Daily Archives: 01/03/2011

પ્રાણાયામ



Categories: અધ્યાત્મ / યોગ | Tags: , , , | 1 Comment

પ્રેરણાઓ અને પ્રોત્સાહન (૧) – આગંતુક

ImageSource: http://googlegadgetworld.com/motivation/motivational/rotate.php


શું આપણે જાગૃત છીએ? ઉંઘમાંથી ઉઠવું અને રોજીંદુ કામકાજ કરવું તેને માત્ર જાગૃતિ ન કહેવાય. શું આપણે આપણાં વિચારો પ્રત્યે સભાન છીએ? લગભગ તેનો જવાબ નકારમાં હશે. જો સાવધાની પૂર્વક પોતાના વિચારો જોવામાં આવે તો દેખાઈ આવશે કે આપણે કેટલાં બધા નકામા, બીનજરૂરી અને બીન ઉત્પાદક વિચારો કરતાં હોઈએ છીએ. આવા વિચારોને જો વ્યવસ્થિત દેખરેખ દ્વારા મઠારવામાં આવે, તેને હકારાત્મક બનાવવામાં આવે તો તે વિચારોમાં થી જ આપણી ભાષા અથવા તો શબ્દો બનશે.

શું આપણે બોલતા પહેલા વિચારીએ છીએ ખરા? લગભગ નહિં. જેમ તેમ – જેને તેને જે મનમાં આવે તે કહી દેતાં પહેલાં જો આપણે થોડી વાર માટે રોકાઈએ – બોલતાં પહેલાં બે વખત વિચાર કરીએ, બોલાયેલા શબ્દો કેવી અસર ઉપજાવશે તેનો વિચાર કરીએ તો આપણે શબ્દોને વેડફવામાંથી બચી જઈશું. એક એક શબ્દની ધારી અસર ઉત્પન્ન કરી શકશુ અને તે શબ્દોની તાકાત જ યોગ્ય કાર્ય તરફ આપણને દોરી જશે.

શું આપણે આપણાં કાર્યો પ્રત્યે સભાન છીએ? શું કરવું ને શું ન કરવું તે જાણીએ છીએ? વૃક્ષ પર ફળ લટકતું જોઈને બાળક તે તરત જ તોડવા દોડશે – પણ ઠરેલ બુદ્ધિની વ્યક્તિ વિચાર કરશે કે અત્યારે આ ફળ પરિપક્વ છે કે કેમ? અત્યારે તોડવું જોઈએ કે બે દિવસ પછી? ટુંકમાં જેની બુદ્ધિ વિકસીત છે તે કોઈ પણ કાર્ય કરતાં પહેલા વિચાર કરશે અને પછી જ સમજણ પૂર્વક કાર્ય કરશે.

આપણી ટેવો શું છે? વારંવાર કરેલા આપણાં કાર્યો ટેવમાં પરીણમે છે. એક વ્યક્તિને પાન-મસાલો ખાવાની ટેવ (કુટેવ) કેમ પડી? કારણ કે તે કાર્ય તે વારંવાર કરે છે. એક વ્યક્તિને ચલચિત્ર જોવાની ટેવ કેમ પડે છે? કારણ કે વારંવાર તે ચલચિત્રો જોવે છે. ટુંકમાં જે કાર્ય આપણે વારંવાર કરીએ તે સારુ હોય કે ખરાબ પણ તેની ટેવ પડી જાય છે. ટેવમાંથી છુટવા માટે તેનાથી વિપરીત દિશામાં એટલે કે તે કાર્ય બને ત્યાં સુધી ન જ કરવું તેવો નીર્ણય કરવાથી જે તે ટેવમાંથી છુટકારો મળી શકે.

આપણી ટેવો આપણું ચારિત્ર્ય ઘડે છે. વારંવાર કરેલાં કાર્યો અને તેને પરીણામે ઘડાયેલું આપણું માનસ તે આપણું ચારિત્ર્ય છે. કોઈ વ્યક્તિ વારંવાર ખોટા એટલે કે સમાજને કે પોતાની જાતને હાનીકારક કાર્યો કરતો હોય તો તેનું ચારિત્ર્ય સારું નથી તેમ કહેવાય. તેવી જ રીતે કોઈ પોતાનું અને સમાજનું કલ્યાણ થાય તેવા કાર્યો સતત કરતા રહેતા હોય તો તેનું ચારિત્ર્ય સારું છે તેમ કહેવાય.

આપણું વર્તમાન તે આપણે ભુતકાળમાં કરેલા કરેલા કર્મો અને ભુતકાળના ચારિત્ર્યનો સરવાળો છે. તો એ જ વાત સાબીત કરે છે કે આપણાં વર્તમાનના કર્મો, વર્તમાનનું ચારિત્ર્ય, વર્તમાનની ટેવો, વર્તમાનના કાર્યો, વર્તમાનના શબ્દો અને વર્તમાનના વિચારો જ આપણું ભવિષ્ય ઘડવાના છે. અને હા, આ વર્તમાન આપણાં હાથમાં છે અને તેથી જ કહી શકાય કે આપણું ભવિષ્ય ઘડનાર કોઈ આકાશમાંના દેવો કે ગ્રહો નથી પણ આપણે પોતે જ છીએ.


ચાલો વિચાર કરતાં શીખીએ…..


Categories: પ્રેરણા / પ્રોત્સાહન | Tags: , , | Leave a comment

Blog at WordPress.com.