જો હું અનંત આત્મા હોઉ અને મારું સ્વરૂપ સત – ચિત – આનંદ હોય તો મને સંસારની કોઈ પણ બાબત વિચલિત ન કરી શકવી જોઈએ.
જો હું વિચલિત થતો હોઉ , અસ્વસ્થતા અનુભવતો હોઉ , હર્ષ-શોકના દ્વંદ્વોમાં વહ્યાં કરતો હોઉ તો જરૂર હું મારા આત્મ-તત્વને ભુલીને જે હું નથી તેવી કશીક બાબતનો મારી જાત પર આરોપ કરી બેઠો છું. આ આરોપને વહેલી તકે દૂર કરવો તે જ મારું પ્રથમ કર્તવ્ય છે.