યત્વે એનાં લક્ષણો પર કાબૂ રાખવાનો હોય છે. દવા પણ હોય છે પરંતુ એની સાઈડ- ઇફ઼ેક્ટ શી છે તે બરાબર સમજી લેવું જોઈએ. નિયમિત તપાસ કરાવતા રહેવું જોઈએ. કારણ કે બકરૂં કાઢતાં ઊંટ પેસવા જેવું ન થવું જોઈએ.

  આ બીમારી કોઈ બીજી તકલીફની આડ-પેદાશ જેવી છે. તમને આર્થરાઇટિસ, ડાયાબિટીસ જેવી બીમારી હોય તો એને પણ કાબુમાં રાખવાનો પ્રયત્ન કરવો. આર્થરાઇટિસ હોય તો વૉવેરોન ટેબ્લેટનો ઉપયોગ કરવાનું ટાળવું કારણ કે એની સાઇડ-ઇફ઼ેક્ટ કિડની પર થાય છે. ડાયાબિટીસ હોય તો આંખને અસર થતી હોવાનું સામાન્ય રીતે બને જ છે. તે ઉપરાંત ’ડાયાબિટિક ફ઼ુટ’ પોતે એક અલગ સમસ્યા છે. એમાં પગમાં જખમ થાય તો મટે જ નહીં અને બેદરકારી રાખવાથી પગની આંગળીઓ અથવા પગ પણ કાપવાનું જરૂરી બની જાય છે.
  તમને આર્થરાઇટિસ તો નહીં હોય પણ ડાયાબિટીસ હોય તો વધારે ધ્યાન રાખશો. કારણ કે હવે આંખ પણ કોઈ કારણસર ખરાબ થઈ છે.સાચવીએ તો ગભરાવા જેવું કઈં નથી.

  • શ્રી દિપકભાઈ

   અશોકભાઈ એ પણ સરળ ગુજરાતીમાં ભાષાંતર કરીને મોકલેલ છે. તેમને પ્રત્યુત્તર રુપે પાઠવેલ ઈ-મેઈલ માં હાલમાં ચાલી રહેલ તથા લીધેલ સારવાર વિશે જણાવેલ છે. સહુ શુભેછકોની જાણ માટે તે અહિં પણ રજુ કરુ છું.

   ————————-

   શ્રી અશોકભાઈ
   સહુ પ્રથમ તો આપનો ખૂબ ખૂબ આભાર.

   આ માહિતિ સરળ ગુજરાતીમાં હોવાથી મને ઘણી ઉપયોગી થઈ.

   સતત નિષ્ણાંત ડોક્ટર શ્રી સંજયભાઈ સવાણીની સારવાર ચાલુ છે. સહુ પ્રથમ Brain Test કરાવી લીધેલ કે જેથી મગજમાં કોઈ ખામી નથી ઉદભવીને તે ચકાસી લેવાયું તે Test નોર્મલ આવેલ છે.

   ત્યાર બાદ એક આંખ પાછળ સ્ટિરોઈડનું ઈંજેક્શન લીધેલ અને ૧૦ દિવસ સુધી તેની અસર ચકાસેલ – સાથે સાથે ચેતા તંત્રને સજાગ રાખતી ગોળીઓ લીધેલ અને આંખમાં જરૂરી ટીપા નાખવાનું ચાલુ રાખેલ. વળી સાથે સાથે સુગરને કંટ્રોલ કરવા ચાલવાનું, ગોળીઓ લેવાનું,ખોરાકને નિયમિત કરવાનું અને પ્રાણાયામ કરવાનું શરુ કરેલ છે. સ્યુગર હવે સાવ કાબુમાં આવી ગયેલ છે.

   ઈંજેક્શનની કોઈ અસર ન થતાં અમદાવાદ ડો. નાગપાલ સાહેબ પાસે વિશેષ તપાસ કરાવેલ. તેમના નિદાન અને સુચવેલ ઉપચાર પ્રમાણે ઈન વેઈન સ્ટીરોઈડ લેવા જરૂરી હતા. જે લીધેલ છે. તેની પણ ખાસ અસર ન જણાતા ૫ ન્યુરોબીયનના ઈંજેક્શન પુરક સારવાર તરીકે લીધેલ છે. હાલમાં કુદરતી ઉપચારો પણ સાથે સાથે શરુ કરેલ છે. જેવા કે સન ગેઝીંગ એક્સરસાઈઝ, કુદરત સાથે વધારે સાનિધ્યમાં રહેવું, પ્રાણાયામ વગેરે.

   આ ઉપરાંત ઓરલ સ્ટીરોઈડ લઘુ માત્રામાં લેવાનું ચાલે છે.

   ગઈ કાલે સહેજ વિઝન વધ્યું હોય તેમ જણાય છે.

   ધીરજ અને સમય કારગત નીવડશે.

   ગઈ કાલે એક લોહીના પરિભ્રમણને મગજ અને માથા તરફ પુરવઠો પહોંચાડતી નસોનો એક ટેસ્ટ કરાવેલ જે નોર્મલ આવેલ છે.

   બીજું મારે લાયક કામકાજ જણાવશો.

   મિત્રતામાં આભાર કે દિલગીરી દર્શાવવાના ન હોય પણ તેમ છતાંવધુ એક વખત આભાર ન માનું તો કૃતઘ્ન ગણાવુ

   આભાર

   અતુલ
   —————-

   દિપકભાઈ આપનો પણ ખુબ ખુબ આભાર.

   • શ્રી દિપકભાઇ, અતુલભાઇ.
    એક નમ્ર સુધારો; લિંક મેં નહીં શ્રી તેજસભાઇએ સુચવી છે તેથી તેમનો પણ આભાર.

 9. Dipak Dholakia

  વિઝન વધ્યું તે જાણીને આનંદ થયો. ડૉક્ટર જરૂર હશે તેટલા જ સમય માટે સ્ટૅરૉઇડ્ઝનો ઉપયોગ કરશે. સન-ગેઝિંગ વગેરે ઉપાયો પણ ડૉક્ટરને પૂછીને જ શરૂ કર્યા હોય તો સારૂં. મારો ઇ-મેલ તમારી પાસે છે જ. ઠીક થાઓ ત્યારે લખશો.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: