મારા પ્રતિભાવો (૮) – આગંતુક

શ્રી મીતાબહેનના તાજેતરના લેખ
નામસ્મરણ મહિમાનું મહત્વ કેટલું?
તેના પરનો મારો પ્રતિભાવ.

શ્રી મીતાબહેન,

પુરાણોની વાતો માત્ર દૃષ્ટાંત કથાઓ છે – તેમને પ્રમાણ તરીકે ન લઈ શકાય. અજામીલ વગેરે વાતો ન સમજાય તેવી છે.

ભગવદ ગીતા કહે છે કે
પાપીમાં પાપી હશે, કોઈ આ જગમાં
જ્ઞાન નાવમાં બેસતાં, તરી જશે જગમાં

અહીં જ્ઞાન નાવમાં બેસવાની વાત કરી છે નામ લેવા માત્રથી કોઈ તરી જાય તે વાત વધારે પડતી લાગે છે.

અલબત્ત ભગવદ ગીતામાં જ કહ્યું છે કે
યજ્ઞાનાં જપયજ્ઞોસ્મી |
એટલે કે જેટલા યે યજ્ઞો છે તેમાં જપ-યજ્ઞ માં ભગવાન વિશેષ રૂપે છે.

જપ તથા નામ સ્મરણનો મહિમા – મનના ચિંતનની ધારા કે જે વેર-વિખેર છે તેમાં એકાગ્રતા લાવવા માટે છે.

હા પસ્તાવો વિપુલ ઝરણું – સ્વર્ગથી ઉતર્યું છે
પાપી તેમાં ડૂબકી દઈને પૂણ્યશાળી બને છે

આ મુક્તક વિશે વિચાર કરીએ તો પસ્તાવો પોતે કરેલા દુષ્કર્મો બદલ પોતાને જ થયેલો ખેદ દર્શાવે છે – પણ તે પસ્તાવો તો જ કામ લાગે કે જો પાપી ફરી વખત તે દુરાચાર ન કરવાનો દૃઢ નીર્ણય લે.

વળી પાપ અને પુણ્ય વિશે પણ લોકોની માન્યતા અલગ અલગ હોય છે. અજામીલ ગણીકાની સાથે પડ્યો પાથર્યો રહેતો હતો તે સમાજ અને તેની પત્નિની દૃષ્ટિએ પાપાચાર હતો પરંતુ અજામીલ કે ગણીકાને તેમાં કશું ખોટું લાગતું ન હતું કારણ કે અજામીલ લોલુપ હતો અને ગણિકા વ્યવસાયીકા. પણ તેના આ કાર્યને લીધે અજામીલના કુટુંબને સૌથી વધુ સહન કરવું પડતું હતું.

બીજી વાત તેવી છે કે સ્ત્રી-પુરુષની દૃઢ મિત્રતા અથવા તો અત્યંતિક લાગણી અને તેમની વચ્ચેના પ્રગાઢ સંબધોને પણ લોકો પાપ ગણે છે – જ્યારે વાસ્તવમાં આવી દૃઢ મિત્રતા એકબીજાને હુંફ આપનારી અને જીવન પંથ પર આગળ ધપવામાં ઉપયોગી હોય છે વળી કોઈ બે વ્યક્તિ વચ્ચેની આવી મિત્રતા સમાજને કશી હાની પહોંચાડતી નથી કે સામાજીક મૂલ્યોનો હ્રાસ કરતી નથી કારણકે તે મૈત્રી એક બીજા પાસે કશું મેળવવા માટે કે લોલુપતાથી બંધાયેલી નથી હોતી પણ માત્ર ને માત્ર એકબીજાને સહાયક થવા બંધાયેલી હોય છે.

આ વિષય પર વધુ સ્પષ્ટતા અને ચર્ચા કરવા સહુને આમંત્રણ છે.

નામ સ્મરણ મહિમાનું મહત્વ તો છે જ – નામથી નામી યાદ આવે છે. તેના વિશે ચિંતન શરુ થાય છે, તેને વિશે ચિંતા કે તેને મળવાની ઈચ્છા થાય છે. કોઈ પણ વ્યક્તિ કે પદાર્થનો મૂર્ત ખ્યાલ આવતા પહેલા તેને કશુંક નામ આપવુ જ પડે છે તો જ તેની સ્પષ્ટ પરિકલ્પના થઈ શકે છે.

Categories: વાર્તાલાપ તથા પ્રશ્નોત્તરી | Tags: , | 2 Comments

Post navigation

2 thoughts on “મારા પ્રતિભાવો (૮) – આગંતુક

 1. સરસ . અભીનાનાદન
  શ્રી મીતાબહેનના તાજેતરના લેખ

  નામસ્મરણ મહિમાનું મહત્વ કેટલું?
  તેના પરનો મારો પ્રતિભાવ.

  શ્રી મીતાબહેન, તથા ભાઈ શ્રી ,

  શ્રી મીતાબહેનના તાજેતરના લેખ
  નામસ્મરણ મહિમાનું મહત્વ કેટલું?
  તેના પરનો મારો પ્રતિભાવ.

  શ્રી મીતાબહેન, અને ભાઈ શ્રી
  ભાઈ શ્રી ,આપની વાત સાચી હશે,
  પરંતુ , જયારે અરીસો અને પ્રકાસ ,એક બીજાથી , અથડાય , ત્યારે જોનાર ત્રીજી વ્યક્તિઓ ,કે સમજના સમૂહો ,
  કે બન્ને ને અસર કરતા ત્રીજા સબંધો , ને જે કોઈ પણ અસર થાય છે તેની જવાબદારી કોની . ?
  સામે વાલા ની સમજ શક્તિ કે પરિસ્થિતિ ,નો ખ્યાલ બે અથડાતી વસ્તુઓને કે વ્યક્તિ ઓને ક્યોથી હોય ?
  ઈશ્વરે બધાને સ્વંતંત્ર ,વિચાર ,ને સમજ શક્તિ આપેલી છે
  કોઈ ના પર બંધન , કે ઓખે પાટા, બોધ્વાનું કહી શકાય નહિ ,
  આવી પરિસ્થિતિ મો શું કરવું , ?
  પોતાના વિચારો ,કે સમજ , એ બીજાને અનુકુળ નાવે તો શું કરવું ?

  • પોતાના વિચારો ,કે સમજ , એ બીજાને અનુકુળ નાવે તો શું કરવું ?

   સહુ પહેલા તો પોતાની સમજ પ્રમાણે જ કરવું જોઈએ – તેમ કરવાથી સમસ્યા થતી હોય તો જેની પર ભરોસો હોય તેની સલાહ લેવી જોઈએ – તેની સલાહ પ્રમાણે ચાલવાથી પરિસ્થિતિ સુધરતી હોય તો તેમ કરવું જોઈએ – અને નહીં તો પછી જેમ કરવું હોય તેમ કરવું.

   જો પોતાના કાર્યો બીજાને વિક્ષેપરૂપ હશે તો બીજો માણસ વાંધો ઉઠાવવાનો જ છે તેવે વખતે સંઘર્ષ કરવો અથવા તો પોતાના કાર્યોમાં ફેરફાર કરવો.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: