બ્રહ્મલીલા – અખા ભગત

ચોખરો-૧
(રાગ:સામેરી)
ૐ નમો આદિ નિરંજન રાયા, જહાં નહિ કાળ કર્મ અરૂ માયા;
જહાં નહિ શબ્દ ઉચ્ચાર ન જંતા, આપે આપ રહે ઉર અંતા(અંદર).

“છંદ”
ઉર અંતરમેં આપ સ્વબસ્તુ, ઢિગ(પાસે) નહીં માયા તબેં(ત્યારે);
અન્ય નહિ ઉચ્ચાર કરિવે, સ્વસ્વરૂપ હોહીં જબેં(જ્યારે)…..૧

મિથ્યા માયા તહાં કલ્પિત, અધ્યારોપ કિનો સહી;
અર્દ્ધમાત્રા સ્વભાવ પ્રણવ સો, ત્રિગુણ તત્વ માયા ભઇ…..૨

આપ જ્યૌં કે ત્યૌં નિરંજન, સર્વ ભાવ ફેલી અજા(માયા);
જ્યોં ચુંબક દેખકેં લોહ ચેતન, ત્યૌં દૃષ્ટોપદેશ પાઇ રજા…..૩

પરમ ચૈતન આદિ નિરંજન, અકરતા પદ સો સદા;
અજા અલ્પ અર્વાક(અર્વાચીન) અંજન(મેલ), ભો(થયું) જગત પલમેં તદા(ત્યારે)…..૪

સગુણબ્રહ્મ સો સ્તુતિ પદારથ, દૃષ્ટ પદારથસ્વામિની(વસ્તુનાં માલીક);
અખા બ્રહ્મ ચૈતન્યઘનમેં, ભઇ અચાનક દામિની(વીજળી)…..૫

ચોખરો-૨
ઐસેં આપ સગુનબ્રહ્મ સ્વામી, ઐસેં હી અંશ ભયો બહુનામી;
આપ ફ્લાવ કિનો ગૃહિ માયા, સહજ ભોગ કરિ સુત તીનું(ત્રણ) જાયા(ઉપજાવ્યા).

“છંદ”
જાયે તીન સુત જગતકારન, સત્વ રજ તમસાદિ ભયે;
પંચભૂત અરૂ પંચમાત્રા, તમોગુન કેરે કહે…..૧

દેવ દશ અરૂ ઉભય ઇંદ્રિય, બેગ(શીઘ્ર) ઉપજે રજહીંકે;
ભયે ચતુષ્ટય સત્વગુનકે, કામ દિનો કર અજહીંકે…..૨

રજોગુન સો આપ બ્રહ્મા, તમોગુન સો રૂદ્ર હે;
સત્વગુન સો વિષ્ણુ આપે, સગુનબ્રહ્મ પહુંચી ચહે…..૩

ચાર પંચક અરૂ ચતુષ્ટ્ય, એક પ્રકૃતિ મૂલકી;
આપકો પરિવાર બઢાયો, ભઇ માતા શ્થુલ કી…..૪

ચલી આવે કલા ચિદ્કી, બન્યો પુરૂષ વિરાટ એ;
કહે અખા માયા કહો કે, કહો પરબ્રહ્મઘાટ એ…..૫

ચોખરો-૩
ઐસેઇ અંશ ચલ્યો અવિનાશી, તાકી ભાંતિ ભઇ લક્ષ ચોરાશી;
નિર્ગુણ બ્રહ્મ સગુન ભયો ઐસેં, તાકોં ઓર કહીંજે કૈસેં.

“છંદ”
ઓર નહિ કોઇ કલ્પ હરિતેં, જ્યાં પાનિકો પાલા(બરફ) ભયો;
જોઇ નિર્ગુન સોઇ સગુન હે, નામરૂપ આપેં નયો…..૧

નામ નહિં તાકે નામ સબ હે, રૂપ નહિં તાકે રૂપ સબેં;
કારજ કારન ઔર નાંહીં, રૂપ અરૂપી વ્હૈં(થઇને) ફ્રબે(શોભે)…..૨

સગુન બેત્તા નિર્ગુનકો હે, નિર્ગુન પોષક સગુનકો;
જ્યૌં પુરૂષકી પરછાંહિ દર્પન, આનન(મુખ) સમર્યો જંનકો…..૩

જડકો રૂપ ચૈતન્ય લીનો, ચૈતન્ય જ્યોંકો ત્યોં સદા;
રૂપબિના ખેલ ફ્બુત(શોભતો) નાંહીં, આપ બન્યો અપની મુદા(પ્રસન્નતાથી)…..૪

સહજ ઇચ્છા બાનક(રચના) બન્યો હે, અન્ય નહિ કોઉ આપતેં;
કહે અખા અહંકૃતિ દુજી, માન લીની વ્યાપતેં…..૫

ચોખરો-૪
ઐસો રમન ચલ્યો નિત્ય રાસા, પ્રકૃતિ પુરુષકો વિવિધ વિલાસા;
જેસેં ભીંત રચી ચિત્રશાલા, નાના રૂપ લખે જ્યોં વિશાલા.

