દિપકભાઈનો મીતાબહેનને પ્રશ્ન

દિપકભાઈનો પ્રશ્ન

મીતાબહેન,

શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે કેટલો ફેર? અંધશ્રદ્ધા પોતે શ્રદ્ધા નથી? અથવા શ્રદ્ધા અંધશ્રદ્ધા નથી? કઈરીતે ભેદ કરવો? એકની શ્રદ્ધા તે બીજાને મન અંધશ્રદ્ધા હોય એવું ન બને? આપણે “અંધશ્રદ્ધાળુઓ”ને ભાંડીએ છીએ ત્યારે આપણી જાતને ઊંચે નથી મૂકતા ને?એ આપણો ઘમંડ નથી ને? એક આદિવાસીની પૂજાની રીત -બકરા, મરઘાનો બલિ ચડાવે એ અંધશ્રદ્ધા અને આપણે મંદિરમાં જઈએ અને મૂર્તિ સામે હાથ જોડીને ઊભા રહીએ એ શ્રદ્ધા? ઘણાયે સવાલો મનમાં ઊઠ્યા કરતા હોય છે, તે જાહેરમાં મૂકું છું.


જ્યાં સુધી માનવ મન અસ્તિત્વ ધરાવે છે ત્યાં સુધી પ્રશ્નો ઉઠતાં જ રહેવાના છે. ઘણાં પ્રશ્નોના યોગ્ય ઉકેલ મળે તો જીવનની સમસ્યા હળવી થાય તેથી આવા પ્રશ્નો જાહેરમાં મુકવા જ જોઈએ તેમ હું માનું છું. કોઈ પણ પ્રશ્ન જ્યારે તે જાહેર હોય ત્યારે તેના ઉત્તરો જુદા જુદા હોવાના અને આવા જુદા જુદા ઉત્તરોને આધારે જ આપણે જન-સમૂહનો ક્યાસ કાઢી શકીએ કે સમાજ હાલમાં કેવા પ્રકારના વૈચારિક, સામાજિક કે માનસિક પ્રવાહમાંથી પસાર થઈ રહ્યો છે. ભગવદ ગીતા કહે છે કે એવી કોઈ વ્યક્તિ નથી કે જે કોઈ ને કોઈ પ્રકારની શ્રદ્ધા ન ધરાવતો હોય. વાસ્તવમાં વ્યક્તિની જેવી શ્રદ્ધા હોય તેવો જ તે બનવા લાગતો હોય છે. આપણે ત્યાં શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે બહુ વાદ-વિવાદ ચાલે છે જ્યારે ભગવદ ગીતા શ્રદ્ધાના ત્રણ ભેદ પાડે છે. સાત્વિક, રાજસીક અને તામસીક. આ આખીએ સૃષ્ટિનો વિસ્તાર કપીલ મુનીના સાંખ્ય સિદ્ધાંત પ્રમાણે ત્રીગુણાત્મક પ્રકૃતિમાંથી થયો હોવાથી ઘણી બધી વસ્તુ અને બાબતોમાં આપણને આ ત્રીપુટી દેખાતી હોય છે. જેમાં સત્વ ગુણ ને ઉત્તમ, રજોગુણને મધ્યમ અને તમોગુણને કનિષ્ઠ ગણાવાયો છે.

શ્રીમદ ભગવદગીતાનો ૧૬મો અદ્યાય દૈવાસૂર સંપદ્વિભાગ યોગ છે. તેમાં ત્રણ બાબતોને નરક એટલે કે અધ:પતનના દ્વાર સમાન ગણાવી છે – કામ,ક્રોધ અને લોભ.

કામ, ક્રોધ ને લોભ છે દ્વાર નરકનાં ત્રણ,
નાશ કરી દે આત્મનો, તજી દે લઈ પણ.

અંધારા એ દ્વારથી મુક્ત થાય જે જન,
તે જ કરે કલ્યાણ ને પામે છે ગતિ ધન્ય.

શાસ્ત્રોની વિધિ છોડતાં મનસ્વીપણે જે,
કર્મ કરે, ના તે લભે સિદ્ધિ મુક્તિ સુખ કે.

કર્મમહીં તો શાસ્ત્રને પ્રમાણ તું ગણજે,
શાસ્ત્રાજ્ઞા માની સદા કર્મ બધાં કરજે.

ત્યાર બાદ આ અધ્યાયની સમાપ્તિ થાય છે અને ૧૭મો અધ્યાય શ્રદ્ધાત્રયવિભાગ યોગ શરુ થાય છે. આખે આખો અધ્યાય જ શ્રદ્ધાના ત્રણ પ્રકાર ઉપર જુદો આપવામાં આવ્યો છે કે જે દર્શાવે છે કે આ શ્રદ્ધા વિશે સમજવું કેટલું બધું અગત્યનું છે. હવે અર્જુન પ્રશ્ન કરે છે :-

શાસ્ત્રોની વિધિને મૂકી શ્રદ્ધાથી જ ભજે,
સાત્વિક, વૃત્તિ તેમની, રાજસ તામસ કે ?

તેના પ્રત્ત્યુત્તરમાં શ્રીકૃષ્ણ કહે છે

સૌની શ્રદ્ધા સહજ તે ત્રણ પ્રકારની હોય,
સાત્વિક, રાજસ, તામસી; સુણ તે કેવી હોય.

હૈયું જેવું હોય છે તેવી શ્રદ્ધા હોય,
શ્રદ્ધામય છે માનવી, શ્રદ્ધા જેવો હોય.

સાત્વિક પૂજે દેવને, રાજસ યક્ષ ભજે,
તમોગુણીજન પ્રેતને પ્રાણી અન્ય ભજે.

શાસ્ત્રોથી ઉલટી કરે ઘોર તપસ્યા જે,
દંભી અભિમાની અને કામી ક્રોધી જે.

આત્મારૂપ રહ્યા મને તે પીડા કરતા,
નિશ્ચય તેનો રાક્ષસી, ફોગટ શ્રમ કરતાં.

આ ઉપરાંત ત્રણ પ્રકારના ખોરાક, યજ્ઞ, તપ અને દાન પણ વર્ણવ્યા છે. જે રસ ધરાવતા લોકોને અભ્યાસ કરવા અનુરોધ છે.

પ્રકૃતિના આ ત્રણ ગુણો વિશે વિશેષ માહિતિ ૧૪માં અધ્યાયમાં છે જેનું નામ ગુણ ત્રય વિભાગ યોગ છે. શ્રીમદ ભગવદ ગીતા નાનો સરખો અને માનવ માત્ર માટેનો ગ્રંથ છે. દિપકભાઈ કહે છે તેમ જ્યારે આ વાત કહેવાયી ત્યારે પૃથ્વીના પટ પર માત્ર માનવો જ હતા. કોઈ હિંદુ, મુસલમાન, ખ્રીસ્તી, પારસી, જૈન, યહુદી, બૌધ વગેરે ધર્મો, સંપ્રદાયો અને તેના અનેવિધ ફાંટાઓ ન હતાં. ત્યારે લડાઈ ધર્મ માટે નહોતી થતી પણ જર, જમીન અને જોરું માટે તો ત્યારેય લડાઈ થયાં કરતી. તેથી જો પૃથ્વીના પટ પરથી સઘળાં ધર્મો નાશ પામે કે એક જ ધર્મ અસ્તિત્વ ધરાવે તો પણ લડાઈ બંધ થઈ જશે તેવું કોઈ પ્રમાણ નથી મળતું – કારણ કે બહારની લડાઈ લડાતાં પહેલાં મનમાં યુદ્ધ શરુ થયેલું હોય છે.

ટૂંકમાં વ્યક્તિનું અંત:કરણ જેવું હોય તેવી તેની શ્રદ્ધા હોય છે – કોઈ વ્યક્તિને તામસી માંથી રાજસી કે સાત્વિક બનાવી દ્યો તો આપોઆપ તેની શ્રદ્ધા ફરી જશે તેવી જ રીતે કોઈને સાત્વિક માંથી રાજસી કે તામસી બનાવી દ્યો તો આપોઆપ તેની શ્રદ્ધા ફરી જશે. તેથી જ તો સંગનો મહિમા છે.

સાર: વ્યક્તિના અંત:કરણમાં જેમ જેમ ફેરફાર થાય તેમ તેમ તેની શ્રદ્ધામાં ફેરફાર થાય છે.


મુળભુત લેખ અને ત્યાં થઈ રહેલી ચર્ચા વાંચવા અહી ક્લિક કરશો


Categories: વાર્તાલાપ તથા પ્રશ્નોત્તરી | Tags: , , | 2 Comments

Post navigation

2 thoughts on “દિપકભાઈનો મીતાબહેનને પ્રશ્ન

  1. શ્રદ્ધા અને અંધશ્રદ્ધા ઉપર દીપકભાઈનો પ્રતિભાવ,નીચે મીતાબહેનનો અનુભવ,સ્વેટર પહેરે કોઈ અને ગરમી લાગે કોઈ બીજાને.મિત્રો ચર્ચામાં જુકાવો.મિત્રો પ્રતિભાવો મૂળ લેખ નીચે મીતાબહેનના બ્લોગમાં આપવા વિંનતી.જેથી એકરસતા જળવાય.

    http://brsinh.wordpress.com/2011/02/09/%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A7%E0%AA%BE-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%85%E0%AA%82%E0%AA%A7%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A7%E0%AA%BE-%E0%AA%B6/

