Monthly Archives: January 2011

રણોત્સવમાં ઇતિહાસબોધ – વિષ્ણુ પંડ્યા

નોંધ: આ લેખ દર પંદર દિવસે પ્રગટ થતાં સામયિક “ગુજરાત” માંથી “સમયના હસ્તાક્ષર” વર્ગ હેઠળ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. “ગુજરાત” નું લવાજમ નીચેના સ્થળોએથી સ્વીકારાય છે. આ સીવાય લવાજમ સ્વીકારવા કોઈ ખાનગી વ્યક્તિ કે સંસ્થાને એજન્સી આપવામાં આવેલ નથી.

૧. માહિતી કમિશનરશ્રી ની કચેરી, બ્લોક નં,૭, ડો.જીવરાજ મહેતા ભવન, ગાંધિનગર – ૩૮૨૦૧૦.

૨. જિલ્લા મથકોએ આવેલી માહિતી કચેરીઓ.

૩. જિલ્લા મથકોએ આવેલા માહિતી કેન્દ્રો.

૪. સંપર્ક અધિકારીની કચેરી, ગુજરાત સરકાર, ખેતાન ભવન, પહેલા માળે, ૧૯૮, જે.તાતા માર્ગ,રીટ્ઝ હોટલ સામે, ચર્ચગેટ, મુંબઈ – ૪૦૦૦૨૦.

વાર્ષિક લવાજમ: રૂ.૫૦/-


Categories: ગુજરાત, નાટક | Tags: , , , | 1 Comment

સ્વામી વિવેકાનંદનો વ્યંગવિનોદ – બ્રહ્મચારી અમિતાભCategories: વાર્તાલાપ તથા પ્રશ્નોત્તરી, સ્વામી વિવેકાનંદ, હળવી પળો, હાસ્ય, Swami Vivekananda | Tags: , , , , | 3 Comments

અનાસક્તિ – વિવેકવાણી

Categories: ચિંતન, ભાષણો / પ્રવચનો / વ્યાખ્યાનો, શ્રીરામકૃષ્ણ જ્યોત, સ્વામી વિવેકાનંદ, Swami Vivekananda | Tags: , | Leave a comment

આર્ટીકલ ઓફ ધ ડે !

મિત્રો,
મને વાંચનમાં બહુ રસ. તેથી જ્યારે પણ થોડોક અવકાશ મળે ત્યારે કશુંક વાંચ્યા કરું આજે મને વાંચતા વાંચતા એક નાનકડો આર્ટીકલ ગમી ગયો. એટલે હું આજે તેને “આર્ટીકલ ઓફ ધ ડે” જાહેર કરુ છું.

પીપળ પાન ખરંતા, હસતી કૂંપળિયા
મુજ વીતી તુજ વીતશે, ધીરી બાપુડિયા.

અને હા, આર્ટીકલ વાંચીને પછી આપ કહેજો કે આ આર્ટીકલ આપને કેવો લાગ્યો?
૧. ગુલાબજાંબુ જેવો
૨. રસગુલ્લા જેવો
૩. પુરણપોળી જેવો
૪. આલુ-પરોઠા જેવો
૫. તમારી ________ મનગમતી વાનગી જેવો
૬. તમારી ________ અણગમતી વાનગી જેવો

Categories: હળવી પળો | Tags: | 7 Comments

આજનો દુહો

વા ફરે વાદળ ફરે, ફરે નદીના પૂર;
“શૂરા” બોલ્યા ના ફરે, પશ્ચિમ ઊગે સૂર.

Categories: સાહિત્ય | Tags: , , , , , , | 1 Comment

વીણેલાં ફૂલ (૧૨/૧૯) – હરિશ્ચન્દ્રCategories: ટુંકી વાર્તા | Tags: , | Leave a comment

મારા પ્રતિભાવો (૭) – આગંતુક

કુરુક્ષેત્ર પર ના લેખ
સુંદરતા,બુદ્ધિ અને બેવફાઈ???
પરનો મારો પ્રતિભાવ


શ્રી ભુપેન્દ્રસિંહજી,

અહીં ૩ બાબતોની એક બીજા સાથે સંગતતા ચકાસવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

૧. સુંદરતા
૨. બુદ્ધિ
૩. બેવફાઈ

આપના લેખ પ્રમાણે આપે માત્ર શારિરિક સુંદરતાની વાત કરી છે – પણ આ ઉપરાંત વ્યવહાર, વાતચીત, પહેરવેશ, સ્વચ્છતા, કલાત્મકતા વગેરે દ્વારા પણ વ્યક્તિ પોતાની સુંદરતા અભીવ્યક્ત કરી શકે છે. જે વ્યક્તિ પોતાને યોગ્ય રીતે અભિવ્યક્ત નથી કરી શકતી તે સુંદર હોવા છતાં પણ લોકોમાં માનીતી નથી થઈ શકતી જ્યારે જે વ્યક્તિ ઓછી સુંદર હોય પણ તે લોકો સાથે પ્રેમ-પૂર્વક હળે-ભળે તો તે સુંદર વ્યક્તિ કરતાં વધારે પ્રગતી કરી શકે.

૨. બુદ્ધિ ના ભગવદ ગીતા પ્રમાણે ૩ ભેદ પાડવામાં આવ્યાં છે સાત્વિક, રાજસીક અને તામસીક બુદ્ધિ.

જે બુદ્ધી શું કરવું અને શું ન કરવું એને જાણે વળી બંધન શું અને મુક્તિ શું તેને જાણે છે તે બુદ્ધિને સાત્વિક બુદ્ધિ કહે છે.

શું કરવું , શું ન કરવું તથા ધર્મ અને અધર્મને જે બુદ્ધિ યથાર્થ રીતે જાણી નથી શકતી તેવી બુદ્ધિને રાજસીક બુદ્ધિ કહે છે.

જે બુદ્ધિ દરેક બાબતના ઉલટાં જ અર્થ કરે અને અધર્મને જ ધર્મ માની લે તેવી બુદ્ધિને તામસીક બુદ્ધિ કહે છે.

બેવફાઈ – દેશ, કાળ, સમાજવ્યવસ્થા વગેરે પર આધાર રાખે છે. આપે પ્રાણીઓનો ઘણો અભ્યાસ કર્યો છે અને મનુષ્યોનો મહદ સમાજ હજુ પણ પ્રાણીઓ જેવો જ છે જેમાં બેવફાઈને સુંદરતા કરતાં બુદ્ધિ સાથે અને આસપાસના વાતાવરણ તથા બાહ્ય પરિબળો સાથે સંબધ છે.

બુદ્ધિશાળી સંબધ બાંધતા પહેલા અનેક વખત વિચાર કરે છે. એક વખત સંબધ બાંધ્યા પછી તેને સમસ્ત જીવન પર્યંત જાળવવા પ્રયત્ન કરે છે – તેમ છતાં જો કોઈ રીતે અનુકુલન ન જ સાધી શકાય તો શાંતિથી સંબધ વિચ્છેદ કરે છે.

જે બુદ્ધિશાળી નથી તે જેની તેની સાથે સંબધ બાંધ્યા જ કરે છે, પછી એક પણ સંબધ ટકાવી ન શકીને અંતે પતન નોતરે છે. જો આવી વ્યક્તિને કોઈ બુદ્ધિશાળીનો સહારો મળી જાય અને તેના કહેવા પ્રમાણે તે પોતાની જાતમાં સુધારો કરે તો તેને માટે બચવાની કશીક પણ આશા રહે છે નહીં તો પછી તે સમાજમાં આબરુ, મર્યાદા, માન સઘળું ગુમાવીને ક્ષુદ્ર જંતુ સમાન બની જાય છે.

ટુંકમાં બુદ્ધિ અને બેવફાઈને સંબધ છે પણ સુંદરતાને બુદ્ધિ સાથે કે સુંદરતાને બેવફાઈ સાથે કોઈ સંબધ હોય તેમ મને લાગતું નથી.


તા.ક. આપના બ્લોગ પર મેં પ્રતિભાવ આપેલો પણ સ્પામમાં ચાલ્યો જતો હોવાથી ફરી અહીં મુકેલ છે.


Categories: વાર્તાલાપ તથા પ્રશ્નોત્તરી, Conversations and Dialogues | Tags: , , , , | Leave a comment

નેટવર્ક એટેક – ખુશ થવું કે રડવું?

મિત્રો,
આજે મારા કોમ્પ્યુટર પર બે નેટવર્ક એટેક થયાં. એક કોરીયાથી અને બીજો અમેરીકાથી. એક બાજુથી ખુશી થઈ કે ચાલો વિદેશમાં પણ આપણી નોંધ લેવાય છે અને બીજી બાજું કોમ્પ્યુટરની માહિતિની સુરક્ષા અંગે ચિંતા પણ થાય છે. સારુ છે કે કાસ્પરસ્કાય જેવુ નીવડેલું એન્ટી-વાયરસ સોફ્ટવેર ઈન્સ્ટોલ કર્યું છે તેથી કાઈક બચી શકાય છે.
તા.ક. કાસ્પરસ્કાય એન્ટી-વાયરસ સોફ્ટવેર વેચાતું મળશે 🙂


Categories: ચેતવણી/સાવધાન, ટેકનીકલ | Tags: , , , | 3 Comments

વીણેલાં ફૂલ (૧૨/૧૮) – હરિશ્ચન્દ્રCategories: ટુંકી વાર્તા | Tags: , | Leave a comment

શું સાધુ-સાધ્વિ થવું સહેલું છે?

મિત્રો,

આજે એક નાનકડી વાર્તા માણીએ.

એક વખત એક સંત પાસે એક ભાઈ આવ્યા અને કહે કે મારે સાધુ થવું છે – તમે મને દિક્ષા આપશો?

સંતે તેની સામે પ્રેમથી જોયું અને કહ્યું કે તું એક કામ કર. તારા ઘરે જા – તારા કોઈ એક મૃત્યું પામેલા દુશ્મનને યાદ કરી અને મનમાં ને મનમાં તેને ખૂબ ગાળો આપજે.

ભાઈ તો ઘરે ગયા – જેટલી ધૃણા હતી તેટલી તીવ્રતાથી તેણે પોતાના મૃત દુશ્મનને ગાળો આપી. પછી સંત પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે મહારાજ ખૂબ ગાળો આપી આવ્યો. સંતે શાંતિથી તેની સામે જોયું અને પુછ્યું કે શું કહ્યું તારા દુશ્મને? પેલા ભાઈ કહે કે અરે તે તો મરી ગયો છે તે શું કહેવાનો છે? સંતે કહ્યું સારુ કે હવે પાછો તારા ઘરે જા અને મનથી તેની માફી માંગી અને ખૂબ વખાણ કરજે.

ભાઈ તો ઘરે ગયા – દુશ્મનની માફી માંગી અને તેને કાલાવાલા કર્યા (મનથી). પછી તેની તરફ ખૂબ પ્રેમના તરંગો મોકલ્યાં. પાછા આવ્યા સંત પાસે અને કહ્યું કે મેં આ પ્રમાણે કર્યું છે.

સંતે તેને પુછ્યું તારા બંને વખતના વ્યવહાર વખતે તને શું અનુભુતી થઈ અને તારા દુશ્મનને શું અનુભૂતી થઈ?

ભાઈ કહે ગુસ્સામાં હું મારા મનનો કાબુ ગુમાવી બેઠેલો – મારું શરીર પણ ધૃજવા લાગેલું જ્યારે મેં માફી માંગી ત્યારે મને એકદમ શાંતિ થઈ અને જ્યારે મેં પ્રેમના તરંગો મોકલ્યા ત્યારે મને આનંદની અનુભુતી થઈ. મારા દુશ્મને તો કશો જ પ્રતિભાવ ન આપ્યો કારણ કે તે તો મરી ગયો છે.

સંતે કહ્યું જ્યાં સુધી તું લાગણીઓના પ્રવાહમાં તણાઈ જા છો ત્યાં સુધી તું સંસારમાં જ રહે. જે સમયે લોકો તને હજ્જારો ગાળો આપે કે પેટભરીને તારા વખાણ કરે તે બંને સ્થિતિમાં તુ જો સમ રહી શકે તારી પ્રજ્ઞા સ્થીર રહી શકે – ગીતામાં વર્ણવેલા સ્થિતપ્રજ્ઞ જેવા બધાં લક્ષણો તારામાં આવી જાય ત્યારે તું મારી પાસે આવજે – હું તને જરૂર સંન્યસ્તની દિક્ષા આપીશ.

તા.ક. સ્મશાનવૈરાગ્યથી કે કપડાં બદલવાથી કોઈ સાધુ – સાધ્વિ થઈ નથી જતા – સાચા સંત બનવા માટે સતત મનને કેળવવું પડે છે.

Categories: ચિંતન, ટુંકી વાર્તા, લઘુ કથા/બોધ કથા | Tags: , , , | 1 Comment

Create a free website or blog at WordPress.com.