“છંદ”
બિશાલ દર્પન ભીંત કીનિ, ઓર સ્વચ્છ સત્ય સ્વામિની;
તાહીકે મધ્ય ભાંતી ભાસી, વેસિ સત્ય સુહાવની(શોભતી)…..૧

ત્યોં અજાક મધિ ભાંતી નાના, વસ્તુ વિશેષહીં ભાસી હે;
આત્મા અકર્તા અભોગ અવયવ, જાનત જીવ વિલાસી હે…..૨

પ્રકૃતિ પુરુષકે જોગ જંતુન, મિથ્યા પુરુષ પ્રકટ ભયો;
સો આધ નાહીં અંત્ય નાહી, મધ્ય માનિ તાપેં રહ્યો…..૩

સંશય મિથ્યા વિપરીતભાવના, જબ લગી જો નર કરૈ;
તબલગી નાના દેહ ધરહીં, માયામેં ઉપજૈ મરૈ…..૪

પિંડ પર સો મોહ પાયો, પુરંજન તાતેં ભયો;
કહે અખા યહ જીવૌત્પત્તિ, માન મિથ્યા લે રહ્યો…..૫

ચોખરો-૫
સદા સર્વદા નાટક માયા, નાટક ચલે દેખે પરબ્રહ્મ રાયા;
સો સબ લે અપને શિર જંતા, તાતેં ન આવહીં જીવકો અંતા.

“છંદ”
અંત ન આવહીં કૃત્ય ભાવહીં, રંજના(પ્રીતી) દેહસોં સદા;
મેં મમતા કર આપ પોખે, ત્યોં ત્યોં મન પાવૈ મુદ્દા…..૧

સ્વરૂપ જેસો પુત્ર વંધ્યા, કર્મ નિત ઐસેં કરે;
આકાશકી નિત્ય મોટ(પોટલી) બાંધે, ભંડાર લે અપના ભરે…..૨

અજાયે(નહિ જન્મેલાં) નર સુભટ યોદ્ધા, તાહીકી સેના રચી;
ગાંધર્વનગરી જીતિવેકોં, ચલે રાય સુંદર શુચી…..૩

જય પરાજય નિત્ય પાવે, હર્ષ શોક હ્રદે વિષે;
તન મનકે આનંદ કારન, કર્મમાદક નિત ભખે…..૪

અસંભાવના(સંશય) વિપરીતભાવના, તાહીકે હિયમેં રહી;
કહે અખા એ જીવનલચ્છન, ઉત્પત્તિ સ્થિતિ વાકી કહી…..૫

ચોખરો-૬
હોતા નહીં અબેં નાહીં આગેં, મિથ્યા ભ્રમ ભ્રમિવેકોં(ભમવા માટે) લાગે;
જ્યૌં દેહકે સંગ છાયા હોઇ, સો મિથ્યા નાં સાંચી(સત્ય) સોઇ.

“છંદ”
નાંહીં મિથ્યા નાંહીં સાંચો, રૂપ ઐસો જીવકો;
જન્મ મરન ઔ ભ્રમન સંશય, ચલ્યો જાઇ સદૈવકો…..૧

તાહી અચાનક ચેતના જબ, ઉપજેં નરકે વિષે;
જન્મ મરન ઔ ભોગ સુખ દુઃખ, કાલ કર્મ ફલકોં લખે…..૨

યહી બિચાર ગુરુતેં આયો, આતુરતા ઉપજી ખરી;
ચરનકમલ પર શીશ ધરકે, સેવા સ્તુતિ અતિશય કરી…..૩

કીની જુ નવધા ભક્તિ ભાવૈં, અધિકારપરતે ગુરુ કહી;
પ્રેમાતુર વૈરાગ કેવલ, જેસી કહી તેસી ગ્રહી…..૪

કહે અખા મહાવાક્ય ગુરુ કો, ઊગ નીકસે આપસેં;
જ્ઞાનઅર્કકી જોન્હસોં(જેવડે) કર, રહ્યો નહિ મન માપસેં…..૫

ચોખરો-૭
જૈસે અંડ પિંડ ફૂટૈં વિહંગા(પક્ષી), ઔર રૂપ ભયો ઓરહી રંગા;
આગેં અંડમધ્ય ગંદા પાની, ચલન હલન તાકી કોમલ બાની.