    શ્રી ભુપેન્દ્રસિંહજીની ઉપરોક્ત અપીલ મુજબ આપ સહુ ચર્ચા મુળ લેખ પર જ કરશો. અહિં મેં મારો પ્રતિભાવ અલગથી એટલા માટે આપ્યો છે કે મીતાબહેન અને ભુપેન્દ્રસિંહજીના બ્લોગ પર મારા પ્રતિભાવો કોઈ પણ કારણસર પ્રગટ થઈ શકતાં નથી. મેં મારા માટે ઘડેલ બ્લોગિંગના નિયમ પ્રમાણે જે બ્લોગ પર મારા બે પ્રતિભાવો પ્રગટ નહિં થઈ શકે ત્યાં હું હવે પ્રતિભાવ નહિં આપું કે ચર્ચા નહિં કરું – તે નિયમ પ્રમાણે હવે હું મીતાબહેન કે ભુપેન્દ્રસિંહજીના બ્લોગ પર પ્રતિભાવ ન આપતો હોવાથી મારા બ્લોગ પર સ્વતંત્ર પ્રતિભાવ આપુ છું. અને હા, હજુ સુધી હું તેમના લેખ અને ચર્ચા વાંચી શકું છું એટલે તેના આધારે મારા વિચારો મારા બ્લોગ પર મુકવા માટે સ્વતંત્રતા ધરાવું છું 🙂

  2. બ્લોગ સબસ્ક્રીપ્શનમાં મળેલી પોસ્ટ અને પછી થતાં ફેરફારો
    —————————————–

    મિત્રો શ્રી દિપકભાઇ ધોળકિયાનો એક પ્રતિભાવ રાખું છું. એમનાં મનમાં અને મારા કે બીજા કોઇના મનમાં પણ આવા પ્રશ્નો ઊઠતા હોય છે. જેને ચર્ચા માટે અહિં રાખું છું. જેથી પ્રતિભાવો દ્વારા કંઇક વધુ જાણવા મળે.

    મીતાબહેન,
    શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે કેટલો ફેર? અંધશ્રદ્ધા પોતે શ્રદ્ધા નથી? અથવા શ્રદ્ધા અંધશ્રદ્ધા નથી? કઈરીતે ભેદ કરવો? એકની શ્રદ્ધા તે બીજાને મન અંધશ્રદ્ધા હોય એવું ન બને? આપણે “અંધશ્રદ્ધાળુઓ”ને ભાંડીએ છીએ ત્યારે આપણી જાતને ઊંચે નથી મૂકતા ને?એ આપણો ઘમંડ નથી ને? એક આદિવાસીની પૂજાની રીત -બકરા, મરઘાનો બલિ ચડાવે એ અંધશ્રદ્ધા અને આપણે મંદિરમાં જઈએ અને મૂર્તિ સામે હાથ જોડીને ઊભા રહીએ એ શ્રદ્ધા?
    ઘણાયે સવાલો મનમાં ઊઠ્યા કરતા હોય છે, તે જાહેરમાં મૂકું છું.
    ———————————————–

    વર્ડપ્રેસ આપણે જે બ્લોગ પરના લેખ કે ચર્ચામાં રસ ધરાવતાં હોઈએ તે બ્લોગ માટે સબસ્ક્રાઈબ થવા માટેની સુવિધા આપે છે. આ સુવિધા અનુસાર મેં મીતાબહેનના બ્લોગનું સબસ્ક્રીપ્શન કરાવેલ છે. તેથી જ્યારે તેઓ નવી પોસ્ટ મુકે કે તરત જ મને ઈ-મેઈલમાં તેમની પુરેપુરી પોસ્ટ મળી જાય. તેથી હું મારા ઈ-મેઈલ એકાઉન્ટમાં જ તેમની પોસ્ટ વાંચીને પછી જો મને ઈચ્છા થાય તો તેમની પોસ્ટ પર મારી ચર્ચા મારા બ્લોગ પર પોસ્ટ રુપે મુકુ છું. જો મારે તેમના બ્લોગ પર થયેલી ચર્ચા વાંચવી હોય તો ત્યાં જઈને કોમેન્ટ જોવી પડે પણ જો માત્ર મુળ પોસ્ટ પર જ વાતચીત કરવી હોય તો તેમના બ્લોગ પર જવાની જરૂર નહિં.

    હવે જ્યારે કોઈ બ્લોગર કોઈ એક પોસ્ટ પ્રસિદ્ધ કરી દે અને ત્યાર પછી જો તે મુળ પોસ્ટમાં ફેરફાર કરે તો ઈ-મેઈલમાં તે વિશે કશી જ માહિતિ આવતી નથી. જે વર્ડપ્રેસની એક ખામી કહેવાય. આ પોસ્ટ માં જ એવું બન્યું કે મને મળેલી પોસ્ટ જ્યારે મીતાબહેનના બ્લોગ પર જોઈ તો આખુંયે પોસ્ટનું સ્વરૂપ જ બદલાઈ ગયું હતું.

    આ મુશ્કેલીને બે રીતે નીવારી શકાય :-

    ૧.પહેલેથી જ પુરેપુરી સમજીને પોસ્ટ મુક્યા પછી તેમાં ફેરફાર ન કરવો (બ્લોગરના હાથની વાત)

    અથવા

    ૨. દરેક અપડેટ થતી પોસ્ટની માહિતિ વર્ડપ્રેસ દ્વારા ઈ-મેઈલમાં મોકલવી (વર્ડપ્રેસ ના હાથની વાત)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: