શું માતા-પિતા જુગારી, ખુશામતખોર કે રુશ્વતખોર છે? કે જે પોતાનું બાળક જ્યાં સુધી સક્ષમ અને પગભર ન થાય ત્યાં સુધી તેની દેખરેખ રાખે છે અને પોતાની આજ્ઞામાં રહે તેમ ઈચ્છે છે.
ના, માતા-પિતાને કોઈ પણ બાળક આવું કહેવાની નફ્ફટાઈ ન કરી શકે. જેવી રીતે એક નાનકડું બાળક પણ જો પોતાની રીતે જન્મી ન શકતું હોય તો આ વિરાટ સૃષ્ટિ કેવી રીતે પોતાની રીતે ઉત્પન્ન થઈ હોય? તેનું સંચાલન કરનાર અને નીયમન કરનાર કોઈ શક્તિ હોય હોય અને હોય જ.. અને તે શક્તિને આસ્તિકોએ ઈશ્વર કહ્યાં. હવે ઈશ્વરે વખતો વખત પોતાના નીયમો સમજાવવા માટે ઋષિઓ મારફતે સંદેશાઓ આપ્યા હોય અને તેને એકત્રીત કરીને ઋષિઓએ તે સંદેશા સમગ્ર માનવ જાતને આપ્યાં હોય અને તે સંદેશાઓનું પાલન કરવાથી માણસ જાત સુખી થતી હોય અને તેના બદલામાં ઋણ-સ્વીકાર રૂપે સમજું માણસો ઈશ્વરને પ્રણામ કે નમન કે તેની પૂજા અર્ચના કરતાં હોય તો તેવે વખતે શું ઈશ્વરને જુગારી, ખુશામતખોર કે રુશ્વતખોર કહી શકાય?
Daily Archives: 11/02/2011
શું માતા-પિતા જુગારી, ખુશામતખોર કે રુશ્વતખોર છે?
Categories: ચિંતન, વાર્તાલાપ તથા પ્રશ્નોત્તરી
Leave a comment