તારું કશું ન હોય તો છોડીને આવ તું,
તારું જ બધું હોય તો છોડી બતાવ તું.
રાજેશ વ્યાસ
મિસ્કીન નો બહુ જાણીતો શેર યાદ આવ્યો. આપણે સહુ એક વિચિત્ર પરિસ્થિતિમાં મુકાયેલા છીએ કે જ્યાં આપણે જ્ઞાની પણ નથી અને અજ્ઞાની પણ નથી. તેવી જ રીતે એવી સ્થિતિમાં છીએ કે જ્યાં બધું છોડી પણ નથી શકાતું અને બધાનો સ્વીકાર પણ નથી થઈ શકતો.
એક દ્વંદ્વભરી પરિસ્થિતિમાં હર-હમ્મેશ જીવવા માટે આપણે રોજે-રોજ સંઘર્ષ કરીએ છીએ. જો બધું જ આપણું હોય તો છોડી બતાવવાની વાત પણ રહસ્યમય છે – કોને છોડવું? અને છોડ્યાં પછી પણ તે તો જ્યાં હોય ત્યાં જ રહે છે – ત્યાગ માત્ર મનથી થાય અને સ્વીકાર પણ મનથી થાય. વાસ્તવમાં કાં તો બધુ જ આપણું છે – જો આપણે આત્મભાવમાં રહીએ તો અને કાં તો કશુંયે આપણું નથી જો દાસ ભાવે રહીએ તો. પણ આપણે જીવ ભાવે રહીએ છીએ અને તેથી આ છોડવાની અને પકડવાની રમત સતત ચાલતી જ રહે છે.
દ્વંદ્વાતીત થવું હોય તો બે જ રસ્તા છે – કાં તો અહમને એટલો વિસ્તારવો કે બધું જ તેમાં સમાવિષ્ટ થઈ જાય અથવા તો અહમને એટલો શૂદ્ર – દાસ બનાવવો કે માયા તેને બાંધી ન શકે. આ સીવાયના બધાં જ માયાના હાથમાં રમકડાં બની જાય છે.
જે જાણે છે તે નથી જાણતો.
જે નથી જાણતો તે જાણે છે
ઞ્જાન અપાર છે તો અઞ્જાન પણ અપાર છે.
આપણું નહીં તે ઞ્જાન.
આપણું તે અઞ્જાન.