“છંદ”
બાની કોમલ અંગ ખેચર(પક્ષી), ભૂચરભાવના સબ ટરી;
તેસેં જંત પ્રસાદ ગુરુ તેં, અહંતા અપની ગિરીં…..૧

યથારથ સ્વસ્વરૂપ હરિકો, હરિજનકે ઉરમેં બસ્યો;
સાંખ્યયોગ સિદ્ધાંત પાયો, કહ્યો ગુરુ ત્યાં અભ્યસ્યો(અભ્યાસ)…..૨

તત્વમસિ જો બાક્ય શ્રુતિકો, ગુરુકૃપાતેં સો ભયો;
આધ જીવ મિથ્યા કહ્યો, તબ ઐસેંકો ઐસો કહ્યો…..૩

આપ પરબિન ખેલ દેખ્યો, નિત્ય નાટક સંભ્રમૈં;
અરૂપમધ્ય સ્વરૂપ ભાસ્યો, જ્યોં પુતરિકા(પુતળી) ખંભમેં…..૪

યહ અખા ઐસોઇ જાને, તાઇકે ઘટ ઉપજૈ;
જૈસે કો તૈસો ભયો જબ, મધ્યતેં અહંતા તજૈ…..૫

ચોખરો-૮
મહાજન જાને મહાકલ(યુક્તિ) ભેવા(ભેદ), જો પરબ્રહ્મ પર્યો સત્યમેવા;
જ્યાં ચુંબકતેં ચેતન ભયો લોહ, જીવપનો તાકો યોં ખોહા(ખોવાયું).

“છંદ”
ખોહા ગયો બિચ બલ અજાકો, તાહીતેં ચેતન ભયો;
અંધા અચાનક નેંન પાયો, દ્વંદ્વ બિચતેં ટર ગયો…..૧

સ્તુતિ પદારથ નયન દેખ્યો, દૃષ્ટ પદાર્થ ગયા બિલા(વિલીન);
મિટી દેહકી ભાવના અબ, સ્વયં ચૈતન વ્હૈ ચલા…..૨

ધ્યેય ધ્યાતા અરૂ કરન કારન, માયાકે મધ્ય જો સહી;
રજ્જુ લગી સો ભુજંગ ભ્રમ હેં, બિન રજ્જુ કેસો અહી…..૩

પ્રીછીવેકો પ્રતાપ બડહે, જાનહી બિરલા જના;
આગેં પાછેં ઓર નાંહી, આપ બિલસ્યા આપના…..૪

કહે અખા એ બ્રહ્મલીલા, બડભાગી જન ગાયગો;
હરિ હીરા અપને હ્રદય મેં, અનાયાસસોં પાયગો…..૫


અખાનું સાહિત્ય માણવા નીચેની લિન્ક પર ક્લીક કરશો.
અખા ભગત


Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Tags: , , | 3 Comments

Post navigation

3 thoughts on “બ્રહ્મલીલા – અખા ભગત

 1. શ્રી અતુલભાઇ,
  આ આખી રચના મેં લોકહિતાર્થે જ વિકિસોર્સ પર મુકેલી છે. માત્ર તેની લિંક આપી હોત તો પણ ચાલત.
  (વિકિસોર્સના નિયમાનુસાર જે તે કૃતિની લિંકબેક આપવી જરૂરી છે) નીચે લિંક્સ આપી છે.અખાભગતના કાર્ય વિશે હજુ ઘણું ત્યાં મુકવાનું છે. આપ પણ સહકાર આપી શકો છો.આભાર.

  વિકિસોર્સ : http://wikisource.org/wiki/%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B9%E0%AB%8D%E0%AA%AE%E0%AA%B2%E0%AB%80%E0%AA%B2%E0%AA%BE

  આ પણ જુઓ : http://wikisource.org/w/index.php?title=%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B9%E0%AB%8D%E0%AA%AE%E0%AA%B2%E0%AB%80%E0%AA%B2%E0%AA%BE&action=history

  • શ્રી અશોકભાઈ,
   આવું ઉમદા કાર્ય આપના દ્વારા જ થયું હોય તેની મને ખાત્રી હતી. મને આપ જણાવશો કે હું કેવા પ્રકારનો સહકાર આપી શકું તો શક્ય હશે અને સમય હશે તો જરૂર સહકાર આપીશ.

  • જુદી જુદી સંસ્થાઓ અને વેબસાઈટ વગેરેના નિયમોનો મારાથી તલસ્પર્શી કે ઉપરછલ્લો અભ્યાસ થઈ શક્યો નથી. જો કે મોટા ભાગે જે સાહિત્ય જ્યાંથી લીધું હોય ત્યાંની લિન્ક કોઈને કોઈ રીતે આપવા પ્રયત્ન કરુ છું. અખા ભગતનું આ સાહિત્ય મને ખૂબ પસંદ પડેલ તેથી મેં મારા માટે તેને ડાઉનલોડ કરેલ છે અને ઘણીએ વાર અભ્યાસ માટે ઉપયોગ કરું છું. તેમના એક બે છપ્પા વાંચુ ત્યાં જ મારો ખેદ દૂર થઈ જાય છે. માણસ જાત ના તેઓ ખૂબ ઉંડા અભ્યાસી હતા સાથે સાથે તત્વજ્ઞાન અને અનુભુતીના ઉંડાણથી સભર તેમના શબ્દો આજે પણ જીવંત છે. આજે ય તેનો એકાદ ચાબખો સમાજમાં મોટા પાયે હલચલ મચાવવા સક્ષમ છે તે જ તેમના સાહિત્યની સાર્થકતા છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: