Daily Archives: 25/02/2011

મુંબઈમાં ટનાટન ચાલે છે – આગંતુક

મિત્રો,
બે મિત્રો વાતચીત કરતાં હતા અને હું શાંતીથી સાંભળતો હતો. તેમના વચ્ચે જે સંવાદ થયો તે મને જેવો સંભળાયો અને સમજાયો તેવો અત્રે રજુ કરુ છું.

૧લો મિત્ર: અરે તને ખબર છે? મુંબઈમાં તો ટનાટન ચાલે છે.
૨જો મિત્ર: શું ટનાટન ચાલે છે?

૧લો મિત્ર: અરે તને ખબર નથી? આજકાલથી નહીં પણ વર્ષોથી ટનાટન ચાલે છે.
૨જો મિત્ર: જો હવે વાતમાં મોણ નાખ્યા વગર કહી દે કે શું ટનાટન ચાલે છે?

૧લો મિત્ર: રેશનાલિઝમ – રેશનાલિઝમ મુંબઈમાં ટનાટન ચાલે છે.
૨જો મિત્ર: તો એનું અહિં ગુજરાતમાં શું છે? મુંબઈમાં તો વર્ષોથી શિવસેનાયે ટનાટન ચાલે છે.

૧લો મિત્ર: એમ નથી પણ રેશનાલિસ્ટો આ વાતથી બહુ હરખાય છે કે કોઈ બાપુ કોઈ બાપાના ખોળે બેઠા.
૨જો મિત્ર: હવે ભાઈ, બાપુ અને બાપા ક્યારે કોણ કોના ખોળે બેસે તે કાઈ કહેવાય નહી. આવી બધી વાતો ગુજરાતમાં ન ચાલે.

૧લો મિત્ર: અરે યાર બાપુ બાપાના ખોળે બેસે તો તો પછી ગુજરાત આખું આ બાપુના પગલે બાપાના ખોળે ન બેસી જાય?
૨જો મિત્ર: અલ્યા – આ ગુજરાત છે – તને ખબર નથી ગુજરાત એટલે શું? જો ન ખબર હોય તો ક્યાંકથી જય વસાવડાનો દોસ્ત, હું ગુજરાત છું લેખ વાંચી લેજે. અહિં કોઈ ISM ન ચાલે. અહિં તો જે વ્યક્તિ, કુંટુંબ, સમાજ, ગામ, શહેર, રાજ્ય, દેશ, દુનિયા અને સમગ્ર સૃષ્ટિના વિકાસની વાત કરશે અને ખરેખર કાર્ય કરશે તે જ ચાલશે. બાકી વાતો કરનારા બાપુ હોય કે બાપા – ગુજરાતમાં તો ન ચાલે એટલે ન ચાલે.

મિત્રો, આ તો બે મિત્રોનો ભાંગ્યો તુટ્યો સંવાદ મને જેવો સંભળાયો અને સમજાયો તેવો અહિં છાપ્યો છે – કોઈએ કશું મનમાં ન લેવું ભાઇશાબ.

Categories: વાર્તાલાપ તથા પ્રશ્નોત્તરી, હળવી પળો | Tags: , , , | Leave a comment

Create a free website or blog at WordPress.com.