જીત પણ મળે – આ તો રમત છે
હાર પણ મળે – આ તો રમત છે
ટાઈ પણ મળે – આ તો રમત છે
જીત મળે તો – જીત મુબારક
હાર મળે તો – હાર મુબારક
સહુને યારો – ટાઈ મુબારક
નથી હારનો ગમ
નથી જીતનો હર્ષ
આ તો ટાઈ છે – માણ્યો રમતનો આનંદ
જીત પણ મળે – આ તો રમત છે
હાર પણ મળે – આ તો રમત છે
ટાઈ પણ મળે – આ તો રમત છે
જીત મળે તો – જીત મુબારક
હાર મળે તો – હાર મુબારક
સહુને યારો – ટાઈ મુબારક
નથી હારનો ગમ
નથી જીતનો હર્ષ
આ તો ટાઈ છે – માણ્યો રમતનો આનંદ
ધમપછાડા કર્યે હવે શું વળશે?
ઘોડા ભાગી ગયા પછી તબેલાને તાળા માર્યે શું વળશે?
સરી ગયો સમય પછી માથે હાથ દઈને બેસવાથી શું?
ઉભા થાવ, કરો નવજીવનની શરૂઆત – બાળસહજ ઉત્સાહ સહિત નવેસરથી !!
મને ન મળ્યો તો કાઈ નહિં – તેલ લેવા જા !!!
પણ બીજાને શું કામ મળ્યો ???
હવે હુંયે નહિં જંપુ અને ;
તનેય સખે નહિં બેસવા દઉ.
હું મનુષ્ય નથી, હું પુરુષ નથી;
હું સ્ત્રી નથી , હું બાળક નથી;
નથી કોઈ મારી જાત કે પાત;
હું તો એક શાશ્વત અસ્તિત્વ છું.
ન હું જન્મુ ને, કદી ના મરુ;
ન હું શ્વસુ ને, ન હું વસુ કશે;
સઘળું કાઈ મારામાં ઓતપ્રોત;
હું તો એક શાશ્વત અસ્તિત્વ છું.
ન કોઈ મારો દેશ, ન ભાષા;
ન હું કશું બોલું, ને ન ચૂપ રહું;
આસપાસ સર્વત્ર,અહી ને આઘે;
હું તો એક શાશ્વત અસ્તિત્વ છું.
વિવિધ દૃશ્ય તરંગો મુજમાં ઊઠે;
અને વળી શમે, પાછા મુજ મહી;
ઉષાસંધ્યાના રંગો, શમે કાળરાત્રીમાં;
હું તો એક શાશ્વત અસ્તિત્વ છું.
સુતો ત્યારે સ્વપ્નમાં, વિલસી રહ્યો;
જાગ્યો તો મુજ વિણ, કશુ ના મળે;
જાગ્રત,સ્વપ્ન ને વળી સુષુપ્તિમાંયે;
હું તો એક શાશ્વત અસ્તિત્વ છું.